Indian culture
પંચમહાભૂત સિદ્ધાંત
પંચમહાભૂત સિદ્ધાંત : આ સૃષ્ટિ(જગત)ની ઉત્પત્તિ સંબંધી ભારતીય સંસ્કૃતિના પ્રાચીન ઋષિ-મુનિઓની સાંખ્ય મતાનુસાર માન્યતા. તેને આયુર્વેદના ચરક અને સુશ્રુત બંનેએ સ્વીકારેલ છે. સૃષ્ટિક્રમ : સમગ્ર સૃષ્ટિ 24 (અન્ય મતે 25) તત્વોથી બની છે. સર્વપ્રથમ પુરુષ-સંયોગી પ્રકૃતિ ઉત્પન્ન થાય છે. પ્રકૃતિ સત્વ, રજસ અને તમસ્ આ ત્રણ ગુણોવાળી હોય છે. આવી…
વધુ વાંચો >પંચરાત્ર
પંચરાત્ર : વૈદિક આગમોનો એક પ્રકાર. ભારતીય સંસ્કૃતિ આગમ (તંત્ર) અને નિગમ (વેદ) – ઉભયમૂલિકા છે. ભારતીય ધર્મસંપ્રદાયો, દર્શનો અને સંસ્કૃતિના સમ્યગ્ જ્ઞાન માટે જેટલું નિગમનું મહત્વ છે તેટલું જ આગમનું પણ છે. બલકે, વર્તમાન બધાં જ ભારતીય ધર્મસંપ્રદાયો, દર્શનો અને સંસ્કૃતિ પર વેદોની અપેક્ષાએ આગમશાસ્ત્રોનો અત્યધિક પ્રગાઢ પ્રભાવ જોવા…
વધુ વાંચો >પંડિત ગટ્ટુલાલજી
પંડિત, ગટ્ટુલાલજી (જ. 1844, જૂનાગઢ; અ. 1898, ભાવનગર) : ભારતીય સંસ્કૃતિ અને શુદ્ધાદ્વૈતી પુષ્ટિમાર્ગના પ્રકાંડ વિદ્વાન. શતાવધાની દાર્શનિક, પ્રજ્ઞાચક્ષુ મહાપંડિત. મૂળ ગોકુળના તૈલંગ બ્રાહ્મણ. પિતા પંચનદી ઘનશ્યામ શર્મા કોટા-રાજસ્થાનમાં સ્થિર થયેલા. માતા લાડુબેટીજી જૂનાગઢના ગોસ્વામી વ્રજવલ્લભ મહારાજનાં પુત્રી. બાળપણનું નામ ગોવર્ધન શર્મા પણ સ્નેહથી સહુ ‘ગટ્ટુલાલ’ કહેતા, જે નામ પાછળથી…
વધુ વાંચો >પાળિયા
પાળિયા : પરાક્રમી પુરુષો કે સ્ત્રીઓના બલિદાનનાં ગ્રામીણ સ્મારકો. માનવસંસ્કૃતિની શરૂઆતથી જ માણસ જ્યાં વસ્યો ત્યાં તેણે વીરતા, મમતા, સ્નેહ ને બલિદાનના કાર્યને – એના કરનારાઓને પૂજ્યા છે. આદિકાળથી આજ પર્યંત વીર પૂર્વજોને, તેમના વંશજો કે અનુયાયીઓએ સન્માન્યા છે. આફ્રિકા, યુરોપ, અમેરિકા કે એશિયાના આદિવાસીઓ પોતાની ઢબે પોતાના પૂર્વજોને પૂજે…
વધુ વાંચો >પુરુષ્ણી
પુરુષ્ણી : પંજાબની 5 નદીઓમાંની એકનું પ્રાચીન નામ. વેદકાલીન સપ્તસિંધુમાં પંજાબની 5 નદીઓનો સમાવેશ થાય છે. તેમાંની એક નદીનું નામ ‘પુરુષ્ણી’ હતું. ગ્રીક લેખક આરિસ્તે એને ‘Hydraotes’ નામે નિર્દેશે છે. આરંભિક ઐતિહાસિક કાળમાં ‘પુરુષ્ણી’ નામ લુપ્ત થયું ને એના સ્થાને ‘ઇરાવતી’ નામ પ્રચલિત થયું. શિષ્ટ સંસ્કૃત સાહિત્યમાં જેને ‘ઇરાવતી’ કહે…
