History of India

ઓરિસા (ઓડિશા)

ઓરિસા (ઓડિશા) ભારતમાં પૂર્વદિશાએ અને અગ્નિખૂણા પર દરિયાકિનારે આવેલું રાજ્ય. સ્થાન અને સીમા : 170 48′ અને 220 ૩4′ ઉ. અ. અને 810 42′ અને 870 29′ પૂ. રે. વચ્ચે આવેલા ઓરિસા કે ઉડિસાનો કેટલોક ભાગ કલિંગ, ઓડ્ર અને ઉત્કલ તરીકે ઓળખાતો હતો. તેનું ક્ષેત્રફળ 1,55,707 ચો.કિમી. છે. વસ્તી :…

વધુ વાંચો >

ઔફ સદીદુદ્દીન

ઔફ સદીદુદ્દીન : પયગમ્બર સાહેબના સાથી અબદુ રહેમાન બિન ઔફના વંશજ અને સાતમી સદીની શરૂઆતમાં થઈ ગયેલા મશહૂર વિદ્વાન. તેમનો જન્મ અને અભ્યાસ બુખારામાં થયો હતો. જ્ઞાન-સંપાદનાર્થે તેમણે સમગ્ર ઈરાનની સફર ખેડી. ત્યાંના વિદ્વાનો, કવિઓ અને સંતોનો સત્સંગ કર્યો. 1206માં નિશાપુરમાં મજદુદ્દીન શરફ બગદાદીનાં ધાર્મિક પ્રવચનોનો લાભ લીધો. પછી ગઝની…

વધુ વાંચો >

ઔરંગઝેબ – આલમગીર

ઔરંગઝેબ – આલમગીર [જ. 3 નવેમ્બર 1618, દાહોદ, ગુજરાત; અ. 3 માર્ચ 1707, અહમદનગર (શાસનકાળ 1658-1707)] : વિશાળ મુઘલ સામ્રાજ્યના અસ્ત સમયનો છઠ્ઠો અને છેલ્લો મહાન સમ્રાટ. આખું નામ મુહીયુદ્દીન મુહમ્મદ ઔરંગઝેબ. આ સામ્રાજ્યની પડતીની સાથે ભારતમાં બ્રિટિશ સત્તાની શરૂઆત થઈ. ઔરંગઝેબ કુશળ અને કાર્યક્ષમ વહીવટકર્તા, ર્દઢ મનોબળ સાથે શંકાશીલ…

વધુ વાંચો >

કકુત્સ્થ (પૌરાણિક ઇતિહાસ)

કકુત્સ્થ (પૌરાણિક ઇતિહાસ) : સૂર્યવંશના મનુવૈવસ્વતના પુત્ર ઇક્ષ્વાકુનો પૌત્ર. એનો પિતા વિકુક્ષિ અપરનામ શશાદ ઇક્ષ્વાકુનો જ્યેષ્ઠ પુત્ર હતો. આડિબક અસુર સાથેના યુદ્ધમાં ઇન્દ્રે તેની સહાય લીધેલી. વૃષભરૂપધારી ઇન્દ્રની ખાંધે બેસી તેણે આડિબકને પરાજિત કર્યો એથી એ કકુત્સ્થ (કકુદ્ + સ્થ = ખાંધ પર બેઠેલો) નામે ઓળખાયો. એનાં બીજાં બે નામ…

વધુ વાંચો >

કઠ જાતિ

કઠ જાતિ : સિકંદરનો પંજાબમાં સામનો કરનાર વીર જાતિ. તેનો ઉપનિષદોમાં તથા યાસ્ક, પાણિનિ, પતંજલિ અને કાશ્મીરના સાહિત્ય વગેરે દ્વારા ઉલ્લેખ થયો છે. તેના મર્ચ, ઉદીચ્ય અને પ્રાચ્ય એવા ત્રણ પેટાવિભાગો હતા. ઉદીચ્ય કઠો આલ્મોડા, ગઢવાલ, કુમાઉં, કાશ્મીર અને અફઘાનિસ્તાનમાં વસતા હતા. મૂળ ખોતાન, સીસ્તાન, શકસ્તાન તથા મધ્ય એશિયામાં લાંબો…

