Geography

હળવદ

હળવદ : સુરેન્દ્રનગર જિલ્લાનો તાલુકો, તાલુકામથક તથા નગર. આ તાલુકાનો સમાવેશ ધ્રાંગધ્રા વિભાગમાં કરવામાં આવેલો છે. ભૌગોલિક સ્થાન : 23° 01´ ઉ. અ. અને 71° 11´ પૂ. રે.. તાલુકાનું ભૂપૃષ્ઠ સમતળ છે. અહીંની જમીનો રાતી, રેતાળ અને પાતળા પડવાળી છે. જમીનો હેઠળ રેતીખડકનો થર રહેલો છે. ખાતરોનો ઉપયોગ કરીને અહીં…

વધુ વાંચો >

હંગેરી

હંગેરી : મધ્ય યુરોપમાં આવેલો, બધી બાજુએ ભૂમિભાગોથી ઘેરાયેલો નાનો દેશ. ભૌગોલિક સ્થાન : તે 47° 00´ ઉ. અ. અને 20° 00´ પૂ. રે.ની આજુબાજુનો 93,032 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની પૂર્વ-પશ્ચિમ લંબાઈ 502 કિમી. અને ઉત્તર-દક્ષિણ પહોળાઈ 311 કિમી. જેટલી છે. તેની ઉત્તરે સ્લોવાકિયા, ઈશાને યુક્રેન, પૂર્વે…

વધુ વાંચો >

હંટિંગ્ટન એલ્સવર્થ (Huntington Ellsworth)

હંટિંગ્ટન, એલ્સવર્થ (Huntington, Ellsworth) (જ. 16 સપ્ટેમ્બર 1876, ઇલિનૉય, યુ.એસ.; અ. 17 ઑક્ટોબર 1947, કનેક્ટિકટ, યુ.એસ.) : મુખ્યત્વે ભૂગોળવિદ, તદુપરાંત તેઓ ભૌતિકશાસ્ત્રી, હવામાનશાસ્ત્રી, ભૂસ્તરવિદ તરીકે પણ જાણીતા બનેલા. તેઓ સંભવવાદમાં માનતા હતા. એલ્સવર્થ હંટિંગ્ટન તેમણે તેમની કારકિર્દીનો પ્રારંભ ભૌતિકશાસ્ત્રી તરીકે કરેલો. 1904માં તેમણે હવામાનશાસ્ત્ર પર ઊંડો અભ્યાસ કર્યો. તેમણે ‘આબોહવાની…

વધુ વાંચો >

હાઇફૉંગ

હાઇફૉંગ : ઉત્તર વિયેટનામમાં આવેલું શહેર. ભૌગોલિક સ્થાન : 20° 52´ ઉ. અ. અને 106° 41´ પૂ. રે.. તે પાટનગર હેનોઈથી પૂર્વમાં 90 કિમી.ને અંતરે રોડ રીવર(જૂનું નામ સાંગહાંગ)થી ઈશાનમાં સાંગ નદીના ફાંટા પર તથા ટૉંકિનના અખાતના કિનારાથી 16 કિમી.ને અંતરે આવેલું છે. તે હેનોઈ પછીના બીજા ક્રમે આવતું વિયેટનામનું…

વધુ વાંચો >

હાઇલૅન્ડ રીજન (Highland Region)

હાઇલૅન્ડ રીજન (Highland Region) : ઉત્તર સ્કૉટલૅન્ડમાં આવેલો, ભૂપૃષ્ઠનાં વિવિધ લક્ષણો ધરાવતો વિશાળ વિસ્તાર. તેમાં બેન નેવિસ નામનો બ્રિટનનો ઊંચામાં ઊંચો પર્વત છે તો લૉક મોરાર નામનું ઊંડું સરોવર પણ છે. બ્રિટનની મુખ્ય ભૂમિનો ઉત્તર છેડો ‘ડનેટ હેડ’ તેમજ આદૃનમરકાન (Ardnamurchan) પૉઇન્ટ નામનું છેક પશ્ચિમ છેડાનું સ્થળ પણ આ વિસ્તારમાં…

વધુ વાંચો >

હાપુર

હાપુર : ઉત્તરપ્રદેશ રાજ્યના ગાઝિયાબાદ જિલ્લામાં દિલ્હીથી ખૂબ જ નજીક આવેલું નગર. ભૌગોલિક સ્થાન : 28° 43´ ઉ. અ. અને 77° 47´ પૂ. રે.. તે મેરઠ શહેરથી 28 કિમી. દક્ષિણે બુલંદશહર જતી પાકી સડક પર આવેલું છે. એમ કહેવાય છે કે આ નગરની સ્થાપના દસમી સદીમાં થઈ હતી. અઢારમી સદીના…

વધુ વાંચો >

હારવિચ (Harwich)

હારવિચ (Harwich) : ઇંગ્લૅન્ડના ઇસેક્સ પરગણાના તેન્દ્રિન્ગ જિલ્લાનું નગર. ભૌગોલિક સ્થાન : 51° 57´ ઉ. અ. અને 1° 17´ પૂ. રે.. તે સ્તોવ અને ઑરવેલ નદીઓના નદીનાળમાં પ્રવેશતી ભૂશિરના છેડે આવેલું છે. નદી પરથી દેખાતું હારવિચ અને તેની ગોદીઓ 885માં આલ્ફ્રેડે અહીંના બારામાં થયેલી લડાઈમાં ડેનિશ જહાજોને હરાવેલાં. અહીં ચૌદમી…

વધુ વાંચો >

હારિજ

હારિજ : પાટણ જિલ્લામાં આવેલો તાલુકો, તાલુકામથક તેમજ નગર. ભૌગોલિક સ્થાન : તે 23° 42´ ઉ. અ. અને 71° 54´ પૂ. રે.ની આજુબાજુનો 407 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. હારિજ તાલુકાનું ભૂપૃષ્ઠ સમતળ છે. તાલુકામાંથી સરસ્વતી નદી પસાર થાય છે. હારિજ તાલુકા અને બનાસકાંઠા જિલ્લાની સરહદ પરથી બનાસ નદી…

વધુ વાંચો >

હાર્ટફૉર્ડ

હાર્ટફૉર્ડ : યુ.એસ.ના કનેક્ટિકટ રાજ્યનું પાટનગર તથા બ્રિજપૉર્ટથી બીજા ક્રમે આવતું મોટું શહેર. ભૌગોલિક સ્થાન : તે 41° 46´ ઉ. અ. અને 72° 41´ પ. રે. પર રાજ્યના ઉત્તર તરફના મધ્ય ભાગમાં કનેક્ટિકટ નદીના કાંઠા પર વસેલું છે. આ શહેર નદીના પૂર્વ કાંઠા તરફ પૂર્વ હાર્ટફૉર્ડ અને પશ્ચિમ કાંઠા તરફ…

વધુ વાંચો >

હાલોલ

હાલોલ : પંચમહાલ જિલ્લામાં આવેલો તાલુકો, તાલુકામથક તેમજ નગર. ભૌગોલિક સ્થાન : તે 22° 30´ ઉ. અ. અને 73° 29´ પૂ. રે.ની આજુબાજુનો 517 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. હાલોલ નગર પાવાગઢથી વાયવ્યમાં 6 કિમી.ના અંતરે તથા કાલોલથી 11 કિમી.ના અંતરે આવેલું છે. અહીંનું ભૂપૃષ્ઠ સપાટ છે; જમીનો કાંપવાળી,…

વધુ વાંચો >