Imaging
શટર (કૅમેરા)
શટર (કૅમેરા) : કૅમેરામાં પ્રકાશના પ્રવેશને નિયંત્રિત કરવા માટેનું સાધન. મુખ્યત્વે બે પ્રકારનાં શટરનો ઉપયોગ થઈ રહ્યો છે : (1) ‘ટ્વિન લેન્સ’ કૅમેરામાં બે લેન્સ વચ્ચેનું શટર : આમાં બે લેન્સ વચ્ચેના હવાયુક્ત ભાગમાં શટર જડેલું હોય છે. (2) પડદાવાળું શટર : આમાં .35 એમ.એમ.નાં ‘સિંગલ લેન્સ’ અસંખ્ય કૅમેરામાં બે…
વધુ વાંચો >શર્મન, સિન્ડી
શર્મન, સિન્ડી (જ. 1954, અમેરિકા) : આધુનિક અમેરિકન મહિલા ફોટોગ્રાફર. તેમણે બફેલો ખાતે સ્ટેટ યુનિવર્સિટી ઑવ્ ન્યૂયૉર્ક ખાતે ફોટોગ્રાફીનો અભ્યાસ કરેલો. યુવા તરુણ-તરુણીઓની મૉડલ ફોટોગ્રાફી ક્ષેત્રે તેમણે આંતરરાષ્ટ્રીય નામના મેળવી છે. અમેરિકાના પ્રસિદ્ધ પૉપ સામયિક ‘પ્લેબૉય’ના પૂંઠા ઉપર અને અંદર ઘણી વાર તેમણે લીધેલા ફોટોગ્રાફ છપાયા છે. તેમની જાણીતી ફોટો-શ્રેણીઓમાં…
વધુ વાંચો >શાહ, હેમેન્દ્ર અનુપમલાલ
શાહ, હેમેન્દ્ર અનુપમલાલ (જ. 5 માર્ચ 1936, અમદાવાદ, ગુજરાત) : આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવતા ગુજરાતના ફોટોગ્રાફર. પુણેમાં મૅટ્રિક, અમદાવાદની એચ. એલ. કૉમર્સ કૉલેજમાંથી બી.કૉમ. (1957) થયા. અમદાવાદમાં તથા મુંબઈમાં વીમા કંપનીમાં ઉચ્ચ હોદ્દા પર કામગીરી કરી. તેમણે 1962માં પથિક આર્ટ સ્ટુડિયો શરૂ કર્યો, પણ તેમાં જોઈતી સફળતા ન મળી. 1965થી 1984…
વધુ વાંચો >સંઘવી, વસંત ચુનીલાલ
સંઘવી, વસંત ચુનીલાલ (જ. 8 માર્ચ 1938, માંડવી, કચ્છ-ગુજરાત) : પક્ષી જગતના અચ્છા અને ચિત્રાત્મક (pictorial) શૈલીના તસવીરકાર. વેપારી પરિવારના પુત્ર. પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ માંડવીમાં. એસ.એસ.સી. પરીક્ષા પાસ કર્યા પછી માંડવીમાં મહેસૂલ ખાતાની સેવામાં જોડાયા. બાળપણથી જ પેઇન્ટિંગનું આકર્ષણ. કાળક્રમે ફોટોગ્રાફી તરફ ઢળ્યા. પિતા ચુનીલાલની નિશ્રામાં પોતાના નિવાસસ્થાને ફોટોગ્રાફી…
વધુ વાંચો >સાલૉમૉન એરિખ
સાલૉમૉન એરિખ (જ. 1886, બર્લિન, જર્મની; અ. આશરે 1944) : છબી-પત્રકારત્વ(‘ફોટો જર્નાલિઝમ’)નો પાયો નાંખનાર પ્રસિદ્ધ જર્મન છબીકાર. સાલૉમૉન એરિખ શાલેય અભ્યાસ દરમિયાન સાલૉમૉનને સુથારીકામ અને પ્રાણીશાસ્ત્ર(zoology)નો શોખ હતો. મ્યૂનિક યુનિવર્સિટીમાંથી કાયદાશાસ્ત્રનો અભ્યાસ કરી પીએચ.ડી.ની ઉપાધિ પ્રાપ્ત કર્યા પછી 1928માં તેમણે નાનકડો કૅમેરા ખરીદ્યો. એ કૅમેરાને એક બૅગમાં છુપાવીને એક ખૂન…
