Geography

ઍલાપ્પુઝા (ઍલેપ્પી)

ઍલાપ્પુઝા (ઍલેપ્પી) : કેરળ રાજ્યનો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : તે 9o 30’ ઉ. અ. અને 76o 20’ પૂ. રે. આજુબાજુનો 1,414 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તે થીરુવનંથપુરમથી વાયવ્યમાં 130 કિમી. અંતરે આવેલું છે. તેની ઉત્તરે એર્નાકુલમ્ જિલ્લો, પૂર્વમાં કોટ્ટાયમ્ અને પત્તનમથિતા જિલ્લા,…

વધુ વાંચો >

એલિફન્ટા

એલિફન્ટા : મુંબઈથી 8 કિમી. દૂર અરબી સમુદ્રમાં આવેલો ટાપુ. ત્યાં આવેલી શૈવ ગુફાઓ અને તેમાંનાં શિલ્પોને કારણે, વિશેષ તો ત્રિમુખધારી મહેશની મૂર્તિને લીધે પ્રસિદ્ધ છે. ગેટ વે ઑવ્ ઇન્ડિયાએથી સ્ટીમલૉન્ચ દ્વારા ત્યાં જવાની વ્યવસ્થા છે. આ ટાપુ 5.2 ચોકિમી.નો વિસ્તાર ધરાવે છે. તેનું સ્થાનિક નામ ઘારાપુરી છે. આ નામ…

વધુ વાંચો >

એલિસ ટાપુ

એલિસ ટાપુ : દરિયા માર્ગે ન્યૂયૉર્ક બંદરમાં પ્રવેશતાં આવતો ટાપુ. ભૌગોલિક સ્થાન : 40o 42’ ઉ. અ. અને 74o 02’ પ. રે.. તે ન્યૂજર્સી રાજ્યના જળપ્રદેશમાં હોવા છતાં ન્યૂયૉર્ક રાજ્યના રાજકીય વર્ચસ્ તળે રહ્યો છે. મેનહટન ટાપુના દક્ષિણ તરફના છેડે આશરે 1.6 કિમી. અંતરે તે આવેલો છે. તેનો કુલ વિસ્તાર…

વધુ વાંચો >

એલિસમેર ટાપુ

એલિસમેર ટાપુ : કૅનેડાના આર્ક્ટિક દ્વીપસમૂહના ઈશાન છેડે આવેલા ક્વીન ઇલિઝાબેથ દ્વીપ જૂથમાંનો મોટામાં મોટો દ્વીપ. ભૌગોલિક સ્થાન : 81° 00’ ઉ. અ. અને 80° 00’ પ. રે. તે ગ્રીનલૅન્ડના સાગરકાંઠાના વાયવ્ય દિશાના વિસ્તારની નજીક આવેલો છે. તેનો પ્રદેશ અત્યંત ખરબચડો, ડુંગરાળ તથા બરફાચ્છાદિત છે. તેમાંના કેટલાક પહાડો 2,616 મીટર…

વધુ વાંચો >

ઍલિસ સ્પ્રિન્ગ્સ

ઍલિસ સ્પ્રિન્ગ્સ : ઑસ્ટ્રેલિયાના નૉર્ધર્ન ટેરિટરી રાજ્યમાં આવેલો રણદ્વીપ. ભૌગોલિક સ્થાન : તે મકરવૃત્ત નજીક 23° 42’ દ. અ. અને 133° 53’ પૂ. રે.ની આજુબાજુનો આશરે 2,60,000 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. આ રણદ્વીપમાં તે જ નામ ધરાવતું નગર આ વિસ્તારનું વહીવટી મથક તેમજ મહત્ત્વનું પ્રવાસ-મથક પણ છે. મોટેભાગે…

