Kannad literature

લલિતાંબા, બી. વાય.

લલિતાંબા, બી. વાય. (જ. 18 માર્ચ 1944, મૈસૂર શહેર, કર્ણાટક) :  કન્નડ લેખક. દેવી અહલ્યા વિશ્વવિદ્યાલય, ઇંદોરની સ્કૂલ ઑવ્ કમ્પેરેટિવ લૅન્ગ્વેજ ઍન્ડ કલ્ચરમાં પ્રાધ્યાપક. તેમણે અનુવાદો સહિત 1૦થી વધુ ગ્રંથો આપ્યા છે. ‘તીર્થંકર’ (1973) બાળસાહિત્ય છે. ‘નવ નિર્માણ દેદેગે’ (1978), ‘લોહેમ, હમ’ – બંને હિંદીમાંથી કરેલ અનુવાદ છે. ‘ભારતીય સાહિત્ય…

વધુ વાંચો >

લંકેશ, પી.

લંકેશ, પી. (જ. 1935, જિ. શિમોગા, કર્ણાટક) : કર્ણાટકના જાણીતા સર્જક. તેમને તેમના વાર્તાસંગ્રહ ‘કલ્લુ કારાગુવા સમયા’ માટે 1993ના વર્ષનો સાહિત્ય અકાદમી પુરસ્કાર આપવામાં આવ્યો હતો. મૈસૂર યુનિવર્સિટીમાંથી 1959માં અંગ્રેજી સાથે એમ.એ., 1959થી 1979 સુધી બૅંગ્લોર યુનિવર્સિટીની અનેક કૉલેજોમાં અંગ્રેજીનું અધ્યાપન. 1955માં લેખનકાર્યનો પ્રારંભ. 1962માં પ્રથમ વાર્તાસંગ્રહ ‘રિયા નિરનુ કિરિજે…

વધુ વાંચો >

લિગડે, જયદેવીતાઈ

લિગડે, જયદેવીતાઈ (જ. 1912, સોલાપુર, મહારાષ્ટ્ર; અ. 1986) : દ્વિભાષી કવયિત્રી. બાળપણથી જ કીર્તનો અને પુરાણોના શ્રવણને લીધે તેમનાં ચિત્ત અને હૃદય બારમી સદીના કર્ણાટકના સંત શિવશરણ પ્રત્યે અત્યંત ભક્તિભાવમાં તરબોળ થઈ ગયાં. 12મા વર્ષે તેમનાં લગ્ન કરવામાં આવ્યાં. તેમનો જન્મ અને ઉછેર ખૂબ જ સંસ્કારી અને ધાર્મિક પરિવારમાં થયા…

વધુ વાંચો >

લિંગપ્પા, કલ્લેનાહલ્લી રંગપ્પા

લિંગપ્પા, કલ્લેનાહલ્લી રંગપ્પા (જ. 8 જૂન 1922, કલ્લેના હલ્લી, જિ. ચિક્મગલુર; કર્ણાટક) : કન્નડ લોકવાર્તાકાર. તેમણે મૈસૂર યુનિવર્સિટીમાંથી બી.એ. અને મુંબઈ યુનિવર્સિટીમાંથી એલએલ.બી.ની  પદવી મેળવી. પછી તેઓ વકીલાતના વ્યવસાયમાં જોડાયા. તેઓ મૈસૂર અને બૅંગ્લોર યુનિવર્સિટીના સેનેટ-સભ્ય; જનપદ અકાદમી અને રાજ્યસાહિત્ય અકાદમીની રાજ્ય સમિતિના સભ્ય તેમજ જનપદ સાહિત્ય કલા સંઘના સ્થાપક-પ્રમુખ…

વધુ વાંચો >

લિંગૈયાહ, ડી. (દિનકર)

લિંગૈયાહ, ડી. (દિનકર) (જ. 16 ડિસેમ્બર 1939, પિહલ્લી, જિ. મંડ્યા, કર્ણાટક) : કન્નડ કવિ. તેમણે મૈસૂર યુનિવર્સિટીમાંથી એમ. એ. કર્યું. પછી બૅંગલોરની વિશ્વેશ્વરપુર કૉલેજ ઑવ્ આર્ટ્સ ઍન્ડ કૉમર્સમાં અધ્યાપનકાર્ય કર્યું તથા આચાર્યની ફરજ બજાવી. તેમણે 1978-81 સુધી કન્નડ સાહિત્ય પરિષદના માનાર્હ મંત્રી અને 1995થી કર્ણાટક લેખાકાર સંઘના પ્રમુખ તરીકે કામગીરી…

વધુ વાંચો >

વરદરાજ રાવ, જી.

