Gujarati literature

સંપાદન (સાહિત્ય)

સંપાદન (સાહિત્ય) સાહિત્યસામગ્રીની પસંદગી સાથે સંકળાયેલી એક મહત્ત્વની પ્રવૃત્તિ. ‘સંપાદન’ શબ્દ સંસ્કૃતનો છે, પણ એની સંકલ્પના અંગ્રેજી ‘Editing’ શબ્દમાંથી લીધી છે. સંસ્કૃતમાં संपादन​ શબ્દ છેક વૈદિક સાહિત્યમાં પ્રયોજાયો છે. તે પછી સંસ્કૃત પ્રશિષ્ટ સાહિત્યમાં પણ તે શબ્દ પ્રયોજાતો રહ્યો છે; પરંતુ સંસ્કૃતમાં संपादन​ શબ્દનો અર્થ ‘પૂર્ણ કરવું’, ‘મેળવવું’ એવો છે,…

વધુ વાંચો >

સાગર

સાગર (જ. 7 ફેબ્રુઆરી 1883, જંબુસર; અ. 17 ઑગસ્ટ 1936) : મસ્તરંગના ગુજરાતી કવિઓમાંના એક. મૂળ નામ જગન્નાથ. પિતાનું નામ દામોદરદાસ અને માતાનું નામ રુક્મિણી. અવટંકે ત્રિપાઠી. અભ્યાસ સાત ધોરણ સુધીનો. ‘ગુજરાત વર્નાક્યુલર સોસાયટી’ના કોશકાર્ય સાથે પણ તેઓ સંકળાયેલા. કેટલોક સમય ‘જ્ઞાનસુધા’નું સંપાદન. બાળપણથી હરિ-રંગે રંગાયેલા. કલાપીના શિષ્ય બન્યા પછી…

વધુ વાંચો >

સાગરનંદિન્

સાગરનંદિન્ (12મી સદી) : પ્રાચીન ભારતીય નાટ્યશાસ્ત્રી અને ‘નાટકલક્ષણરત્નકોશ’ નામના ભારતીય નાટ્યવિવેચન વિશેના ગ્રંથના લેખક. તેમના જીવન વિશે વિગતો મળતી નથી. તેથી તેમના સમય વિશે પણ અનુમાનનો આશ્રય લેવો પડે છે. ‘અમરકોશ’ પરની ‘પદાર્થચંદ્રિકા’ નામની ટીકામાં રાયમુકુટ નામના તેના ટીકાકારે ‘નાટકલક્ષણરત્નકોશ’નો ઉલ્લેખ કર્યો છે. આ ટીકા 1431માં લખાઈ છે, તેથી…

વધુ વાંચો >

સાપના ભારા (1936)

સાપના ભારા (1936) : ગુજરાતના ગાંધીયુગીન મૂર્ધન્ય કવિ ઉમાશંકર જોશીનો પ્રથમ એકાંકીસંગ્રહ. એમાં 11 સામાજિક એકાંકીઓ છે. આ સંગ્રહ ઉમાશંકરે એમના પિતાશ્રીને અર્પણ કરેલો છે અને તેમાં પ્રારંભે રામનારાયણ વિ. પાઠકનો પરિચયલેખ છે. એ પરિચયલેખમાં રા. વિ. પાઠકે ગુજરાતનાં મર્યાદિત નાટકસાહિત્યમાં આ એકાંકીઓને વિશિષ્ટ સ્થાનના અધિકારી ગણાવ્યાં છે. આ નાટકો…

વધુ વાંચો >

સાહિત્યદર્પણ

સાહિત્યદર્પણ : વિશ્વનાથકૃત ભારતીય અલંકારશાસ્ત્ર અને નાટ્યશાસ્ત્રનો જાણીતો ગ્રંથ. ‘સાહિત્યદર્પણ’માં દસ પરિચ્છેદો છે. પ્રથમ પરિચ્છેદમાં કાવ્યપ્રયોજન, કાવ્યહેતુ, કાવ્યવ્યાખ્યા અને કાવ્યપ્રકારોની ચર્ચા કરવામાં આવી છે. તેમાં આચાર્ય મમ્મટની કાવ્યવ્યાખ્યાનું ખંડન કરીને અપાયેલી ‘वाक्यं रसात्मकं काव्यम्’ એવી વ્યાખ્યા ખૂબ જાણીતી બની છે. બીજા પરિચ્છેદમાં શબ્દશક્તિઓ રજૂ થઈ છે. ત્રીજા પરિચ્છેદમાં રસ, ભાવ…