વધુ વાંચો >પુરોડાશ
પુરોડાશ : વૈદિક યજ્ઞોમાં દેવની આગળ મૂકવામાં આવતો હવિ. પોતાના પર કૃપા કરવા નિમંત્રાયેલા દેવને ખુશ કરવા તેમની સામે આ હવિ મૂકવામાં આવતો હોવાથી તેને ‘પુરોડાશ’ કહેવામાં આવે છે. મુખ્યત્વે પુરોડાશ જવ કે ચોખા ખાંડીને બનાવેલા લોટને બાંધીને બે હાથ વડે દબાવી રોટલો બનાવવામાં આવે છે. આ રોટલો આકારમાં લંબગોળ…
વધુ વાંચો >પૂજા
પૂજા : હિન્દુ ધર્મ મુજબ દેવ, ગુરુ વગેરે પૂજ્ય અને સંમાન્ય વિભૂતિઓને પ્રસન્ન કરવા માટે તેમને ચંદન, પુષ્પ વગેરે ચડાવી કરવામાં આવતી આરાધના. પ્રાગૈતિહાસિક કાળથી મનુષ્ય જગતમાં થતી અનેક પ્રવૃત્તિઓને નવાઈભરી નજરે જોઈને તેની પાછળ રહેલા સંચાલક-તત્વની લીલા અનુભવી રહ્યો છે. જગતની સંચાલક-શક્તિ પોતાના પર કૃપા વરસાવે અને પોતાનું જીવન…
વધુ વાંચો >પૂર્ણકુંભ
પૂર્ણકુંભ : ફૂલ-પત્તાં વડે સુશોભિત પૂર્ણઘટ સુખસંપત્તિ અને જીવનની પૂર્ણતાનો પ્રતીક. ઘડામાં ભરેલું જળ જીવન કે પ્રાણરસ છે. એના મુખ પર આચ્છાદિત ફૂલ-પત્તાં જીવનનાં નાનાં વિધ આનંદ અને ઉપભોગ છે. માનવ પોતે જ પૂર્ણઘટ છે, એ જ રીતે વિરાટ વિશ્વ પૂર્ણકુંભ છે. ઋગ્વેદમાં જેને પૂર્ણ કે ભદ્રકલશ કહેલ છે તે…
વધુ વાંચો >પોંગલ
પોંગલ : દક્ષિણ ભારતમાં મુખ્તત્વે તમિળનાડુમાં ફસલની મોસમમાં ઊજવવામાં આવતો ઉત્સવ. આ ઉત્સવ સૂર્ય ધનરાશિમાં હોય અને મકર રાશિમાં જાય ત્યારે એટલે માગશર-પોષ માસમાં 14મી ડિસેમ્બરથી 14મી15મી જાન્યુઆરી દરમિયાન ઊજવાય છે. ધનરાશિમાં સૂર્ય નબળો, અશુભ અને રોગકારક હોય છે તેથી તે સમયે, અર્થાત્ ધનુર્માસમાં અશુભ અને રોગમાંથી બચવા માટે ધાર્મિક…
વધુ વાંચો >પૌરાણિક પરંપરા
પૌરાણિક પરંપરા : લોકસમુદાય આગળ પુરાણ વગેરે વાંચી સંભળાવનારા કથાકારોની પરંપરા. ભારતની અનુશ્રુતિ મુજબ વેદગ્રંથો પાયાના ગ્રંથો છે. તે અપૌરુષેય મનાયા છે, અર્થાત્ એમની ઉત્પત્તિ દૈવી છે. બ્રહ્માનાં ચાર મુખોમાંથી ચાર વેદો ઉત્પન્ન થયા. એ વેદોમાં કહેલી ગૂઢ બાબતોને સાચી અને વધુ સ્પષ્ટ રીતે સમજવા-સમજાવવા માટે પુરાણસંહિતાઓ લખાઈ. પુરાણોને એટલા…
વધુ વાંચો >