વધુ વાંચો >

કણ્વવંશ

કણ્વવંશ (ઈ. પૂ. 75થી ઈ. પૂ. 30) : શુંગકાળ પછીનો રાજવંશ. શુંગરાજ દેવભૂતિનો ઘાત કરાવનાર વસુદેવથી કણ્વવંશની શરૂઆત થાય છે. કણ્વ અથવા કાણ્વાયન રાજવંશમાં ચાર રાજાઓ થઈ ગયા. તેમનાં નામ વસુદેવ, ભૂમિમિત્ર, નારાયણ અને સુશર્મા. તેમણે મગધમાં અનુક્રમે 9, 14, 12 અને 10 વર્ષ અર્થાત્ કુલ 45 વર્ષ સુધી રાજ્ય…

વધુ વાંચો >

કથિક રાજવંશ

કથિક રાજવંશ : એક અલ્પખ્યાત રાજવંશ. ‘રુદ્રસેનના રાજકાળ દરમિયાનનું કથિક રાજાઓનું 127 વર્ષ’ એવું વિધાન દેવની મોરીના મહાસ્તૂપના પેટાળમાંથી પ્રાપ્ત શૈલસમુદ્ગકમાં કોતરેલું છે. આ કથિક રાજાઓ ભારતીય ઇતિહાસમાં જાણીતા નથી. રુદ્રસેન સાથે એમનો સંબંધ પણ સ્પષ્ટ થતો નથી. કથિકોના સિક્કા અહીંથી મળ્યા નથી. આ કથિકો પંજાબના કઠકો હોવાનો એક મત…

વધુ વાંચો >

કદંબ વંશ

કદંબ વંશ : માનવ્ય ગોત્રના અહિચ્છત્રના બ્રાહ્મણ મયૂર શર્માએ સ્થાપેલો વંશ. વેદના વિશેષ અધ્યયન માટે મયૂર શર્મા કાંચીપુરમ્ ગયા હતા. ત્યાં પલ્લવરાજના અધિકારીએ તેમનું અપમાન કરતાં તેમણે શાસ્ત્રો છોડીને શસ્ત્રો ધારણ કર્યાં અને શ્રીપર્વત (શ્રીશૈલ) આસપાસનો જંગલવાળો પ્રદેશ કબજે કરી કદંબ વંશની સ્થાપના કરી. સામનીતિ અપનાવી તથા આક્રમણ કરી તેમણે…

વધુ વાંચો >

કનિષ્ક

કનિષ્ક (ઈ. સ. 78ની આસપાસ) : ઉત્તર ભારત અને મધ્ય એશિયામાં આણ પ્રવર્તાવનાર, બૌદ્ધ ધર્મનો આશ્રયદાતા, શક સંવતની સ્થાપના કરનાર કુશાણ વંશનો મહાન સમ્રાટ. તેના શાસનકાળનો સમય નિશ્ચિત નથી. કેટલાકના મતે તે ઈ. સ. 78માં ગાદીએ બેઠો અને 23 કે 24 વર્ષ રાજ્ય કર્યું અને શક સંવત તેણે પ્રવર્તાવ્યો. ફ્લીટ…

વધુ વાંચો >

કમ્બોજ

કમ્બોજ : ઈ.પૂ. છઠ્ઠી સદીમાં ઉત્તર ભારતનાં સોળ મહાજનપદોમાંનું એક રાજ્ય. કમ્બોજનો સમાવેશ ઉત્તરાપથમાં થતો હતો. પ્રાચીન સાહિત્ય અને અશોકના શિલાલેખોમાં તેને ગંધાર સાથે જોડવામાં આવ્યું છે. ત્યાંના લોકો કમ્બોજ કહેવાતા. તેમના કબજામાં રાજોરીની આસપાસનો પ્રદેશ અથવા પ્રાચીન રાજપુર, વાયવ્ય સરહદ પ્રાંતનો હજારા જિલ્લો અને તેનો વિસ્તાર ઘણુંખરું કાફિરિસ્તાન સુધી…

વધુ વાંચો >