Kashmiri literature

લલ્લેશ્વરી (લલ દદ)

લલ્લેશ્વરી (લલ દદ) (જ. આશરે 13૦૦થી 132૦, સિંહાપોર, કાશ્મીર; અ. 1377–138૦ આસપાસ, વિજેબ્રૂર, કાશ્મીર) : ચૌદમી સદીનાં પ્રખ્યાત કાશ્મીરી સંત અને કવયિત્રી. તેઓ ‘લલ્લા યોગીશ્વરી’, ‘લલ્લા યોગિની’, ‘લલ્લા આરિફા’ અને ‘લલ્લા માતશી’ તરીકે પણ જાણીતાં હતાં. સારસ્વત બ્રાહ્મણ કુળમાં જન્મ. 12 વર્ષની કુમળી વયે પામપોરના બ્રાહ્મણ કુટુંબમાં લગ્ન થયાં. ત્યાં…

વધુ વાંચો >

વામન

વામન : પ્રાચીન ભારતીય અલંકારશાસ્ત્રી. અલંકારશાસ્ત્રમાં રીતિવાદના સ્થાપક આ આચાર્ય વામન હતા. કલ્હણની કાશ્મીરનો ઇતિહાસ વર્ણવતી ‘રાજતરંગિણી’ નામની કાવ્યરચનામાં 4/497માં કાશ્મીરના રાજા જયાપીડના અમાત્ય વામન હોવાનો નિર્દેશ મળે છે. તેથી તેઓ કાશ્મીરી હોવાનું મનાય છે. એ સિવાય તેમના જીવન, કુટુંબ વગેરે વિશે કશી માહિતી મળતી નથી. વામનના જીવનકાળ વિશે પણ…

વધુ વાંચો >

શફી શયદા (મહમદ શફી બટ્ટ)

શફી શયદા (મહમદ શફી બટ્ટ) (જ. 1942, બર્બરશા, શ્રીનગર, જમ્મુ અને કાશ્મીર) : કાશ્મીરી કવિ. તેમણે અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીમાંથી એમ.એ. તથા એલએલ.બી.ની પદવી મેળવી. તેમણે ફિલ્મનિર્માણ ઉપરાંત લેખનકાર્ય કર્યું. 1958માં તેઓ બઝમ-એ-અરબાબ ઝોક કાશ્મીરના સેક્રેટરી; 1966-70 દરમિયાન શ્રીનગરના મ્યુનિસિપલ કમિશનર તરીકે રહ્યા હતા. તેમણે કાશ્મીરીમાં ‘અમર’ (1990) નામક ગઝલસંગ્રહ આપ્યો…

વધુ વાંચો >

શફી શૌક

શફી શૌક (જ. 18 માર્ચ 1950, કાપ્રિન, જિ. સોપિયાન, જમ્મુ અને કાશ્મીર) : કાશ્મીરી લેખક. તેમણે અંગ્રેજી ભાષા અને સાહિત્યમાં એમ.એ., એમ.ફિલ. અને પીએચ.ડી.ની ડિગ્રી તથા કાશ્મીરીમાં ઑનર્સની ડિગ્રી પ્રાપ્ત કરી છે. તેઓ અંગ્રેજી, હિંદી, સંસ્કૃત, ઉર્દૂ, ફારસી અને અરબી ભાષાની જાણકારી ધરાવે છે. હાલ તેઓ કાશ્મીર યુનિવર્સિટીમાં રીડર અને…

વધુ વાંચો >

શમ્સુદ્દીન અહમદ

શમ્સુદ્દીન અહમદ (જ. 18 જૂન 1931, શ્રીનગર, કાશ્મીર, જમ્મુ અને કાશ્મીર) : ઉર્દૂ, કાશ્મીરી અને ફારસી લેખક અને વિદ્વાન સંશોધક. તેમણે અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીમાંથી એમ.એ., એલએલ.બી. તથા ઈરાનમાં તેહરાનની યુનિવર્સિટીમાંથી ડી.લિટ.ની પદવી પ્રાપ્ત કરી હતી. તેઓ કાશ્મીરની યુનિવર્સિટીમાં ફારસી વિભાગના પ્રાધ્યાપક અને વડા; ડીન ઑવ્ આર્ટ; ડીન ઑવ્ ઑરિયેન્ટલ લૅંગ્વેજિઝ;…

