Industry Business and Management

ઇન્ડિયન ઇન્ડસ્ટ્રિયલ કમિશન

ઇન્ડિયન ઇન્ડસ્ટ્રિયલ કમિશન (1916) : ભારતના ઔદ્યોગિક વિકાસના ઇતિહાસમાં મહત્વનું સ્થાન ધરાવતો આયોગ. ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો મૂળ હેતુ ભારત અને ઇંગ્લૅન્ડ વચ્ચે તૈયાર માલના વિનિમયને પ્રોત્સાહન આપવાનો હતો અને તેથી નિકાસ વ્યાપારની ર્દષ્ટિએ મહત્વ ધરાવતા ભારતીય ઉદ્યોગોને ઉત્તેજન આપવાની નીતિ કંપનીએ સ્વીકારી હતી. પરંતુ તેને લીધે ઇંગ્લૅન્ડના ઉદ્યોગોનાં હિતો જોખમાશે…

વધુ વાંચો >

ઇન્ડિયન ટૅરિફ બોર્ડ

ઇન્ડિયન ટૅરિફ બોર્ડ : બીજા વિશ્વયુદ્ધ દરમિયાન ભારતમાં ઊભા કરવામાં આવેલા ઉદ્યોગોને રક્ષણ આપવા માટેની રજૂઆતો તથા દાવાઓની તપાસ કરવા માટે ભારત સરકારે 1945માં નીમેલું મંડળ. સરકારે બે માર્ગદર્શક સિદ્ધાંતો સૂચવ્યા હતા : (1) ઉદ્યોગનું સંચાલન વિશુદ્ધ અને તંદુરસ્ત વ્યાપારી ધોરણે થતું હોય તો જ તે રક્ષણને પાત્ર ગણાય. (2)…

વધુ વાંચો >

ઇન્ડિયન ફિસ્કલ કમિશન

ઇન્ડિયન ફિસ્કલ કમિશન (1921) : ભારતીય ઉદ્યોગોને વિદેશી હરીફાઈ સામે રક્ષણ આપવાની બાબતની સંપૂર્ણ તપાસ કરવા માટે નિમાયેલું વિત્તીય પંચ. તેના અધ્યક્ષપદે સર ઇબ્રાહીમ રહીમતુલ્લાની વરણી થઈ હતી. આધુનિક સમયનાં યુદ્ધોનું સફળ સંચાલન કરવા માટે દેશનું ઔદ્યોગિક માળખું સધ્ધર હોવું અનિવાર્ય છે. આ જરૂરિયાત ભારતના ઔદ્યોગિક વિકાસની મર્યાદાઓના સંદર્ભમાં પ્રથમ…

વધુ વાંચો >

ઇન્ડિયન મર્ચન્ટ્સ ચેમ્બર

ઇન્ડિયન મર્ચન્ટ્સ ચેમ્બર (1907) : પરદેશી હકૂમતનું ભારતના ઉદ્યોગધંધા પરનું પ્રભુત્વ તોડવાના મૂળભૂત ઉદ્દેશથી સ્થાપવામાં આવેલી વેપાર-ઉદ્યોગની સંસ્થા. ચેમ્બરના સ્થાપક પ્રમુખ સર મનમોહનદાસ રાયજી હતા. ચેમ્બરનું પ્રમુખપદ શોભાવનાર અન્ય અગ્રણીઓમાં સર પુરુષોત્તમદાસ ઠાકુરદાસ, સર લલ્લુભાઈ શામળદાસ, લાલજી નારણજી, વાલચંદ હીરાચંદ, સર હોમી મોદી, મથુરાદાસ વિસનજી, મનુ સૂબેદાર, જે. સી. સેતલવાડ,…

વધુ વાંચો >

ઇન્ડેમ્નિટી બોન્ડ

ઇન્ડેમ્નિટી બોન્ડ : નુકસાન ભરપાઈ ખત. વ્યક્તિ કે સંસ્થાને કોઈ કરારમાંથી સંભવિત નુકસાન ભરપાઈ કરી આપવા માટેનું કરારનામું કે ખતપત્ર. આવી બાંયધરી આપનાર પોતે બે પક્ષો વચ્ચે થતા વ્યવહારમાં પક્ષકાર ન હોવા છતાં આવા વ્યવહાર કે કરારમાંથી ઉદભવી શકે તેવા સંભવિત નુકસાન સામે, નુકસાન વેઠનાર પક્ષને નુકસાન પૂરતું વળતર જ…