વરદરાજ રાવ, જી. (જ. 1918; અ. 1987) : કન્નડ સંશોધક, પંડિત અને કવિ. તેમણે મૈસૂર યુનિવર્સિટીમાંથી બી.એ. (ઓનર્સ); એમ.એ. તથા પીએચ.ડી.ની ડિગ્રીઓ મેળવી. પછી કન્નડ વિભાગના અધ્યાપક તરીકે જોડાયા અને પ્રાધ્યાપક તરીકે સેવાનિવૃત્ત થયા. તેમણે કવિ તરીકે કારકિર્દીની શરૂઆત કરી; પરંતુ હરિદાસ સાહિત્ય(હરિદાસોની રચનાઓ)ના અભ્યાસ અંગે તેમણે કરેલ સંશોધનથી તેઓ…

વધુ વાંચો >

વરદ શ્રીનિવાસ (‘પાવન’)

વરદ શ્રીનિવાસ (‘પાવન’) (જ. 25 જુલાઈ 1950, કસારગોડ, કેરળ) : કન્નડ કવયિત્રી, નિબંધકાર, નવલકથાકાર અને વિવેચક. 1970માં ડી. બી. હિંદી પ્રચાર સભાની રાષ્ટ્રભાષા પ્રવીણ અને 1971માં સંસ્કૃતમાં વિશારદની પદવીઓ પ્રાપ્ત કરી. પછી કન્નડ ‘નુડી’નાં સંપાદિકા બન્યાં. તેમણે 1972માં મૅંગલોર યુનિવર્સિટીમાંથી કન્નડમાં એમ.એ., 1997માં બૅંગ્લોર યુનિવર્સિટીમાંથી પીએચ.ડી.ની ડિગ્રી મેળવી. તેઓ 1974-83…

વધુ વાંચો >

વાણી

વાણી (જ. 1917; અ. 1988) : કન્નડ મહિલા-નવલકથાકાર, વાર્તાકાર. ‘વાણી’ આ કન્નડ લેખિકા એમ. એન. સુબ્બમ્માનું તખલ્લુસ છે. તેઓ આધુનિક કન્નડ સાહિત્યની આગલી પેઢીનાં લેખિકા હતાં. તેમણે કુલ 25 ગ્રંથો આપ્યા છે. તેમાં ‘એરાડુ કનાસુ’, ‘શુભ મંગલ’, ‘હોસા બેલાકુ’, ‘હૂવુ મલ્લુ’, ‘બાલેયા તેરાલુ’ અને ‘આલે નેલે’ તેમની લોકપ્રિય નવલકથાઓ છે;…

વધુ વાંચો >

વાલિકર, ચેન્નન્ના

વાલિકર, ચેન્નન્ના (જ. 6 એપ્રિલ 1943, શંકરવાડી, જિ. ગુલબર્ગ, કર્ણાટક) : કન્નડ લેખક. એમ.એ. અને પીએચ.ડી.ની પદવી મેળવ્યા બાદ 1972થી 1987 સુધી તેઓ રાયપુરની એલવીડી કૉલેજમાં અધ્યાપક અને 1987-95 સુધી ગુલબર્ગ યુનિવર્સિટીમાં પ્રાધ્યાપક અને રીડરપદે રહ્યા. અત્યાર સુધીમાં તેમણે 40 ગ્રંથો આપ્યા છે. તેમના ઉલ્લેખનીય ગ્રંથોમાં ‘કારિતેલિમાનવાન જીપાદ’ (1973, કાવ્યસંગ્રહ);…

વધુ વાંચો >

વાસુદેવય્યા, સી.

વાસુદેવય્યા, સી. (જ. 1852; અ. 1943) : કન્નડ લેખક. તેઓ મૅટ્રિકની પરીક્ષા પાસ કર્યા બાદ થોડો વખત શિક્ષક બન્યા. પછી શિક્ષણ ખાતામાં મદદનીશ તરીકે જોડાયા. તેમની ભાષા તેલુગુ હોવા છતાં તેઓ કન્નડ, અંગ્રેજી અને સંસ્કૃત તેમજ બંગાળીના નિષ્ણાત હતા. તેમણે અતિ લોકપ્રિય એવા 3 ગ્રંથ આપ્યા છે. ‘આર્યકીર્તિ – ભાગ…

વધુ વાંચો >