Journalism

ઉત્કલદીપિકા

ઉત્કલદીપિકા : ઊડિયા ભાષાનું પ્રથમ વર્તમાનપત્ર. 1866માં કટકમાંથી આ વર્તમાનપત્ર પ્રથમ પ્રગટ થયેલું. શરૂઆતમાં તે બે જ પાનાંનું હતું. એમાં મોટેભાગે સવા પાનું ઉત્કલના સમાચાર અને પોણા પાનામાં ભારતના અન્ય ભાગોના અને જગતના સમાચાર આવતા. રવિવારની આવૃત્તિમાં એકાદ વાર્તા આવતી અને વિવિધ વિષયો વિશેની માહિતી આવતી. રવિવારની આવૃત્તિનાં 3 પાનાં…

વધુ વાંચો >

ઉપાધ્યાય હરિભાઉ

ઉપાધ્યાય હરિભાઉ (જ. 1892 ભૌરોસા ગામ, જિ. ઉજ્જૈન, મધ્ય પ્રદેશ; અ. 25 ઑગસ્ટ 1972) : પત્રકાર અને સંપાદક. હિંદીની સેવાથી સાર્વજનિક જીવનમાં પ્રવેશ. પહેલા ‘ઔદુમ્બર’ માસિક પત્રિકાના પ્રકાશન દ્વારા હિંદી પત્રકાર જગતમાં પદાર્પણ કર્યું. 1911માં ‘ઔદુમ્બર’ના સંપાદક થયા, સાથોસાથ અભ્યાસ કરતા રહ્યા. ‘ઔદુમ્બર’માં અનેક વિદ્વાનો દ્વારા વિવિધ વિષયોને લગતી લેખમાળાઓ…

વધુ વાંચો >

ઊર્મિ-નવરચના

ઊર્મિ-નવરચના : બે જુદાં જુદાં ગુજરાતી સામયિકો ‘ઊર્મિ’ અને ‘નવરચના’નું એકત્ર થયા પછીનું નામ. ‘ઊર્મિ’ 1930ના એપ્રિલમાં કરાંચીથી શરૂ થયેલું. ‘નવરચના’ 1938માં અમદાવાદથી શરૂ થયેલું. 1942થી બે સામયિકો એક થઈને ‘ઊર્મિનવરચના’ નામથી પ્રકટ થાય છે. સાહિત્ય, સમાજ અને સંસ્કારનું માસિક ‘ઊર્મિ’ શરૂ થયું ત્યારે તેના તંત્રીઓ તરીકે ડોલરરાય માંકડ, ઇન્દુલાલ…

વધુ વાંચો >

ઊહાપોહ

ઊહાપોહ : આધુનિકતાની જિકર કરતું ગુજરાતી માસિક. શરૂઆત 1969ના સપ્ટેમ્બરમાં, છેલ્લો અંક 1974ના ઑક્ટોબરમાં. આ પાંચ વરસના 60 અંકોનું સંપાદન ઉષા જોશી, જયંત પારેખ અને રસિક શાહે કર્યું હતું. આરંભના ગાળામાં સર્જનાત્મક કૃતિઓ પ્રગટ કરવામાં આવતી ન હતી. ગુજરાતી ભાષાસાહિત્ય વિશેના લેખો પ્રમાણમાં ઓછા પ્રકટ થયા હતા. પાશ્ચાત્ય અને તે…

વધુ વાંચો >

એ.એફ.પી.

એ.એફ.પી. (Agence France – Press) : વિશ્વની ચાર પ્રમુખ આંતરરાષ્ટ્રીય સમાચાર-સંસ્થાઓમાંની એક. અન્ય મહત્વની સમાચાર-સંસ્થાઓમાં અમેરિકન સમાચાર-સંસ્થાઓ એ.પી. (Associated Press) અને યુ.પી.આઈ. (United Press-International) તથા બ્રિટિશ સમાચાર-સંસ્થા રૉઇટર્સ તથા રશિયન સમાચાર-સંસ્થા તાસનો સમાવેશ થાય છે. એ.એફ.પી. વિશ્વની સૌથી જૂની સમાચાર-સંસ્થાઓમાંની એક છે. 1835માં સ્થપાયેલી સમાચાર-સંસ્થા હવાસ(Havas)નું બીજા વિશ્વયુદ્ધ પછી એ.એફ.પી.માં…

