History of India

તક્ષશિલા

તક્ષશિલા : પ્રાચીન ભારતીય સંસ્કૃતિ અને વિદ્યાસંસ્કારના કેન્દ્રરૂપ  જગવિખ્યાત નગરી. પ્રાચીન ભારતના રાવળપિંડી શહેરની પશ્ચિમે પાંત્રીસ કિમી.ના અંતરે આવેલું આ સ્થળ ગાંધાર પ્રાન્તની રાજધાની હતું. રામના ભાઈ ભરતે આની સ્થાપના  કરેલી અને પુત્ર તક્ષને અહીંનો રાજા નીમેલો. એના નામ ઉપરથી આ રાજધાની તક્ષશિલા તરીકે ઓળખાઈ, એવો વાલ્મીકિ રામાયણમાં ઉલ્લેખ છે.…

વધુ વાંચો >

તથાગત ગુપ્ત

તથાગત ગુપ્ત : બૌદ્ધધર્મી રાજવી. યુઅન શ્વાંગે નાલંદા વિહારને મદદ કરનારનાં જે નામ આપ્યાં છે એમાં તથાગત ગુપ્તનું નામ આપ્યું છે. તેણે આ નામ બુધગુપ્ત અને બાલાદિત્ય(નરસિંહગુપ્ત)ની વચ્ચે આપેલું છે તેથી એવી સંભાવના છે કે આ બે રાજા વચ્ચેનો સમય તથાગત ગુપ્તનો રાજ્યકાળનો સમય હતો. ગુપ્ત રાજાઓમાં પ્રકાશદિત્યના નામે કેટલાક…

વધુ વાંચો >

તબકાતે અકબરી

તબકાતે અકબરી : હિંદમાં મુસ્લિમ શાસનની શરૂઆતથી અકબરના શાસનના 39મા વર્ષ સુધીનો ઇતિહાસનો પ્રમાણભૂત ગ્રંથ. લેખક નિઝામુદ્દીન અહમદ હરાવી (1551–1594). પ્રસ્તાવના અને પુરવણી ઉપરાંત નવ પ્રકરણમાં લખાયેલો આ ગ્રંથ ત્રણ ખંડમાં બંગાળની એશિયાટિક સોસાયટી દ્વારા પ્રગટ કરવામાં આવ્યો છે. આ ગ્રંથ ‘તબકાતે અકબરશાહી’ અથવા ‘તારીખે નિઝામી’ના નામથી પણ પ્રચલિત છે.…

વધુ વાંચો >

તબકાતે નાસિરી

તબકાતે નાસિરી : ભારતમાં મુસ્લિમ શાસનના પ્રારંભકાળમાં લખાયેલ ઇતિહાસનો મહત્વનો ગ્રંથ. આ ગ્રંથના લેખકનું નામ મિન્હાજ સિરાજ તરીકે ઓળખાતા મિન્હાજુદ્દીન જુઝજાની (જ. 1193) હતું. દિલ્હીના સુલતાન નાસિરૂદ્દીન મહમુદના શાસનકાળ વખતે  બલબને ઈ. સ. 1254માં દિલ્હીમાં પોતાનું રાજકીય સ્થાન મજબૂત બનાવ્યું. તે સમયે આ ગ્રંથના લેખકને મુખ્ય કાઝી તરીકે નીમવામાં આવ્યા…

વધુ વાંચો >

તબરી

તબરી (જ. 839, આમુલ, તબરિસ્તાન; અ. 922, બગદાદ) : અરબી ઇતિહાસકાર. આખું નામ અલ્લામા અબૂ જાફર મુહમ્મદ બિન જરીર અલ્-તબરી. તબરીનાં બે અરબી પુસ્તકો (1) તફસીર વિષય ઉપર : ‘જામિઉલ બયાન’ (અથવા ‘તફસીરે તબરી’) અને (2) ઇતિહાસ વિષય ઉપર ‘તારીખ-અલ્ ઉમમ વલ મુલૂક’ (અથવા ‘તારીખે તબરી’) સર્વસંગ્રહ તરીકે વિશ્વવિખ્યાત છે.…

