Journalism
કાલાનીન મિશેલ મોરીસ
કાલાનીન મિશેલ મોરીસ (જ. 30 જુલાઈ 1914, લંડન; અ. 25 એપ્રિલ 1999, ડબ્લિન, આર્યલૅન્ડ) : ઓલિમ્પિક કાઉન્સિલના એક વખતના પ્રમુખ. કૅમ્બ્રિજની મગડેનેલ કૉલેજમાં ભણીને અનુસ્નાતકની પદવી મેળવી. ચીન-જાપાન યુદ્ધ વખતે 1937-38માં પત્રકાર તરીકેની કામગીરી બજાવી. 1938માં સ્વેચ્છાએ બીજા વિશ્વયુદ્ધમાં બ્રિગેડમેજર તરીકે કામગીરી અને નોર્મન્ડીના આક્રમણમાં ભાગ લેવા માટે ‘મેમ્બર ઑવ્…
વધુ વાંચો >કાંટાવાળા, મટુભાઈ હરગોવિંદદાસ
કાંટાવાળા, મટુભાઈ હરગોવિંદદાસ (જ. 1 નવેમ્બર 1880, વડોદરા; અ. 15 નવેમ્બર 1933) : જાણીતા ગુજરાતી લેખક અને પત્રકાર. સુપ્રસિદ્ધ સાહિત્યકાર હરગોવિંદદાસના સુપુત્ર. પ્રાથમિક, માધ્યમિક અને કૉલેજનું શિક્ષણ વડોદરામાં લીધેલું. ગુજરાતી વિષય સાથે મુંબઈ યુનિવર્સિટીના એમ.એ. થયા હતા. મિલ-એજન્ટનો વ્યવસાય હોવા છતાં સાહિત્યિક સંસ્કારવારસાને કારણે કિશોરાવસ્થાથી સાહિત્યપ્રીતિ. તેમણે ‘સાહિત્ય’ (1914) નામનું…
વધુ વાંચો >કિર્લોસ્કર
કિર્લોસ્કર : મરાઠી ભાષામાં પ્રકાશિત થતું, પ્રગતિશીલ વિચારસરણી તથા લલિત સાહિત્યને વરેલું માસિક. સ્થાપના 1920. વીસમી સદીના ત્રીજા દાયકામાં મરાઠી સામયિકોમાં જુવાળ આવ્યો. તે અરસામાં પ્રગટ થયેલાં અનેક સામયિકોમાંથી ટકી રહેલાં અને સતત પ્રગતિપથ પર અગ્રેસર રહેલાં સામયિકોમાં ‘કિર્લોસ્કર’નું નામ મોખરે છે. એમાં ટૂંકી વાર્તાઓ પછી ધારાવાહી નવલકથા, નિબંધો, કવિતા,…
વધુ વાંચો >કુમારપ્પા જે. સી.
