History of India
કિરાત (મૉંગોલોઇડ)
કિરાત (મૉંગોલોઇડ) : પ્રાચીન સમયમાં ઉત્તરાપથમાં વસતી એક અનાર્ય જાતિ. આ લોકો પીળો વર્ણ, ચપટો ચહેરો, ઊપસેલા ગાલ, બદામી આકારની આંખો અને શરીર તેમજ ચહેરા પર ખૂબ ઓછી રુવાંટી ધરાવતા હતા. આ લોકોની બે શાખાઓ મળે છે : (1) પૂર્વ મૉંગોલ અને (2) તિબેટી મૉંગોલ. પૂર્વ મૉંગોલમાં (અ) લાંબા માથાવાળા…
વધુ વાંચો >કિસાન-આંદોલન
કિસાન-આંદોલન : જમીનના પ્રશ્નો અંગે કિસાનો દ્વારા ચાલતી ચળવળ. કિસાનોને સ્પર્શતી સમસ્યાઓમાં જમીન-મહેસૂલનું ભારણ, વસૂલાતની સખતાઈ, જંગલોની જાળવણી, વન્ય પ્રાણીઓનો ત્રાસ, જંગલ અને મહેસૂલ ખાતાના અધિકારીઓની પજવણી તથા શરાફોની શોષણનીતિ વગેરે ગણાવી શકાય. પ્રથમ વિશ્વયુદ્ધ પછી તેના પર્યાય તરીકે કૃષિ-તનાવ (agrarian tension), કિસાન-ચળવળ (peasant uprising), કૃષિ-સંઘર્ષ (agrarian conflict), કિસાન-બળવો (peasant…
વધુ વાંચો >કુઝુલ કડફીસીસ
કુઝુલ કડફીસીસ (પહેલી સદી) : કુશાન વંશનો પ્રથમ રાજવી. તેના સિક્કા કાબુલ તેમજ વાયવ્ય પ્રદેશમાંથી મળી આવ્યા છે. તે પ્રદેશમાં તે રાજ્ય કરતો. એની પહેલાં કાબુલમાં યવનોની સત્તા હતી. હર્મિયસ નામે યવન એ પ્રદેશ પર રાજ્ય કરતો. તક્ષશિલા પર કુઝુલ કડફીસીસની સત્તા હતી. તેને કી-પીનનો સ્વામી કહેવામાં આવ્યો છે. આ…
વધુ વાંચો >કુણાલ
કુણાલ : મૌર્ય સમ્રાટ અશોકનો પુત્ર. અશોકની યુવાન પત્ની તિષ્યરક્ષિતા આ સાવકા પુત્રના પ્રેમમાં પડી હતી. અનુશ્રુતિ અનુસાર રાણીએ રાજપુત્ર સાથે અનૈતિક સંબંધોની માગણી કરી, જેનો કુમારે અસ્વીકાર કરતાં રાણીએ બદલો લઈ એને અંધ કરાવ્યો. અંધ રાજપુત્રે બોધિગયામાં બૌદ્ધ અર્હત ઘોષની પ્રેરણાથી ધ્યાન કરીને ગયેલી દૃષ્ટિ પાછી મેળવેલી. યુઆન શ્વાંગે…
વધુ વાંચો >કુમારગુપ્ત 1લો
કુમારગુપ્ત 1લો (આશરે ઈ. સ. 415થી 456) : મગધના ગુપ્તવંશના પ્રસિદ્ધ સમ્રાટ. મહેન્દ્રાદિત્ય તરીકે પણ તે ઓળખાતા. પિતા ચંદ્રગુપ્ત વિક્રમાદિત્ય, માતા ધ્રુવદેવી. વારસામાં મળેલ વિશાળ સામ્રાજ્યને સાચવી રાખ્યું. તેમના સિક્કા પર કુમાર કાર્તિકેયની છાપ છે. સિક્કાના અગ્રભાગ પર મોરને ચણ આપતા રાજાની છાપ છે. પૃષ્ઠભાગ પર કાર્તિકેય મયૂરારૂઢ છે. લખાણમાં…
વધુ વાંચો >કુમારગુપ્ત 2જો
