Gujarati literature

શ્રી શ્રેયસ્સાધક અધિકારી વર્ગ

શ્રી શ્રેયસ્સાધક અધિકારી વર્ગ (સંસ્થાપક : શ્રીમન્નૃસિંહાચાર્યજી, 1882) : 19મી સદીના અંતમાં પાશ્ચાત્ય સંસ્કૃતિના આક્રમણ સામે સ્વધર્મસંરક્ષણાર્થે જે અનેક ધર્મશોધન-સંસ્થાઓનો પ્રાદુર્ભાવ થયો તેમાંની એક. નિ:સ્પૃહવૃત્તિના, યોગૈશ્વર્ય ધરાવતા શ્રીનૃસિંહાચાર્યજીની આસપાસ તેજસ્વી તારકવૃંદ સમું શિક્ષિત શિષ્યમંડળ હતું. તેમાંના અગ્રણીઓ પૈકી છોટાલાલ જીવનલાલ માસ્તર સાહેબ, નર્મદાશંકર મહેતા, નગીનદાસ  સંઘવી, જેકિશનદાસ કણિયા વગેરેએ સાધકોના…

વધુ વાંચો >

સત્યના પ્રયોગો અથવા આત્મકથા

સત્યના પ્રયોગો અથવા આત્મકથા (ભાગ 1 અને 2 : 1927, 1929) : મહાત્મા ગાંધીએ જન્મથી માંડીને પોતે એકાવન વરસના થયા ત્યાં સુધી (1869થી 1920 સુધીની) લખેલી જીવનકથા. આત્મકથા લખવી કે નહિ એવી મનમાં થોડી અવઢવ અને કામની વ્યસ્તતા છતાં કેટલાક અંતરંગ મિત્રોના આગ્રહને લીધે ‘નવજીવન’ સાપ્તાહિકમાં હપતે હપતે છપાયેલી આ…

વધુ વાંચો >

સત્યપ્રકાશ

સત્યપ્રકાશ : જુઓ કરસનદાસ મૂળજી

વધુ વાંચો >

સદયવત્સવીર પ્રબંધ (૧૪૧૦)

સદયવત્સવીર પ્રબંધ (1410) : મધ્યકાલીન ગુજરાતી કવિ ભીમરચિત ચોપાઈનો સળંગ બંધ ધરાવતી પદ્યકથા. આ કૃતિને ‘પ્રબંધ’ તરીકે ઓળખાવાઈ છે. અહીં ઉજ્જયિનીના રાજા પ્રભુવત્સના પુત્ર સદયવત્સની વીરતાની કથા છે. સંસ્કૃત ‘કથાસરિત્સાગર’ના કથાનક-માળખાનો આધાર લઈને, એમાં જેમ નરવાહન વિવિધ સાહસ-શૌર્ય કરીને ઉત્તમ સુંદરીઓને પત્ની અને પ્રેયસીના રૂપમાં પામે છે તેમ અહીં પણ…

વધુ વાંચો >

સમૂળી ક્રાંતિ (1948)

સમૂળી ક્રાંતિ (1948) : સ્વતંત્ર ભારતને સાચા અર્થમાં એક આદર્શ રાષ્ટ્ર બનાવવાની આકાંક્ષાથી 1948માં પ્રગટ થયેલું કિશોરલાલ મશરૂવાળાનું એક બહુ જાણીતું પુસ્તક. સંપ્રદાયો, જ્ઞાતિઓ અને ભાષાઓના આધાર પર ભારત એક વિભાજિત દેશ છે. તે સાથે તે એક ગરીબ દેશ પણ છે. આ બધા ભેદભાવોને ટાળીને દેશને એક સમૃદ્ધ રાષ્ટ્ર બનાવવા…