વધુ વાંચો >

ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ કંપની સેક્રેટરીઝ ઑવ્ ઇન્ડિયા

ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ કંપની સેક્રેટરીઝ ઑવ્ ઇન્ડિયા : ભારતમાં કંપની સેક્રેટરીઝના વ્યવસાયનો વિકાસ તથા તેનું નિયમન કરવા માટે સ્થપાયેલી સંસ્થા. 1980ના કંપની સેક્રેટરીઝ ઍક્ટ હેઠળ તેની નોંધણી કરવામાં આવી છે. 1960માં કંપની લૉ બૉર્ડે કંપની સેક્રેટરીશિપ અંગેનો અભ્યાસક્રમ ઘડી કાઢ્યો. તે અન્વયે સરકાર દ્વારા ડિપ્લોમા એનાયત કરવાની જોગવાઈ થઈ. તે અભ્યાસક્રમ…

વધુ વાંચો >

ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ કોસ્ટ એન્ડ વર્કસ એકાઉન્ટન્ટ્સ ઑવ્ ઇન્ડિયા

ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ કોસ્ટ એન્ડ વર્કસ એકાઉન્ટન્ટ્સ ઑવ્ ઇન્ડિયા : ભારતના વ્યવસાયી પડતર હિસાબના હિસાબનીશોની રાષ્ટ્રવ્યાપી સંસ્થા. આ ઇન્સ્ટિટ્યૂટની સ્થાપના કંપની અધિનિયમ હેઠળ 1944માં નોંધણી કરાવીને થઈ હતી. ભારત સ્વતંત્ર થયા પછી જુદી જુદી પંચવર્ષીય યોજનાઓના અમલ દરમિયાન ઉદ્યોગીકરણની પ્રક્રિયા ઝડપી બનવાથી પડતર હિસાબી પદ્ધતિનું મહત્વ વધ્યું અને આ અંગેના વ્યવસાયને…

વધુ વાંચો >

ઇન્સ્ટિટ્યૂટ ઓવ્ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ

ઇન્સ્ટિટ્યૂટ ઓવ્ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ : ભારતની ચાર્ટર્ડ ઍકાઉન્ટન્ટ એવા સભ્યોની રાષ્ટ્રવ્યાપી સંસ્થા. ચાર્ટર્ડ ઍકાઉન્ટ્સના વ્યવસાયનો વિકાસ, તેનું માર્ગદર્શન તેમજ નિયમન કરે છે. ‘‘ચાર્ટર્ડ ઍકાઉન્ટન્ટ્સ ઍક્ટ-1949’’ દ્વારા આ સંસ્થા અસ્તિત્વમાં આવી છે. તેની સ્થાપના તા. 1-5-1949ના રોજ કરવામાં આવી છે. આ સંસ્થાનું મુખ્યમથક નવી દિલ્હી ખાતે છે. તેની પાંચ વિભાગીય કચેરીઓ…

વધુ વાંચો >

ઉદ્યોગીકરણ

ઉદ્યોગીકરણ દેશમાં થતા ઉદ્યોગોના વિકાસની પ્રક્રિયા. ઉદ્યોગોના ક્ષેત્રે રોકાયેલા કામદારોની સંખ્યા અને તેમના પ્રમાણમાં વધારો થતો રહે તથા દેશમાં થતી ચીજવસ્તુઓ અને સેવાઓના કુલ ઉત્પાદનમાં ઔદ્યોગિક ઉત્પાદનનો ફાળો વધતો રહે તેને દેશનું ઉદ્યોગીકરણ કહેવામાં આવે છે. દુનિયાના બધા જ વિકસિત દેશોમાં ખેતીની તુલનામાં ઉદ્યોગોના ક્ષેત્રે વધુ પ્રમાણમાં કામદારો રોકાયેલા હોય…

વધુ વાંચો >

એક્ચ્યુઅરિયલ સાયન્સ

એક્ચ્યુઅરિયલ સાયન્સ : જુઓ વીમાગણિત.

વધુ વાંચો >