History of India
તિષ્યરક્ષિતા
તિષ્યરક્ષિતા : સમ્રાટ અશોકની પટરાણી. મૌર્ય રાજવી અશોકને અનેક રાણીઓ હતી. એના અભિલેખોમાં કારુવાકી નામે દ્વિતીય રાણીનો ઉલ્લેખ આવે છે. બૌદ્ધ અનુશ્રુતિ અનુસાર અશોક અવંતિમાં રાજ્યપાલ હતો ત્યારે એ વિદિશાની દેવી નામે શાક્ય પુત્રીને પરણ્યો હતો. અન્ય અનુશ્રુતિ અનુસાર અશોકની અગ્રમહિષી અસન્ધિમિત્રા હતી ને એના મૃત્યુ પછી અશોકે એ સ્થાન…
વધુ વાંચો >તીર્થ
તીર્થ : પાવનકારી સ્થળ, વ્યક્તિ કે ગ્રંથ. જેના વડે તરી જવાય તેનું નામ તીર્થ. મૂળ અર્થ જળાશય કે નદી એવો છે. જળની પાસે આવેલા પવિત્ર કરનારા સ્થળને પણ ‘તીર્થ’ શબ્દથી ઓળખવામાં આવે એ કુદરતી છે. મેલનો નાશ કરી સ્વચ્છ કરનાર જળની જેમ, પાપનો નાશ કરી પવિત્ર કરનાર ઘણી વસ્તુઓ માટે…
વધુ વાંચો >તુકડોજી મહારાજ, (સંત)
તુકડોજી મહારાજ, (સંત) (જ. 29 એપ્રિલ 1909, યાવલી, જિ. અમરાવતી; અ. 10 નવેમ્બર 1968, મોઝરી આશ્રમ, જિ. અમરાવતી) : સ્વાતંત્ર્યસેનાની, રાષ્ટ્રસંત, કવિ અને સમાજ-સુધારક. મૂળ નામ માણિક. પિતાનું નામ બંડોજી. અટક ઠાકુર. પંઢરપુરના વિઠોબા તેમના કુલદેવતા. મરાઠી ત્રણ ધોરણ સુધી ભણ્યા પછી શાળાનો ત્યાગ કર્યો. બાળપણમાં અત્યંત તોફાની અને કેટલીક…
વધુ વાંચો >તુઝૂકે જહાંગીરી
તુઝૂકે જહાંગીરી : મુઘલ બાદશાહ જહાંગીરે લખેલું પોતાનું જીવનવૃત્તાંત. ‘તુઝૂકે જહાંગીરી’માં મુઘલ સમ્રાટ જહાંગીરે પોતાના શાસનનાં પ્રથમ 17 વર્ષ સુધીની ઘટનાઓનું વર્ણન કર્યું છે. તે પછીના તેના શાસનનાં 19મા વર્ષની શરૂઆત સુધીના બનાવો તેના આદેશ પ્રમાણે મુતમિદખાને લખ્યા છે. આ પુસ્તકની ખાસ વિશેષતા તેની મૌલિકતા, સાદગી અને સ્વચ્છતા છે. તેમાં…
વધુ વાંચો >તુષાસ્ફ
તુષાસ્ફ : સમ્રાટ અશોકના શાસન (ઈ. સ. પૂ. 273–237) દરમિયાન ગિરિનગર પ્રાંતનો સૂબો. રાજા મહાક્ષત્રપ રુદ્રદામા 1લાના સમયમાં શક વર્ષ 72–73ના (ઈ. સ. 150-51) અરસામાં ગિરનારના સુદર્શન તળાવના લેખમાં તેનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તેને યવનરાજ કહ્યો છે તેથી તે ગ્રીક હોવાનો સંભવ છે. સામાન્ય રીતે આયોનિયન ગ્રીક માટે આ…
વધુ વાંચો >તેલંગ, કાશીનાથ ત્ર્યંબક
