Industry Business and Management
ઑડિટિંગ
ઑડિટિંગ : હિસાબોની તપાસની કાર્યવાહી. ઑડિટિંગ એ હિસાબી ચોપડા, ખાતાં અને વાઉચરોની એવી તપાસ છે, જેથી તપાસનારને સંતોષ થાય કે તેને આપવામાં આવેલી માહિતી અને ખુલાસા તથા હિસાબી ચોપડાના આધારે તૈયાર કરેલું પાકું સરવૈયું ધંધાની સાચી અને વાજબી પરિસ્થિતિ દર્શાવે છે, તેમજ ધંધાનું નફાનુકસાન ખાતું સાચો નફો દર્શાવે છે અને…
વધુ વાંચો >ઓપન જનરલ લાયસન્સ (OGL)
ઓપન જનરલ લાયસન્સ (OGL) : પરદેશથી વસ્તુની આયાત માટે પરવાના સુલભ કરવાની જોગવાઈ. મુક્ત આંતરરાષ્ટ્રીય વ્યાપારને લીધે ઊભી થયેલી સમસ્યાઓના નિરાકરણ માટે અને ખાસ કરીને પોતાના દેશનાં આર્થિક હિતોના રક્ષણ માટે આંતરરાષ્ટ્રીય વ્યાપારનું નિયમન કરવાની નીતિ અખત્યાર કરવામાં આવી, જેના ફળસ્વરૂપે આયાતો અંકુશિત બની. બધી જ આયાતોનું સ્વરૂપ એકસરખું હોતું…
વધુ વાંચો >ઑપેક
ઑપેક (Organisation of Petroleum Exporting Countries – OPEC) : ખનિજ-તેલનું ઉત્પાદન તથા તેની કિંમતોનું નિયમન કરવાના હેતુથી ખનિજ-તેલ નિકાસ કરતા દેશોએ 1960માં સ્થાપેલી આંતરરાષ્ટ્રીય સંસ્થા. જાન્યુઆરી, 1961થી સંસ્થાએ ઔપચારિક રીતે કાર્યારંભ કર્યો હતો. પૂરતા પ્રમાણમાં ખનિજ-તેલનો ચોખ્ખો નિકાસયોગ્ય જથ્થો ધરાવતા તથા સમાન આર્થિક હિતોને વરેલા દેશો તેના સભ્ય થઈ શકે…
વધુ વાંચો >ઓવરડ્રાફટ
ઓવરડ્રાફટ : ગ્રાહકની ટૂંકા ગાળાની જરૂરિયાત પૂરી થાય તે હેતુથી બૅંક દ્વારા અપાતા ધિરાણનો એક પ્રકાર. આ પ્રકારનું ધિરાણ અમુક રકમ અને અમુક મુદત માટે મંજૂર કરવામાં આવતું હોય છે. આ સગવડ બૅંક માં ચાલુ ખાતું (current account) ધરાવનાર ગ્રાહકને અપાતી હોય છે. ગ્રાહકની શાખપાત્રતા તથા સધ્ધરતા અનુસાર આ પ્રકારનું…
વધુ વાંચો >ઓવેન, રૉબર્ટ
ઓવેન, રૉબર્ટ (જ. 14 મે 1771, યુ. કે.; અ. 17 નવેમ્બર 1858, યુ. કે.) : ઇંગ્લૅન્ડના સમાજવાદી ઉદ્યોગપતિ અને આદર્શપ્રેમી પ્રયોગલક્ષી ચિંતક. 10 વર્ષની ઉંમરે વણકર તરીકે તાલીમ લીધી. 19 વર્ષની ઉંમરે મૅંચેસ્ટરની એક મોટી મિલમાં સુપરિન્ટેન્ડન્ટ નિમાયા. ટૂંક સમયમાં તેમણે પોતાની કાર્યદક્ષતાથી મિલને દેશની પ્રથમ પંક્તિની મિલ બનાવી. તેના…