વધુ વાંચો >

તાજમહેલ, આગ્રા

તાજમહેલ, આગ્રા : યમુનાની દક્ષિણે આગ્રા નજીક મુઘલ સ્થાપત્યની સિદ્ધિ સમો શાહજહાંએ બંધાવેલ મકબરો. 1631માં બાળકના જન્મ વખતે બુરહાનપુરમાં મૃત્યુ પામેલ તેની બેગમ મુમતાઝની યાદમાં તેણે આ ઇમારતનું બાંધકામ 1632માં શરૂ કરાવેલું. તેને માટેની ભારતીય, ફારસી તથા મધ્ય એશિયાના સ્થપતિઓની પરિકલ્પનાને મૂર્તિમંત કરવા 20,000 કારીગરોએ 16 વર્ષ સુધી કામ કરેલું.…

વધુ વાંચો >

તાજુલ મઆસિર

તાજુલ મઆસિર : કુત્બુદ્દીન અને અલ્તમશના શાસનનો ઇતિહાસગ્રંથ. તેના લેખકનું નામ હસન નિઝામી અથવા તાજુદ્દીન હસન બિનનિઝામી હતું. 1205માં હસન નિઝામીએ તાજુલ મઆસિર લખવાની શરૂઆત કરી. આ ગ્રંથમાં 1217 સુધીની ઘટનાઓ તેમજ બનાવો નોંધાયા છે. તાજુલ મઆસિર કુત્બુદ્દીન ઐબક અને સમશુદ્દીન અલ્તમશનો ઇતિહાસ હોવાથી તેની ઘણી અગત્ય છે. અલ્તમશના શાસનકાળનાં…

વધુ વાંચો >

તાતા, જમશેદજી નસરવાનજી

તાતા, જમશેદજી નસરવાનજી (જ. 3 માર્ચ 1839, નવસારી; અ. 19 મે 1904, નાઉહાઇમ, જર્મની) : અર્વાચીન ઔદ્યોગિક ભારતના પ્રણેતા (pioneer) અને ભારતની સૌથી વધુ દૂરંદેશીભરી વ્યાપારી પેઢીના સ્થાપક. પ્રાથમિક શિક્ષણ વતનમાં લીધા પછી 14 વર્ષની વયે તેઓ મુંબઈની એલ્ફિન્સ્ટન ઇન્સ્ટિટ્યૂટમાં દાખલ થયા અને 17 વર્ષની વયે એલ્ફિન્સ્ટન કૉલેજમાં અભ્યાસ શરૂ…

વધુ વાંચો >

તાતા, જહાંગીર રતનજી દાદાભાઈ

તાતા, જહાંગીર રતનજી દાદાભાઈ (જ. 29 જુલાઈ 1904, પૅરિસ; અ. 30 નવેમ્બર 1993, જિનીવા) : ભારતના પ્રથમ પંક્તિના ઉદ્યોગપતિ. જમશેદજી તાતાના પિતરાઈ ભાઈ (રતનજી દાદાભાઈ)ના પુત્ર. તેમનો જન્મ રતનજી તાતાની ભારતીય પારસી પરંપરાને સંપૂર્ણ સ્વીકારનાર ફ્રેંચ પત્ની સુઝેનની કૂખે થયો હતો. બાળપણ ત્રણ બહેનો સાથે ફ્રાંસ અને મુંબઈ વચ્ચે વિતાવ્યું.…

વધુ વાંચો >

તાતા, મહેરબાઈ

તાતા, મહેરબાઈ (જ. 10 ઑક્ટોબર 1879, મુંબઈ; અ. 18 જૂન 1931, નૉર્થ વેલ્સ, ઇંગ્લૅન્ડ) : ભારતના પારસી પરિવારની મહાન સખાવતી સમાજસેવી મહિલા. પિતા કર્નલ હોરમસજી જે. ભાભા, મૈસૂર રાજ્યના ઇન્સ્પેક્ટર જનરલ ઑવ્ એજ્યુકેશન હતા. આથી મહેરબાઈને તેમના કુટુંબમાં બચપણથી જ સ્વતંત્રતાને પોષક વાતાવરણ સાંપડ્યું. તેમને અંગ્રેજી સાહિત્યનો શોખ હોવા સાથે…

વધુ વાંચો >