તેલંગ, કાશીનાથ ત્ર્યંબક (જ. 30 ઑગસ્ટ 1850, મુંબઈ; અ. 1 સપ્ટેમ્બર 1893, મુંબઈ) : સુપ્રસિદ્ધ ધારાશાસ્ત્રી, પ્રાચ્યવિદ્યા વિશારદ, સમાજસુધારક તથા ભારતીય રાષ્ટ્રીય કૉંગ્રેસના સ્થાપક સભ્યોમાંના એક. તેમનું કુટુંબ મૂળ ગોવાનું, પરંતુ ઓગણીસમી સદીની શરૂઆતમાં તેમણે મુંબઈ સ્થળાંતર કરેલું. પિતા બાપુ સાહેબ તથા કાકા ત્ર્યંબક મુંબઈમાં ફૉર્બસ કંપનીમાં નોકરી કરતા હતા.…
વધુ વાંચો >તેલંગાણા
તેલંગાણા : ભારતીય દ્વીપકલ્પના દક્ષિણ ભાગમાં આવેલું ભૂમિબંદિસ્ત રાજ્ય. સ્થાન : આ રાજ્ય 18 11´ ઉ.અ. અને 79 1´ પૂ.રે.ની આજુબાજુ આવેલ છે. તેનો વિસ્તાર 1,12,077 ચો.કિમી. જેટલો છે. વિસ્તારની દૃષ્ટિએ ભારતમાં 11મા ક્રમે અને વસ્તીની દૃષ્ટિએ 12મા ક્રમે આવે છે. આ રાજ્યની ઉત્તરે મહારાષ્ટ્ર, પૂર્વે છત્તીસગઢ, અગ્નિએ આંધ્રપ્રદેશ અને…
વધુ વાંચો >તેલંગાણા આંદોલન
તેલંગાણા આંદોલન : આંધ્રના તેલંગણ વિસ્તારમાંની જમીનદારી-પ્રથા વિરુદ્ધનું સશસ્ત્ર આંદોલન. 1947માં ભારતે આઝાદી મેળવ્યા પછી દેશના ભાગલાના પગલે ઊભા થયેલ આર્થિક-સામાજિક પ્રશ્નોની જટિલતાને તેલંગાણાના આંદોલને વધુ ઉગ્ર બનાવી હતી. સામ્યવાદી પક્ષના નેતૃત્વ નીચે તેલંગણ વિસ્તારના લોકોએ જમીનદારો અને જમીનદારીપ્રથા વિરુદ્ધ હિંસક પરિવર્તનનો રાહ અપનાવ્યો. અગાઉના મહામંત્રી પૂરણચંદ્ર જોશીની મવાળ નીતિને…
વધુ વાંચો >તેહરી ગઢવાલ
તેહરી ગઢવાલ : ભારતના ઉત્તરાખંડ રાજ્યના 13 જિલ્લા પૈકીનો જિલ્લો તથા ન્યૂ તહેરી નામ ધરાવતું જિલ્લામથક. ભૌગોલિક સ્થાન – ભૂપૃષ્ઠ : તે 30 38´ ઉ. અ. અને 78 48´ પૂ. રે.ની આજુબાજુ આવેલ છે. આ જિલ્લાની પૂર્વે રુદ્રપ્રયાગ જિલ્લો, પશ્ચિમે દેહરાદૂન જિલ્લો, ઉત્તરે ઉત્તરકાશી જિલ્લો અને દક્ષિણે પૌરી ગઢવાલ જિલ્લા સીમા રૂપે આવેલા…
વધુ વાંચો >તૈમુર લંગ
તૈમુર લંગ (જ. 8 એપ્રિલ 1336, કેશ, સમરકંદ; અ. 17 ફેબ્રુઆરી 1405, ઓત્રાર) : મુઘલ-તુર્ક જાતિનો શાસક અને લશ્કરી વિજેતા. 1360માં એના પિતાનું અવસાન થતાં એને એની બરલા નામની તુર્ક જાતિના વડા તરીકે ચૂંટવામાં આવ્યો. 1367 સુધીમાં એણે પડોશી તુર્ક જાતિઓને હરાવીને રશિયન તુર્કસ્તાન તરીકે ઓળખાતા પ્રદેશ ઉપર સત્તા સ્થાપી…
વધુ વાંચો >