વધુ વાંચો >

સરસ્વતીચંદ્ર

સરસ્વતીચંદ્ર : ગોવર્ધનરામ ત્રિપાઠીની એકમાત્ર નવલકથા. એમાં એમની પરિણત પ્રજ્ઞા અને પ્રતિભાનું સારસર્વસ્વ ઊતર્યું છે. આ કૃતિ બેએક હજાર પૃષ્ઠમાં પથરાયેલી અને ચાર ભાગમાં વહેંચાયેલી છે. એનો પહેલો ભાગ ઈ. સ. 1887માં અને ચોથો ભાગ 1901માં પ્રગટ થયો હતો. એ રીતે ગુજરાતી સાહિત્યમાં જેને પંડિતયુગ તરીકે અને સાંસ્કૃતિક સંદર્ભમાં સંક્રાન્તિકાળ…

વધુ વાંચો >

સરી જતું સૂરત (સન્ 1942)

સરી જતું સૂરત (સન્ 1942) : ધનસુખલાલ મહેતા-રચિત ગુજરાતી નાટ્યકૃતિ. ‘અમે બધાં’ નામના આત્મસંસ્મરણના પુસ્તક પરથી સંકલિત કરાયેલું અને ઈ. સ. 1895થી 1920 સુધીના સૂરતી જીવનનો ચિતાર આલેખતું આ નાટક, અંકોમાં નહિ પણ સાત દૃશ્યોમાં વહેંચાયેલું છે. નાટકના નાયક વિપિનના જન્મ, અભ્યાસ, વિવાહ અને લગ્નની આસપાસ વણાતી મધ્યમવર્ગીય સહેલાણી સૂરતી…

વધુ વાંચો >

‘સરોદ’, ગાફિલ (ત્રિવેદી મનુભાઈ ત્રિભુવનદાસ)

‘સરોદ’, ગાફિલ (ત્રિવેદી મનુભાઈ ત્રિભુવનદાસ) (જ. 27 જુલાઈ 1914, માણાવદર; અ. 9 એપ્રિલ 1972) : ગુજરાતી ભાષાના કવિ અને ગઝલકાર. ‘સરોદ’ના ઉપનામથી તેમણે મુખ્યત્વે ભજન રચનાઓ અને અન્ય કેટલુંક ગદ્યલેખન કરેલું છે તથા ‘ગાફિલ’ના ઉપનામે ગઝલ-સર્જન કર્યું છે. તેમનો જન્મ માણાવદર ખાતે થયેલો. તેમના પિતા માણાવદરના દેશી રાજ્યના દીવાન હતા.…

વધુ વાંચો >

સંઘવી, નગીનદાસ પુરુષોત્તમદાસ

સંઘવી, નગીનદાસ પુરુષોત્તમદાસ (જ. 1864, અમદાવાદ; અ. 1942) : શ્રેયસ્સાધક અધિકારી વર્ગના ગુજરાતી લેખક. લેઉઆ પાટીદાર જ્ઞાતિમાં જન્મ. માતાનું નામ મહાકોરબાઈ. બાલ નગીનદાસ આરંભમાં ભણવામાં મંદબુદ્ધિના હતા. પણ કહેવાય છે કે ઘંટાકરણના મંત્રની સાધના, નીલસરસ્વતીની ઉપાસના અને સદ્ગુરુ શ્રીમન્નૃસિંહાચાર્યજીના અનુગ્રહથી તેજસ્વી વિદ્યાર્થી બન્યા. માત્ર 14 વર્ષની નાની વયે તેઓ ‘નીતિવર્ધક…

વધુ વાંચો >

સંજાણા(ના) જહાંગીર એદલજી

સંજાણા(ના) જહાંગીર એદલજી (જ. 14 મે 1880, અકોલા; અ. 17 જાન્યુઆરી 1964, ?) : ગુજરાતી વિવેચક, જરથોસ્તી ધર્મજ્ઞ. તખલ્લુસ ‘અનાર્ય’, ‘પયકાર’, ‘તિરોહિત’. પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ મરાઠીમાં. મુંબઈની એલ્ફિન્સ્ટન કૉલેજમાંથી સંસ્કૃત વિષય સાથે બી.એ.. ત્યાં જ આરંભમાં ફેલો નિમાયા; પછી મુંબઈ સરકારના ઓરીએન્ટલ ટ્રાન્સલેટરના ખાતામાં પ્રથમ મદદનીશ અને ત્યારબાદ ખાતાના…

વધુ વાંચો >