વધુ વાંચો >

એતદ્

એતદ્ : આધુનિકતાનો પુરસ્કાર કરતું ગુજરાતી માસિક. ‘ઊહાપોહ’ના પુનર્જન્મ રૂપે પ્રગટેલા આ માસિકની શરૂઆત 1977ના નવેમ્બરમાં થઈ હતી. એપ્રિલ, 1983 સુધી તેના સંપાદનની જવાબદારી ઉષા જોશી, જયંત પારેખ અને રસિક શાહે સંભાળી હતી. જૂન, 1983થી સુરેશ જોષી અને શિરીષ પંચાલે સંપાદન સંભાળેલું. જાન્યુઆરી, 1987થી આ સામયિક ત્રૈમાસિક બન્યું છે. આ…

વધુ વાંચો >

એ. પી.

એ. પી. (1956) : એસોસિયેટેડ પ્રેસ નામની સમાચાર-સંસ્થાનું ટૂંકું નામ. સ્થાપના અમેરિકામાં ન્યૂયૉર્કમાં થઈ. ઓગણીસમી સદીના આરંભથી અમેરિકી પ્રજાને યુરોપનાં પોતાનાં મૂળ વતન એવા દેશોની નવાજૂની વિશે આતુરતા રહેતી. સાચું કહીએ તો તેમના માટે એ જ સમાચાર હતા. વાચકોની માગ સંતોષવા ન્યૂયૉર્કનાં વર્તમાનપત્રોએ ત્રીજા દાયકામાં સમાચાર એકત્ર કરવા સવારનાં પત્રોનું…

વધુ વાંચો >

ઍલેક્સિવિચ, સ્વેતલાના (Alexievich, Svetlana)

ઍલેક્સિવિચ, સ્વેતલાના (Alexievich, Svetlana) (જ. 31 મે 1948, પશ્ચિમ યુક્રેન) : 2015નો સાહિત્યનો નોબેલ પુરસ્કાર પ્રાપ્ત કરનાર બેલારુસનાં મહિલા સાહિત્યકાર. તેઓ પત્રકાર અને નિબંધકાર પણ છે. સોવિયેત રિપબ્લિક ઑવ્ યુક્રેનમાં જન્મેલાં સ્વેતલાનાનાં માતા યુક્રેનિયન અને પિતા બેલારુસિયન હતાં. સ્વેતલાનાના જન્મસમયે તેઓ સોવિયેત આર્મીમાં સેવા આપતા હતા. તેમની સેવા સમાપ્ત થતાં…

વધુ વાંચો >

કચ્છમિત્ર

કચ્છમિત્ર : કચ્છનું દૈનિક પત્ર. 1945માં શરદ શાહના તંત્રીપદે મુંબઈમાં ‘મિત્ર’ સાપ્તાહિકનો આરંભ થયો. એમાંથી ‘કચ્છમિત્ર’ બન્યું. 15-5-1952થી નાના કદના દૈનિક તરીકે તે ભુજમાંથી પ્રગટ થવા લાગ્યું. 21-7-1956થી કચ્છના સંસદસભ્ય ભવાનજી ખીમજીના પ્રયાસોથી તે વિધિસર સૌરાષ્ટ્ર ટ્રસ્ટને સોંપાયું. ઉત્તરોત્તર એનો વિકાસ થયો. એમાં 1980માં આધુનિક ઑફસેટ મશીન તેમજ પ્રોસેસ સ્ટુડિયો…

વધુ વાંચો >

કરંજિયા આર. કે.

કરંજિયા આર. કે. (જ. 15 સપ્ટેમ્બર 1912; અ. 1 ફેબ્રુઆરી 2008, મુંબઈ) : જાણીતા ભારતીય પત્રકાર તથા ‘બ્લિટ્ઝ’ સાપ્તાહિકના તંત્રી. શિક્ષણ મુંબઈ ખાતે. મુંબઈ યુનિવર્સિટીના સ્નાતક (1932). કૉલેજની કારકિર્દી દરમિયાન નિબંધ તથા વક્તૃત્વની સ્પર્ધાઓમાં અનેક પારિતોષિકો મેળવ્યાં હતાં. મુંબઈનાં અંગ્રેજી દૈનિકોમાં પ્રકાશિત છૂટક લેખોને મળેલી લોકપ્રિયતાથી પત્રકારત્વ તરફ આકર્ષાયા. ‘સન્ડે…

વધુ વાંચો >