વધુ વાંચો >

શર્મા, ચંપા

શર્મા, ચંપા (જ. 9 જૂન 1941, સામ્બા, જમ્મુ અને કાશ્મીર) : ડોગરી લેખિકા. તેમણે સંસ્કૃતમાં પ્રથમ વર્ગમાં પ્રથમ નંબરે એમ.એ.; સંસ્કૃત-ડોગરીમાં પીએચ.ડી. તથા બી.એડ.ની ડિગ્રી મેળવી. 1969-1975 સુધી તેઓ સરકારી મહિલા કૉલેજ, ગાંધીનગર ખાતે સંસ્કૃતમાં પ્રાધ્યાપક; 1975માં જમ્મુ યુનિવર્સિટીના સંસ્કૃત અનુસ્નાતક વિભાગમાં તેઓ જોડાયાં. 1980માં સિનિયર ફેલો તથા ડોગરી રિસર્ચ…

વધુ વાંચો >

શર્મા, મદનમોહન

શર્મા, મદનમોહન (જ. 30 જુલાઈ 1934, જમ્મુ, જમ્મુ અને કાશ્મીર) : ડોગરી ભાષાના વાર્તાકાર, નવલકથાલેખક અને નાટ્યકાર. કાશ્મીર યુનિવર્સિટીમાંથી એમ.એ. થયા. શિક્ષક તરીકે કારકિર્દીનો પ્રારંભ કર્યો. અંગ્રેજીના પ્રાધ્યાપક તરીકે નિવૃત્ત થયા. હવે સ્વતંત્ર રીતે લેખનકાર્યમાં વ્યસ્ત. ડોગરી માતૃભાષામાં તેમણે લખેલાં પુસ્તકો આ પ્રમાણે છે : ‘ધરન તે ધુરોં’ (નવલકથા); ‘અંગારે…

વધુ વાંચો >

શર્મા, રામલાલ

શર્મા, રામલાલ (જ. 1905, ગુઢા, સ્લાથિયા ગામ, જમ્મુ; અ. ?) : ડોગરી ભાષાના લેખક. તેમની કૃતિ ‘રતુ દા આનન’ બદલ 1988નો સાહિત્ય અકાદમી પુરસ્કાર તેમને અપાયો હતો. 1931માં તેઓ કાશ્મીરી વનવિદ્યાના અભ્યાસક્રમમાં જોડાયા અને 35 વર્ષની લાંબી સેવા પછી 1960માં રેન્જ અધિકારી તરીકે તેઓ નિવૃત્ત થયા. ડોગરી સંસ્થા, જમ્મુમાં પણ…

વધુ વાંચો >

શિવલગન

શિવલગન (18મીથી 19મી સદી) : કાશ્મીરી કવિ પરમાનંદ (1791-1874) દ્વારા કાશ્મીરીમાં રચાયેલ ત્રીજું મહાન ‘લીલા’-કાવ્ય. તે 380 ધ્રુવપદ કડીઓનું બનેલું છે. તેમાં શિવ સાથે પાર્વતીનાં લગ્નની મંત્રમુગ્ધ કથા વણાયેલી છે. તે બંને વિશ્વવ્યાપી અને અનુભવાતીત સ્તરે શિવ અને શક્તિનું આવશ્યક ઐક્ય સૂચવે છે. કાવ્યની શરૂઆતની કડીમાં અનુપ્રાસવાળા દુહા છે અને…

વધુ વાંચો >

શીતિકંઠ આચાર્ય

શીતિકંઠ આચાર્ય (13મી સદી) : કાશ્મીરી ભાષાના જાણીતા પ્રથમ કવિ. તેમના જીવન અને પરિવાર વિશે કોઈ જ માહિતી ઉપલબ્ધ નથી; પરંતુ તેમનો જન્મ લલ દદ (લલ્લેશ્વરી) પહેલાં – 100 વર્ષ પર એટલે 13મી સદીનાં શરૂઆતનાં વર્ષોમાં થયાનું જાણવા મળે છે. તેઓ કાશ્મીર શૈવધર્મના પ્રકાંડ વિદ્વાન જયરથના શિષ્ય હતા. તેમના ગુરુની…

વધુ વાંચો >