Geography
કૉનાક્રી
કૉનાક્રી : પશ્ચિમ આફ્રિકાના ગીની રાજ્યનું સૌથી મોટું શહેર, રાજધાની અને પ્રમુખ બંદર. ભૌગોલિક સ્થાન : 90o 31′ ઉ. અ. અને 13o 43′ પૂ.રે ક્ષેત્રફળ 308 ચોકિમી. ટૉમ્બો કે ટુમ્બે ટાપુ ઉપર આવેલું આ શહેર 300 મી. લાંબા પુલ દ્વારા મુખ્ય ભૂમિ સાથે જોડાયેલું છે. આ પ્રદેશ વિષુવવૃત્ત નજીક હોવાથી…
વધુ વાંચો >કોનેક્ટિકટ (કનેક્ટિકટ)
કોનેક્ટિકટ (કનેક્ટિકટ) : અમેરિકન સંઘરાજ્યનાં મૂળ 13 રાજ્યો પૈકીનું એક. ભૌગોલિક સ્થાન : 41o 45′ ઉ.અ. અને 72o 45′ પ.રે.. દેશના ઈશાન કોણમાં તે આવેલું છે. રાજ્યના મૂળ આદિવાસી રહેવાસીઓની ભાષાના Quinnehtukqut શબ્દ પરથી તેનું નામ પાડવામાં આવ્યું છે. તેની ઉત્તરે મૅસેચૂસેટ્સ, પૂર્વે ર્હોડ આઇલૅન્ડ, દક્ષિણે લૉંગ આઇલૅન્ડ સાઉન્ડ તથા…
વધુ વાંચો >કોપનહેગન
કોપનહેગન (Copenhagen) : ડેનમાર્કનું સૌથી મોટું નગર. ભૌગોલિક સ્થાન : 55o 40′ ઉ.અ. અને 72o 35′ પૂ.રે. (સ્થાપના 1167). 1445થી દેશનું પાટનગર તથા તેનું રાજકીય, વહીવટી, વ્યાપારી અને સાંસ્કૃતિક કેન્દ્ર. તે ઝીલૅન્ડ અને અમાગરના બે દ્વીપો પર, ડેનમાર્કને સ્વીડનથી જુદા પાડતા તથા બાલ્ટિક સમુદ્રને ઉત્તર સમુદ્ર સાથે જોડતા જળમાર્ગના દક્ષિણ…
વધુ વાંચો >કોબે
કોબે : જાપાનના હોન્શુ ટાપુના નૈર્ઋત્ય ભાગમાં આવેલું હિયોગો જિલ્લાનું મથક અને ઓસાકાથી 32 કિમી. પશ્ચિમે આવેલું પ્રમુખ બંદર. ભૌગોલિક સ્થાન : 34o 42′ ઉ. અ. અને 135o 12′ પૂ. રે. આબોહવા : સમધાત અને ભેજવાળી. જાન્યુઆરીમાં સરેરાશ 4oથી 7o સે. અને ઑગસ્ટમાં 27o સે. તાપમાન રહે છે. વરસાદનું પ્રમાણ…
વધુ વાંચો >કોમ
કોમ (Qom) : ઈરાનના પાટનગર તહેરાનથી દક્ષિણે 147 કિમી. દૂર, રૂડ-ઇ-કોમ નદીના બંને કાંઠા ઉપર વસેલું શિયા સંપ્રદાયના મુસ્લિમોનું પ્રમુખ તીર્થસ્થાન અને વેપારી કેન્દ્ર. ભૌગોલિક સ્થાન : 34o 39′ ઉ. અ. અને 50o 54′ પૂ. રે. પાકા રસ્તા દ્વારા તે તહેરાન, યઝ્દ વગેરે શહેરો સાથે તથા ટ્રાન્સઈરાનિયન રેલ દ્વારા રાજ્યના…
વધુ વાંચો >કોમિલ્લા
કોમિલ્લા (Comilla) : બાંગલા દેશના ચટ્ટગાંવ વિભાગમાં આવેલું કોમિલા જિલ્લાનું વહીવટી મથક. ભૌગોલિક સ્થાન : 23o 27′ ઉ. અ. અને 91o 12′ પૂ. રે.. મેઘના નદીની ઉપનદી ગોમતીની દક્ષિણે તે આવેલું છે તથા ઢાકા અને ચટ્ટગાંવ સાથે રેલ અને રસ્તા દ્વારા જોડાયેલું છે. વિસ્તાર : 6,713 ચો.કિમી. વસ્તી : નગરની…
વધુ વાંચો >કૉમોરોસ
કૉમોરોસ (comoros) : મોઝામ્બિકની ખાડીના પ્રવેશદ્વાર નજીક 274 કિમી. લંબાઈ ધરાવતા, આફ્રિકાની મુખ્ય ભૂમિ તથા માડાગાસ્કર વચ્ચે આવેલા ચાર ટાપુઓનું બનેલું નાનું રાજ્ય. તે 12o 00′ દ. અ. અને 44o 00′ પૂ. રે.ની આજુબાજુનો 1,862 ચોકિમી.નો વિસ્તાર આવરી લે છે. આંઝ્વાં, ગ્રેટ કૉમોરો, મૉએલી અને માયૉટના મોટા ટાપુઓ અને બીજા…
વધુ વાંચો >કોયના
કોયના : મહારાષ્ટ્ર રાજ્યમાં આવેલી નદી. ભૌગોલિક સ્થાન : 17o 25′ ઉ. અ. અને 73o.45′ પૂ. રે. તેના પર પશ્ચિમ મહારાષ્ટ્રમાં પ્રચંડ જળવિદ્યુત પ્રકલ્પ (project) ઊભો કરવામાં આવ્યો છે. એશિયા ખંડમાં આ એક અદ્વિતીય જળવિદ્યુત પ્રકલ્પ ગણવામાં આવે છે. કોયના નદીના કુલ વિસ્તારમાં વાર્ષિક વરસાદ આશરે 5,000 મિમી. પડે છે.…
વધુ વાંચો >કોરબા
કોરબા : છત્તીસગઢ રાજ્યમાં આવેલો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક. ભૌગોલિક સ્થાન 22o 21′ ઉ. અ. અને 82o 41′ પૂ. રે. જિલ્લાનો વિસ્તાર 5,769 ચોકિમી. આ શહેર કોલસાના ક્ષેત્ર તથા સુપર થર્મલ પાવર પ્રોજેક્ટથી જાણીતું બનેલું છે. તાપવિદ્યુતમથક ઊભું કરવાથી જથ્થાબંધ વીજળી સસ્તા દરે પ્રાપ્ત થાય તે હેતુથી…
વધુ વાંચો >કોરાપુટ
કોરાપુટ : ઓડિસા રાજ્યનો જિલ્લો તથા જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : 180o 49′ ઉ.અ. અને 82o 43′ પૂ.રે. 8807 ચોકિમી. વિસ્તાર. તેની ઉત્તરે નવરંગપુર, કાલાહંદી અને રાયગડા જિલ્લા; પૂર્વ તરફ રાયગડા જિલ્લો અને આંધ્ર પ્રદેશની સીમા; દક્ષિણ તરફ આંધ્ર પ્રદેશની સીમા તથા પશ્ચિમ તરફ મલકાનગિરિ જિલ્લો અને છત્તીસગઢ રાજ્યની સીમા આવેલાં…
વધુ વાંચો >