History of India
ખડકસિંગ, બાબા
ખડકસિંગ, બાબા (જ. 6 જૂન 1867, સિયાલકોટ, પાકિસ્તાન; અ. 6 ઑક્ટોબર 1963, નવી દિલ્હી) : રાષ્ટ્રવાદી શીખ નેતા, સ્વાતંત્ર્યસેનાની તથા શિરોમણિ અકાલી દલના સ્થાપક-પ્રમુખ. તે બાબા ખડકસિંગ તરીકે ઓળખાતા હતા. શરૂઆતનું શિક્ષણ સિયાલકોટ ખાતે. પંજાબ યુનિવર્સિટીના સ્નાતક. પિતાના મૃત્યુને કારણે કાયદાનો અભ્યાસ અધવચ્ચે છોડવો પડ્યો. શીખોને આધુનિક શિક્ષણ આપવાના હિમાયતી.…
વધુ વાંચો >ખરે, નારાયણ ભાસ્કર
ખરે, નારાયણ ભાસ્કર (જ. 16 માર્ચ 1882, નેરે, કોલાબા જિલ્લો; અ. 1969, નાગપુર) : ભારતના અગ્રણી રાજદ્વારી નેતા અને સામાજિક કાર્યકર. 1896 સુધી મુંબઈમાં અને ત્યાર બાદ જબલપુરમાં અભ્યાસ કરી 1897માં મૅટ્રિક અને 1902માં બી.એ. થયા. તે પછી સરકારની શિષ્યવૃત્તિ મેળવી. 1907માં લાહોર મેડિકલ કૉલેજમાંથી એમ.બી.ની પરીક્ષામાં સુવર્ણચંદ્રક સાથે પ્રથમ…
વધુ વાંચો >ખરે, વાસુદેવ શાસ્ત્રી
ખરે, વાસુદેવ શાસ્ત્રી (જ. 5 ઑગસ્ટ 1858, ગુહાગર, રત્નાગિરિ જિલ્લો; અ. 11 જૂન 1924, મિરજ) : વિખ્યાત ઇતિહાસસંશોધક તથા મરાઠી ગ્રંથકાર. પરંપરાગત પદ્ધતિ દ્વારા સતારાના અનંત શાસ્ત્રી ગજેન્દ્રગડકરના માર્ગદર્શન હેઠળ સંસ્કૃત ભાષા અને સાહિત્યનો અભ્યાસ. 1878માં પુણે આવ્યા અને જૂના ગ્રંથોના જીર્ણોદ્ધારના કાર્યને સમર્પિત સામયિક ‘કાવ્યેતિહાસસંગ્રહ’ના સંસ્કૃત વિભાગના સંપાદનકાર્યમાં જોડાયા.…
વધુ વાંચો >ખલજી વંશ
ખલજી વંશ : ઈ.સ. 1290માં જલાલુદ્દીન ફિરોજશાહે દિલ્હીમાં સ્થાપેલો વંશ. ખલજી લોકો હેલમંડ નદીના બંને કાંઠે વસતા હતા. મધ્ય એશિયામાંથી તેમને મૉંગલોના આક્રમણને કારણે સ્થળાંતર કરીને અફઘાનિસ્તાનમાં ખલ્જ પ્રદેશમાં વસવું પડ્યું હતું. આથી તેમનો વંશ ખલજી વંશ કહેવાયો. તેઓ મૂળ તુર્ક જાતિના હતા પણ અફઘાનિસ્તાનમાંના લાંબા વસવાટને કારણે તેમણે અફઘાન…
વધુ વાંચો >ખાકસાર ચળવળ
ખાકસાર ચળવળ : ભારતના ભાગલા પૂર્વે લાહોરમાં સ્થપાયેલું મુસ્લિમ લશ્કરી સંગઠન. ઇનાયતુલ્લાખાન ઉર્ફે અલ્લામા મશરકીએ આ સંગઠનની 26 ઑગસ્ટ 1930ના રોજ સ્થાપના કરી હતી. અફઘાનિસ્તાન, તુર્કસ્તાન અને વાયવ્ય સરહદ પ્રાંતની જેમ બલૂચિસ્તાન, પંજાબ, સંયુક્ત પ્રાંતો (ઉત્તરપ્રદેશ) અને બંગાળમાં મુસ્લિમ સત્તા સ્થાપી એક ઇસ્લામી સામ્રાજ્ય ઊભું કરી સમગ્ર ભારતમાં મુસ્લિમ વર્ચસ…