વધુ વાંચો >

એલુરુ

એલુરુ : આંધ્રપ્રદેશના પશ્ચિમ ગોદાવરી જિલ્લાનું મોટું શહેર તથા વડું મથક. ભૌગોલિક સ્થાન : 16° 43’ ઉ. અ. અને 81° 7’ પૂ. રે.. વસ્તી : આશરે 2,20,000 (2011). રેલવે તથા ધોરી માર્ગ ઉપર મહત્વનું કેન્દ્ર છે. વેપારનું મોટું કેન્દ્ર. ચોખા છડવાનાં કારખાનાં, ચર્મ-ઉદ્યોગ તેમજ ગાલીચા, તેલ, રૂ વગેરેને લગતા ઉદ્યોગો…

વધુ વાંચો >

ઍલેક્ઝાંડર દ્વીપસમૂહ

ઍલેક્ઝાંડર દ્વીપસમૂહ : અમેરિકાના અલાસ્કા રાજ્યના અગ્નિ ખૂણે આવેલા આશરે 1,100 ટાપુઓનો સમૂહ. હકીકતમાં દરિયાના પાણીમાં ડૂબી ગયેલી પર્વતમાળાનાં શિખરોનો તે સમૂહ છે. 1741માં રશિયાના સાહસિકોએ તેની શોધ કરી. રશિયાના ઝાર ઍલેક્ઝાંડર-બીજાની સ્મૃતિમાં આ દ્વીપપુંજને ઍલેક્ઝાંડર દ્વીપસમૂહ નામ અપાયું છે. અસમ તથા સીધા ચઢાણવાળા કિનારા અને લીલાંછમ ગીચ જંગલોથી આચ્છાદિત…

વધુ વાંચો >

ઍલેક્ઝાંડ્રિયા

ઍલેક્ઝાંડ્રિયા (Alexandria) : ભૂમધ્ય સમુદ્રકાંઠે આવેલું ઇજિપ્તનું મુખ્ય બંદર અને ઔદ્યોગિક શહેર. અરબી નામ અલ્-ઇસ્કન-દરિયાહ. તે 31° 12’ ઉ. અ. અને 29° 54’ પૂ. રે.ની આજુબાજુનો 314 ચોકિમી.નો શહેરી વિસ્તાર તથા 2,679 ચોકિમી. બૃહદ શહેરી વિસ્તાર આવરી લે છે. કેરોથી વાયવ્યમાં 208 કિમી. અંતરે આવેલું આ શહેર નાઈલ નદીના મુખત્રિકોણના…

વધુ વાંચો >

એલ્બ નદી

એલ્બ નદી : જર્મનીની બીજા ક્રમની મોટી અને ખૂબ મહત્વની નદી તથા યુરોપખંડના મુખ્ય જળમાર્ગોમાંની એક. ચેકોસ્લોવાકિયા અને પોલૅન્ડની સરહદ પરના રિસેન્બર્જ પર્વતમાંથી નીકળીને તે દક્ષિણ અને પશ્ચિમ તરફ બોહેમિયાની બાજુએ વહે છે અને આગળ જતાં પૂર્વ જર્મનીની બાજુમાં થઈને પશ્ચિમ જર્મનીમાં દાખલ થાય છે અને હૅમ્બુર્ગ બંદર પાસે ઉત્તર…

વધુ વાંચો >

એલ્બર્ટ શિખર

એલ્બર્ટ શિખર : યુ.એસ.ના સોવોય પર્વતનું 4,399 મી. ઊંચું શિખર. કૉલોરાડો રાજ્યના મધ્ય ભાગમાં આવેલી ખડકાળ ગિરિમાળાના રીવર નૅશનલ ફૉરેસ્ટ વિભાગમાં આવેલું છે. સોવોય પર્વત લીડવીલેની નૈર્ઋત્યે આવેલા સરોવરવાળા પ્રદેશનો ભાગ છે. આ પર્વતનો પૂર્વ તરફનો ભાગ રંગભૂમિ જેવો ગોળાકાર છે. તે તિરાડો કે પોલાણો ધરાવે છે. આરાકાન્સાસ નદીની ખીણ…

વધુ વાંચો >