કુમારપ્પા, જે. સી. (જ. 4 જાન્યુઆરી 1892, તંજાવુર, તામિલનાડુ; અ. 30 જાન્યુઆરી 1960, ગાંધીનિકેતન આશ્રમ, કલ્લુપરી, જિ. મદુરાઈ) : વિખ્યાત ગાંધીવાદી અર્થશાસ્ત્રી, રચનાત્મક કાર્યકર તથા પાયાની કેળવણીના પ્રખર હિમાયતી. મધ્યમ વર્ગના ખ્રિસ્તી કુટુંબમાં જન્મ. પિતા એસ. ડી. કૉર્નેલિયસ જાહેર બાંધકામ ખાતામાં અધિકારી. માતાનું નામ એસ્થર રાજનાયકમ્. તેમનું ભારતીય નામ ચેલ્લાદુરાઈ…
વધુ વાંચો >કેસરી
કેસરી : ભારતના બે રાષ્ટ્રીય નેતાઓ ગોપાળ ગણેશ અગરકર અને લોકમાન્ય ટિળકે 4 જાન્યુઆરી 1881ના રોજ મરાઠી ભાષામાં શરૂ કરેલું સાપ્તાહિક. એ સાપ્તાહિકનો મુખ્ય ઉદ્દેશ હતો જનતાને સામાજિક અને રાજકીય ક્રાન્તિ માટે તૈયાર કરવાનો. પ્રથમ અંકમાં ‘કેસરી’ નામ વિશે માહિતી આપતાં જણાવ્યું હતું કે કેસરી સિંહને કહે છે અને ભારતની…
વધુ વાંચો >કેસૂડાં
કેસૂડાં : કૉલકાતાના ગુજરાતી સાહિત્ય મંડળનું વાર્ષિક પ્રકાશન. ‘રૂપ, રંગ અને રસભર્યા’ આ અનિયતકાલિક વાર્ષિકનો પ્રથમ અંક એપ્રિલ 1953માં શિવકુમાર જોશી, જયંતીલાલ શાહ અને રમણીક મેઘાણીના સંપાદકમંડળે વસંત અંક તરીકે પ્રકટ કરેલો. ત્યારપછી 1954, 1955, 1957, 1962, 1964, 1966-67, 1973 એમ ‘કેસૂડાં’ વાર્ષિક પ્રકટ થતું રહ્યું. કવિતા, વાર્તા, નિબંધ, વિવેચન…
વધુ વાંચો >કેળકર – નરસિંહ ચિંતામણ
કેળકર, નરસિંહ ચિંતામણ (અનામિક, આત્માનંદ) (જ. 24 ઑગસ્ટ 1872, મોડનિંબ, જિલ્લો સોલાપુર; અ. 14 ઑક્ટોબર 1947, પુણે) : મરાઠી સાહિત્યકાર તથા અગ્રણી રાજદ્વારી મુત્સદ્દી. પિતા મહારાષ્ટ્રના દેશી રાજ્ય મિરજમાં અમલદાર. શરૂઆતનું શિક્ષણ મિરજ ખાતે. તે દરમિયાન જાણીતા ઇતિહાસસંશોધક વાસુદેવશાસ્ત્રી ખરે જેવા શિક્ષક તેમને મળ્યા. ઉચ્ચ શિક્ષણ કોલ્હાપુર, પુણે તથા મુંબઈ…
વધુ વાંચો >કોટક – મધુરી વજુભાઈ
કોટક, મધુરી વજુભાઈ (જ. 1 ઑક્ટોબર 1930; અ. 5 જાન્યુઆરી 2023) : સિનેપત્રકાર. ‘જી’નાં તંત્રી. ‘ચિત્રલેખા’ (સ્થાપના : 1950) તથા ‘જી’ (સ્થાપના : 1958) સામયિકોના સ્થાપક સંપાદક વજુભાઈ કોટકનાં પત્ની. પતિની હયાતીમાં આ સામયિકોનાં સંપાદન અને પ્રકાશનકાર્યમાં મર્યાદિત ફાળો આપતાં આ મહિલાએ પતિના અવસાન પછી તે અંગેની સમગ્ર જવાબદારી સંભાળી…
વધુ વાંચો >કોટક – વજુ
કોટક, વજુ (જ. 30 જાન્યુઆરી 1915, રાજકોટ; અ. 29 નવેમ્બર 1959, મુંબઈ) : ફેલાવાની ર્દષ્ટિએ ગુજરાતના પ્રથમ નંબરના અને ભારતના ચોથા નંબરના સાપ્તાહિક ‘ચિત્રલેખા’ના સ્થાપક તથા તંત્રી. પત્રકાર, નવલકથાકાર, વાર્તાકાર અને ગદ્યકાર. તેઓ 1937માં અમદાવાદમાં આવ્યા અને 1939થી મુંબઈમાં સ્થાયી થયા. આર્ટ્સના પ્રથમ વર્ષ સુધી જ શિક્ષણ પામેલા. શૈશવથી તેમને…
વધુ વાંચો >