વધુ વાંચો >

સાહિત્યસંસદ

સાહિત્યસંસદ : મુંબઈમાં કનૈયાલાલ મુનશીએ માર્ચ 1922માં સ્થાપેલી સાહિત્યસંસ્થા. વિજયરાય વૈદ્ય તેના આરંભનાં બે વર્ષોમાં સ્થાપક સેક્રેટરી હતા. 1922થી 1942 દરમિયાનનાં વીસ વર્ષના ગાળામાં આ સંસ્થા ગુજરાતી સાહિત્ય અને સંસ્કૃતિના ક્ષેત્રમાં ઘણી સક્રિય હતી. મુનશીદંપતીએ ગુજરાતની સાંસ્કારિક અસ્મિતાને ઉજાગર કરવાના હેતુથી આ સંસ્થા દ્વારા વિવિધ સાહિત્યિક અને સાંસ્કારિક પ્રવૃત્તિઓ ચલાવી…

વધુ વાંચો >

સાંઈરામ દવે

સાંઈરામ દવે (જ. 7 ફેબ્રુઆરી 1977, જામનગર) : ગુજરાતના હાસ્ય કલાકાર, કવિ, લેખક, શિક્ષણવિદ, મોટિવેશનલ સ્પીકર, લોકસંગીત અને લોકસાહિત્યના ક્ષેત્રે જાણીતા બનેલા કલાકાર અને રાષ્ટ્રભક્ત કવિ.  સાંઈરામ દવેનું મૂળ નામ પ્રશાંત વિષ્ણુભાઈ દવે છે. તેમના પિતા પ્રાચીન ભજનિક અને નિવૃત્ત શિક્ષક છે. સંગીત અને શિક્ષણનો વારસો પિતા પાસેથી મળ્યો. તેમજ…

વધુ વાંચો >

સાંડેસરા ભોગીલાલ જયચંદભાઈ

સાંડેસરા, ભોગીલાલ જયચંદભાઈ (જ. 13 એપ્રિલ 1917, સંડેર, તા. પાટણ; અ. 18 જાન્યુઆરી 1995) : વિવેચક, સંપાદક. નિવાસ વડોદરા. જ્ઞાતિએ લેઉઆ પાટીદાર. બચપણથી મુનિશ્રી ચતુરવિજયજી અને એમના વિદ્વાન શિષ્ય પુણ્યવિજયજી પાસે સંસ્કૃત અને પ્રાકૃતનો અભ્યાસ કર્યો. તેરમાચૌદમા વર્ષથી લેખન-પ્રવૃત્તિ. 1935માં મૅટ્રિક. 1935-37 દરમિયાન ‘ગુજરાત સમાચાર’ અને ‘પ્રજાબંધુ’ના તંત્રીખાતામાં. 1941માં ગુજરાત…

વધુ વાંચો >

સિકંદર સાની (1979)

સિકંદર સાની (1979) : નવલકથાકાર, કવિ, નાટ્યકાર, રઘુવીર ચૌધરીનું ઐતિહાસિક નાટક. બીજો સિકંદર એટલે કે સિકંદર-ઓ-સાની બનવાની મહત્ત્વાકાંક્ષા ધરાવતા સરમુખત્યાર અલાઉદ્દીન ખલજીની જીવનઘટનાઓને આધારે, કલાકાર અમીર ખુશરોની દૃષ્ટિએ આ નાટકમાં નિરૂપણ કરવામાં આવ્યું છે. ખુશરો એક નાટક લખી રહ્યા છે, અને એનાં દૃશ્યો વચ્ચે વચ્ચે ભજવાતાં રહે છે. એનું બળૂકું…

વધુ વાંચો >

સિંહાસનબત્રીસી

સિંહાસનબત્રીસી : ગુજરાતમાં પ્રચલિત કથાઓમાં રાજા વિક્રમના સિંહાસન સાથે સંકળાયેલી કથાશ્રેણી. મધ્યકાલીન ગુજરાતીના વિપુલ કથાસાહિત્યમાં રાસા, પદ્યકથાઓ, ચરિત અને બાલાવબોધોમાં તો કથાઓ છે જ, ઉપરાંત કથાપ્રધાન એવી કૃતિઓ પણ છે. તેમાં સિંહાસનબત્રીસીની કથાઓ જાણીતી છે. રાજા ભોજને એક વિશિષ્ટ સિંહાસન મળે છે અને એ એના પર આરૂઢ થવા જાય છે,…

વધુ વાંચો >