વધુ વાંચો >ખાન, અબ્દુલ ગફારખાન
ખાન, અબ્દુલ ગફારખાન (જ. 3 જૂન 1890, ઉતમાનઝાઈ, જિ. પેશાવર; અ. 20 જાન્યુઆરી 1988, પેશાવર) : મહાત્મા ગાંધીના સંનિષ્ઠ અનુયાયી, ભારતના અગ્રણી સ્વાતંત્ર્યસેનાની, પ્રખર રાષ્ટ્રવાદી નેતા તથા સ્વાયત્ત પખ્તુનિસ્તાનના હિમાયતી. મોહમદઝાઈ પઠાણ કબીલાના અગ્રણી કુટુંબમાં જન્મ. પિતા ખાનસાહેબ બહેરામખાન ગામડાના મુખી હતા. માતા અને પિતા ઊંડી ધાર્મિક વૃત્તિવાળાં હતાં. 1857ના…
વધુ વાંચો >ખાન આરિફ મહમ્મદખાન
ખાન, આરિફ મહમ્મદખાન (જ. 18 નવેમ્બર 1951; બુલંદ શહેર) : શાહબાનુ કેસમાં મુસ્લિમ સ્ત્રીઓ માટેનું પ્રત્યાઘાતી તલ્લાક બિલ લોકસભામાં પસાર થતાં તેના વિરોધમાં રાજીનામું આપનાર ઉદારમતવાદી પ્રધાન અને મુસ્લિમ નેતા. પિતાનું નામ આશિક મહમ્મદખાન, માતા જનાબ બેગમ. વિદ્યાર્થી-અવસ્થામાં 1971-72 દરમિયાન અલીગઢ યુનિવર્સિટીના વિદ્યાર્થી-મંડળના તેઓ સેક્રેટરી તથા 1972-73 દરમિયાન તેના પ્રમુખ…
વધુ વાંચો >ખાનેખાનાન
ખાનેખાનાન (જ. 17 ડિસેમ્બર ઈ. સ. 1556, દિલ્હી; અ. 1 ઑક્ટોબર ઈ. સ. 1627, આગ્રા) : મુઘલ સમ્રાટ અકબરના સામ્રાજ્યના પ્રથમ વકીલ (વડા પ્રધાન) બહેરામખાનનો પુત્ર અને તુર્કમાન લોકોની બહારલૂ શાખાનો વંશજ. સમ્રાટ હુમાયૂંએ તેનું નામ અબ્દુર્રહીમ રાખ્યું હતું. પિતાના અવસાન સમયે ચાર વર્ષનો હોવાથી અકબરની છત્રછાયા હેઠળ તે મોટો…
વધુ વાંચો >ખાનેખાનાન બહેરામખાન
ખાનેખાનાન બહેરામખાન (જ. 18 જાન્યુઆરી 1501, બદખ્શાં; અ. 31 જાન્યુઆરી 1561, પાટણ, ગુજરાત) : હુમાયૂંના દરબારનો એક મહત્ત્વનો કવિ અને હુમાયૂંનો વફાદાર સેનાની. બદખ્શાંમાં કરાકૂમલૂ કબીલામાં તે જન્મેલ. તેમની માતા જમાલખાન મેવાતીનાં પુત્રી હતાં. તેમણે બલ્ખમાં શિક્ષણ પ્રાપ્ત કર્યું હતું. સોળ વર્ષની નાની વયે તે હુમાયૂંની સાથે જોડાયા અને તેના…
વધુ વાંચો >ખાપર્ડે, ગણેશ શ્રીકૃષ્ણ (દાદાસાહેબ)
ખાપર્ડે, ગણેશ શ્રીકૃષ્ણ (દાદાસાહેબ) : (જ. 27 ઑગસ્ટ 1854, ઇંગોલી, વરાડ; અ. 1 જુલાઈ 1938, અમરાવતી) : અગ્રણી રાજદ્વારી નેતા. પિતા શ્રીકૃષ્ણ વરાડમાં સરકારી નોકરીમાં હતા. શરૂઆતનું શિક્ષણ નાગપુર, અમરાવતી અને અકોલા ખાતે. 1872માં મૅટ્રિક, 1877માં મુંબઈની એલ્ફિન્સ્ટન કૉલેજમાંથી બી.એ. 1877-78 દરમિયાન કૉલેજમાં ફેલો. 1884માં એલએલ.બી. 1885-90 દરમિયાન વરાડ પ્રાંતમાં…
વધુ વાંચો >