વધુ વાંચો >ઓશન લાઇનર
ઓશન લાઇનર : નિયત કરેલાં બંદરો વચ્ચે, નિયત કરેલા પ્રવાસમાર્ગે સફર કરતું જહાજ. બે પ્રકારનાં જહાજ હોય છે (1) માલવાહક અને (2) પ્રવાસીવાહક. કોઈ પણ બંદરે માગણી કરવાથી બંદરનો માલ લઈ જતી આગબોટો(tramp ship)ના કરતાં માલવાહક જહાજોની ગતિ વધુ હોય છે, કારણ કે તેમને નિયત સમયે માલ પહોંચાડવાનો હોય છે.…
વધુ વાંચો >ઔદ્યોગિક ધિરાણ
ઔદ્યોગિક ધિરાણ : ઔદ્યોગિક એકમોની વિભિન્ન પ્રકારની મૂડીવિષયક જરૂરિયાતો સંતોષતી વ્યવસ્થા. વસ્તુઓના ઉત્પાદન માટે જમીન, મકાન અને યંત્રો જેવાં વાસ્તવિક સાધનોની જરૂર પડે છે. તેની ખરીદી માટે ઔદ્યોગિક એકમો પાસે પૂરતા પ્રમાણમાં નાણાં હોય એ જરૂરી છે. આ એકમો સમક્ષ નાણાપ્રાપ્તિના બે માર્ગો છે : આંતરિક માર્ગો – એમાં ઘસારાભંડોળ…
વધુ વાંચો >ઔદ્યોગિક મેળો
ઔદ્યોગિક મેળો : ઔદ્યોગિક ચીજવસ્તુઓનો પ્રચાર કરવાના તથા વેચાણ વધારવાના હેતુથી ચોક્કસ સ્થળે ચોક્કસ સમય દરમિયાન યોજાતું વિશિષ્ટ પ્રદર્શન. વ્યાપાર અને વાણિજ્યની આધુનિક પ્રવૃત્તિમાં પ્રયોજિત કે ઉત્પાદિત વસ્તુના પ્રચારને સવિશેષ મહત્ત્વ આપવામાં આવે છે અને તેના પર ઉત્પાદકો દ્વારા જંગી ખર્ચ કરવામાં આવે છે, જેને વેચાણખર્ચ કહેવામાં આવે છે. ઔદ્યોગિક…
વધુ વાંચો >ઔદ્યોગિક વિકાસ બૅંક
ઔદ્યોગિક વિકાસ બૅંક – ભારતીય (Industrial Development Bank of India – IDBI) : ભારતના ઔદ્યોગિક વિકાસને વિવિધ સેવા દ્વારા પ્રોત્સાહન પૂરું પાડતી સરકાર પ્રેરિત નાણાં સંસ્થા. સ્થાપના : જુલાઈ 1964. ભારતીય રિઝર્વ બૅંકની અંગભૂત અને તેની માલિકી હેઠળની ઔદ્યોગિક ધિરાણ સંસ્થા તરીકે 3.200 કરોડના મૂડીરોકાણથી ઉદય થયો હતો, પરંતુ 1976માં…
વધુ વાંચો >ઔદ્યોગિક શાખ અને મૂડીરોકાણ નિગમ (ભારતીય) (ICICI)
ઔદ્યોગિક શાખ અને મૂડીરોકાણ નિગમ (ભારતીય) (ICICI) : ભારતમાં ખાનગી ઔદ્યોગિક એકમોના વિકાસની પ્રક્રિયામાં મદદરૂપ થવા માટે ઊભી કરવામાં આવેલી વિશિષ્ટ નાણાસંસ્થા. જાન્યુઆરી 1955માં સ્થાપવામાં આવેલું આ નિગમ સંપૂર્ણપણે ખાનગી માલિકીનું સાહસ છે. તેની અધિકૃત મૂડી રૂ. 25 કરોડ અને ભરપાઈ થયેલી મૂડી રૂ. 15 કરોડ છે. નવા ઔદ્યોગિક એકમોના…
વધુ વાંચો >