વધુ વાંચો >સિસ્કીન્ડ આરોન (Siskind Aaron)
સિસ્કીન્ડ, આરોન (Siskind, Aaron) (જ. 1903, ન્યૂયૉર્ક નગર, ન્યૂયૉર્ક, યુ.એસ.; અ. ?) : અમૂર્ત ફોટોગ્રાફી માટે જાણીતા, પ્રભાવક અમેરિકન ફોટોગ્રાફર. ન્યૂયૉર્ક સિટી પબ્લિક સ્કૂલ્સની એક શાળામાં સિસ્કીન્ડ અંગ્રેજી ભાષાના શિક્ષક હતા ત્યારે 1932માં તેમણે ફોટોગ્રાફી કરવી શરૂ કરી. ન્યૂયૉર્ક નગરના અલગ અલગ લત્તાઓમાં અમેરિકન આર્થિક મંદી(the depression)ની અસરોનું દસ્તાવેજી આલેખન…
વધુ વાંચો >સૈયદ આબિદઅલી લાલમિયાં
સૈયદ, આબિદઅલી લાલમિયાં (જ. 1904, વરણાવાડા, બનાસકાંઠા, ગુજરાત; અ. 30 ઑગસ્ટ 1991, પાલનપુર, બનાસકાંઠા, ગુજરાત) : વિખ્યાત તસવીરકાર. આબિદઅલી લાલમિયાં સૈયદ એ. એલ. સૈયદ નામે સવિશેષ જાણીતા છે. મોટાભાઈ ખાનજીમિયાં લાલમિયાં સૈયદે પાલનપુરમાં 1902માં તસવીરકળાની શરૂઆત કરી હતી અને પાલનપુરના નવાબ ઉપરાંત વડોદરા સૌરાષ્ટ્ર બિકાનેર જોધપુર છોટાઉદેપુર-ડુંગરપુર અને કાશ્મીર જેવાં…
વધુ વાંચો >સ્ટાઇગ્લીટ્ઝ આલ્ફ્રેડ
સ્ટાઇગ્લીટ્ઝ, આલ્ફ્રેડ (જ. 1 જાન્યુઆરી 1864, હોબોકેન, ન્યૂ જર્સી, અમેરિકા; અ. 13 જુલાઈ 1946, ન્યૂયૉર્ક નગર, અમેરિકા) : પ્રસિદ્ધ અમેરિકન ફોટોગ્રાફર તથા આધુનિક કલાના પ્રખર પ્રચારક અને પુરસ્કર્તા. ન્યૂયૉર્કના ઊનના એક વેપારીને ત્યાં સ્ટાઇગ્લીટ્ઝનો જન્મ થયેલો. સ્ટાઇગ્લીટ્ઝ સત્તર વરસના હતા ત્યારે 1881માં તેમનું કુટુંબ જર્મની જઈ સ્થિર થયું. ત્યાં સ્ટાઇગ્લીટ્ઝે…
વધુ વાંચો >સ્ટ્રૅન્ડ પૉલ
સ્ટ્રૅન્ડ, પૉલ (જ. 16 ઑક્ટોબર 1890, ન્યૂયૉર્ક નગર, ન્યૂયૉર્ક, અમેરિકા; અ. 31 માર્ચ 1976, પૅરિસ નજીક, ફ્રાન્સ) : પ્રસિદ્ધ અમેરિકન ફોટોગ્રાફર. પરસ્પર અસંગત જણાતા પદાર્થો અને વસ્તુઓની સહોપસ્થિતિ નિરૂપતી ફોટોગ્રાફી કરીને અમૂર્ત અને ઍબ્સર્ડ વલણો પર ભાર મૂકવા માટે તેઓ જાણીતા છે. સત્તર વરસની ઉંમરે સ્ટ્રૅન્ડે લુઇસ હાઇન પાસે ફોટોગ્રાફી…
વધુ વાંચો >સ્મિથ ડબ્લ્યૂ. યુજિન
સ્મિથ, ડબ્લ્યૂ. યુજિન [જ. 20 ડિસેમ્બર 1918, વિચિટા, કૅન્ટુકી, અમેરિકા (યુ.એસ.); અ. 15 ઑક્ટોબર 1978, ટક્સન, એરિઝોના, અમેરિકા (યુ.એસ.)] : લોકચેતનાને સ્પર્શી જાય તેવા ભાવવાહી ફોટોગ્રાફ સર્જવા માટે જાણીતા અમેરિકન ફોટોગ્રાફર. પંદર વરસની ઉંમરથી જ સ્થાનિક અખબારોમાં એક ફોટો-જર્નાલિસ્ટની હેસિયતથી તેમના ફોટોગ્રાફ છપાવા માંડ્યા હતા. કૉલેજમાં અભ્યાસ એક જ વરસ…
વધુ વાંચો >