કુમારગુપ્ત 2જો (ઈ. સ. 473થી ઈ. સ. 476) : ગુપ્ત સમ્રાટ સ્કંદગુપ્ત કે પુરુગુપ્ત પછી સિંહાસનારૂઢ થયેલો રાજવી. સારનાથની બૌદ્ધ પ્રતિમાની પીઠિકા પર કોતરેલો તેમનો એકમાત્ર અભિલેખ ઉપલબ્ધ છે, જેમાં ગુપ્ત સંવત 154(ઈ. સ. 473)માં એમનું શાસન હોવાનો ઉલ્લેખ છે. આ લેખમાં રાજાની વંશાવળી આપી નથી. સંભવત: એ સ્કંદગુપ્તનો પુત્ર…
વધુ વાંચો >કુમારગુપ્ત 3જો
કુમારગુપ્ત 3જો (ઈ. સ. 508-509) : ગુપ્ત સમ્રાટ નરસિંહગુપ્ત પછી મિત્રદેવીથી ઉત્પન્ન થયેલો તેમનો પુત્ર. આ રાજવીની માટીની મુદ્રાઓ નાલંદામાંથી અને ધાતુ-મુદ્રા ભીતરીમાંથી ઉપલબ્ધ થઈ છે. એમના સુવર્ણના સિક્કા પર ‘શ્રી ક્રમાદિત્ય’ એવું એમનું બિરુદ મળે છે. અગાઉના ગુપ્ત સમ્રાટોના સિક્કાની અપેક્ષાએ આ રાજાના સુવર્ણના સિક્કાનું વજન વધારે હતું પરંતુ…
વધુ વાંચો >કુમારદેવી
કુમારદેવી : વૈશાલીના પ્રાચીન પ્રજાતંત્ર રાજ્ય લિચ્છવી કુળની રાજકુમારી. કુમારદેવી ગુપ્ત સમ્રાટ ચંદ્રગુપ્ત પહેલા(લગભગ ઈ. સ. 319થી 330)ની પટ્ટમહિષી હતી. લિચ્છવી રાજકુમારી સાથેના ચંદ્રગુપ્ત પહેલાના લગ્ન બાદ ગુપ્ત સામ્રાજ્યના ઉત્કર્ષનો પ્રારંભ થયો. આથી આ ઘટનાનું ઇતિહાસમાં વિશેષ મહત્વ છે. સમુદ્રગુપ્તના અલ્લાહાબાદ પ્રશસ્તિલેખમાં એ કુમારદેવીનો પુત્ર હોઈ એને ‘લિચ્છવીઓનો દૌહિત્ર’ કહ્યો…
વધુ વાંચો >કુરુઓ
કુરુઓ : ઐલવંશમાં અગ્રિમ સ્થાન પામેલા ભારતીય આર્યોની એક ટોળી. કુરુના નામ પરથી તેમનો પ્રદેશ ‘કુરુક્ષેત્ર’ તરીકે ઓળખાયો. એનું પાટનગર મેરઠ પાસે ગંગાતટે આવેલું હસ્તિનાપુર હતું. એમના વંશમાં શંતનુ નામે પ્રતાપી રાજા થયા. એમના પુત્ર વિચિત્રવીર્યની બે રાણીઓને ધૃતરાષ્ટ્ર અને પાંડુ નામે ક્ષેત્રજ પુત્ર થયા. ધાર્તરાષ્ટ્રો અને પાંડવો વચ્ચેનો સંઘર્ષ…
વધુ વાંચો >કુરુ-પાંચાલો
કુરુ-પાંચાલો : પ્રાચીન ભારતની શક્તિશાળી ચંદ્રવંશી જાતિઓ. તે એકબીજાની મિત્ર અને મદદગાર હતી. વૈદિક સમયમાં કુરુ વંશ અને ભરત વંશના લોકો એક બનીને કુરુ તરીકે ઓળખાયા, જ્યારે તુર્વસુ અને ક્રિવી વંશના લોકો સંયુક્ત બનીને પાંચાલો તરીકે ઓળખાયા. એ પછી કુરુ અને પાંચાલ એક બનીને કુરુ-પાંચાલો તરીકે ઓળખાયા. બ્રાહ્મણો રચાયાં તે…
વધુ વાંચો >