Jurisprudence
સમન્યાય (Equity)
સમન્યાય (Equity) : ઇંગ્લૅન્ડમાં ક્રમશ: વિકાસ પામેલા ન્યાયના સિદ્ધાંતો. પુરાણા ઇંગ્લિશ કાયદા (કૉમન લૉ) પ્રમાણે એની ત્રણ અપૂર્ણતાઓ હતી : 1. ઇંગ્લિશ કૉમન લૉ (common law) : (1) કૉમન લૉમાં રિટનો નમૂનો ન મળે તો વાદીનું કારણ સાચું હોવા છતાં તે અદાલતમાં જઈ કામ ચલાવી શકતો નહિ. (2) કૉમન લૉ…
વધુ વાંચો >સમન્સ
સમન્સ : અદાલતમાં ચોક્કસ દિવસે અને સમયે હાજર રહેવાનો કે કોઈ દસ્તાવેજ કે વસ્તુ રજૂ કરવાનો આદેશાત્મક પત્ર. આવો પત્ર દીવાની કેસોમાં કોઈ દાવાનો જવાબ આપવા માટે અથવા સાહેદ તરીકે જુબાની આપવા માટે મોકલવામાં આવે છે, અને તે દાવાના એક પક્ષકારના સૂચનથી મોકલાય છે. દાવાનો જવાબ આપવા માટે હાજર થવાનો…
વધુ વાંચો >સમાધાન
સમાધાન (composition, compromise, conciliation, settlement) : ઉકેલ ન મળતા કોયડાનો ઉકેલ આવે, ઉપસ્થિત થયેલી કોઈ શંકાનું નિવારણ થાય, અથવા કોઈ તકરાર કે ઔદ્યોગિક ઝઘડો કે મતભેદ અરસપરસની સ્વૈચ્છિક સમજૂતીથી પતી જાય તેવી કાયદાકીય ભૂમિકા. આ માટે અંગ્રેજી ભાષામાં ‘કૉમ્પોઝિશન’, ‘કૉમ્પ્રોમાઇઝ’, ‘કન્સિલિયેશન’ અને ‘સેટલમેન્ટ’ આ શબ્દો વારંવાર વપરાય છે. (1) પ્રૉવિન્શિયલ…
વધુ વાંચો >સમાનતા (equality) (કાયદાશાસ્ત્ર)
સમાનતા (equality) (કાયદાશાસ્ત્ર) : વ્યક્તિઓ કે સંસ્થાઓ સાથેના વર્તન અને વ્યવહારમાં ભેદભાવનો અભાવ હોવો તે સ્થિતિની હાજરી. તેમાં કાયદા સમક્ષ સમાનતા અભિપ્રેત છે. ભારતના બંધારણના અનુચ્છેદ 14 પ્રમાણે દરેક નાગરિકને મળતો સમાનતાનો અધિકાર. આર્ટિકલ 14 અને 16નો પાઠ આ સંબંધમાં નીચે પ્રમાણે છે : અનુચ્છેદ 14 : કાયદા સમક્ષ સમાનતા…
વધુ વાંચો >સમુદ્ર-સીમા ધારો (Sea, Law of the)
સમુદ્ર–સીમા ધારો (Sea, Law of the) : સમુદ્ર-સીમા પરના આધિપત્ય માટેનો કાયદો. 1983ના ડિસેમ્બરની દસમી તારીખે દુનિયાના 117 દેશો જમૈકા ખાતે ‘સમુદ્રના કાયદા’ અંગેની સંધિમાં જોડાયા. આ કાયદા આંતરરાષ્ટ્રીય જળવિસ્તારની સીમા, જળમાર્ગ અને સમુદ્રની સંપત્તિના સંદર્ભમાં ઘડાયા. આ સંધિમાં અમેરિકા, બ્રિટન, જાપાન, જર્મની, ઇટાલી તથા બીજા ઘણા ઔદ્યોગિક અને વિકસિત…
વધુ વાંચો >સાવરકરનો પ્રત્યાર્પણનો કેસ
સાવરકરનો પ્રત્યાર્પણનો કેસ : પ્રત્યાર્પણના પ્રશ્ર્ને ચાલેલો સ્વાતંત્ર્યવીર વિનાયક દામોદર સાવરકર(1883-1966)નો કેસ. તેની હકીકત આ પ્રમાણે છે : સાવરકર ભારતના નાગરિક હતા અને તે રૂએ બ્રિટિશ પ્રજાજન પણ હતા. રાજદ્રોહ અને ખૂનમાં મદદગારી કરવાના ગુના માટે કામ ચલાવવા તેમને પી. ઍન્ડ ઓ. કંપનીની ‘મોરિયા’ સ્ટીમરમાં ભારત લાવવામાં આવતા હતા. 25મી…
વધુ વાંચો >સાવેંદ્રા લામાસ કાર્લોસ
સાવેંદ્રા, લામાસ કાર્લોસ (જ. 1 નવેમ્બર 1878, બ્યુએનૉસ આઇરિસ, આર્જેન્ટિના; અ. 5 મે 1959, બ્યુએનૉસ આઇરિસ) : આર્જેન્ટિનાના કાયદાશાસ્ત્રી અને 1936ના વિશ્વશાંતિના નોબેલ પારિતોષિકના વિજેતા. બોલિવિયા અને પરાગ્વે વચ્ચે 1932-35ના ગાળામાં ખેલાયેલ સશસ્ત્ર સંઘર્ષનો અંત લાવવામાં તેમની ભૂમિકા શકવર્તી નીવડી હતી. આ યુદ્ધ ‘ચાકો યુદ્ધ’ તરીકે ઇતિહાસમાં નોંધાયેલું છે. કાયદાશાસ્ત્રનો…
વધુ વાંચો >સિક્રિ એસ. એમ.
સિક્રિ, એસ. એમ. (જ. 26 એપ્રિલ 1908; અ. 24 સપ્ટેમ્બર 1992) : ભારતની સર્વોચ્ચ અદાલતના પૂર્વ મુખ્ય ન્યાયમૂર્તિ. તેઓ જાન્યુઆરી, 1971થી એપ્રિલ, 1973 સુધી સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયમૂર્તિ રહ્યા તે પૂર્વે 1964થી સર્વોચ્ચ અદાલતના ન્યાયમૂર્તિપદે કાર્યરત રહ્યા હતા. વિનયન વિદ્યાશાખાના સ્નાતક બની તેમણે બાર-ઍટ-લૉમાં સફળતા મેળવી. 1930થી લાહોરની વડી અદાલતમાં…
વધુ વાંચો >સિબ્બલ, કપિલ
સિબ્બલ, કપિલ (જ. 8 ઑગસ્ટ, 1949, જલંધર, પંજાબ, ભારત) : ભારતના પ્રસિદ્ધ ધારાશાસ્ત્રી અને કોંગ્રેસના પૂર્વ પીઢ રાજકારણી. હાલ રાજ્યસભામાં સાંસદ. પિતા હિરાલાલ સિબ્બલ, જેમને આંતરરાષ્ટ્રીય બાર એસોસિયેશન દ્વારા વર્ષ 1994માં ‘કાયદા ક્ષેત્રમાં જીવંત દંતકથા સમાન વ્યક્તિ’ ગણાવ્યા છે. પ્રાથમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ ચંડીગઢમાં સેન્ટ જોહન્સ હાઈસ્કૂલમાંથી મેળવ્યું. દિલ્હીમાં…
વધુ વાંચો >સિંહા ભુવનેશ્વરપ્રસાદ
સિંહા, ભુવનેશ્વરપ્રસાદ (જ. 1 ફેબ્રુઆરી 1899; અ. ?) : ભારતની સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયાધીશ. પ્રારંભિક, માધ્યમિક અને કૉલેજશિક્ષણ પટણા ખાતે લીધું તેમજ 1919માં પટણા કૉલેજમાંથી સ્નાતક બન્યા ત્યારે તેઓ સર્વોચ્ચ ક્રમાંક-સ્થાન ધરાવતા હતા. 1921માં તેમણે અનુસ્નાતક પદવી મેળવી અને ત્યારબાદ કાયદાના સ્નાતક બન્યા. પટણાની વડી અદાલતથી પોતાની કારકિર્દીનો આરંભ કરી…
વધુ વાંચો >