Geography
હરદોઈ
હરદોઈ : ઉત્તર પ્રદેશ રાજ્યના લખનૌ વિભાગમાં પશ્ચિમ તરફ આવેલો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : તે 26° 53´થી 27° 47´ ઉ. અ. અને 79° 41´થી 80° 49´ પૂ. રે. વચ્ચેનો 5986 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તર તરફ શાહજહાનપુર અને લખીમપુર ખેરી જિલ્લા,…
વધુ વાંચો >હરદ્વાર
હરદ્વાર : ઉત્તરાખંડ રાજ્યના હરદ્વાર જિલ્લામાં આવેલું હિન્દુઓનું પવિત્ર યાત્રાધામ. ભૌગોલિક સ્થાન : તે 29° 57´ 30´´ ઉ. અ. અને 78° 12´ 00´´ પૂ. રે. પર સહરાનપુરથી અંદાજે 63 કિમી. ઈશાનમાં શિવાલિક પર્વતમાળાના તળેટીના ભાગમાં ગંગા નદીના જમણા કાંઠે વસેલું છે. અહીં ગંગા નદી પહાડી પ્રદેશ છોડીને મેદાની પ્રદેશમાં પ્રવેશ…
વધુ વાંચો >હરદ્વાર (જિલ્લો)
હરદ્વાર (જિલ્લો) : ઉત્તરાખંડ રાજ્યના નૈર્ઋત્ય ભાગમાં આવેલો જિલ્લો. ભૌગોલિક સ્થાન : 29° 57´ 30´´ ઉ. અ. અને 78° 12´ પૂ. રે.ની આજુબાજુ વિસ્તરેલો છે. તેની ઉત્તરે દહેરાદૂન જિલ્લો, પૂર્વમાં પૌરી ગઢવાલ જિલ્લો, અગ્નિ, દક્ષિણ અને પશ્ચિમ તથા વાયવ્યમાં ઉત્તરપ્રદેશની સીમા આવેલાં છે. જિલ્લામથક હરદ્વાર જિલ્લાની પૂર્વમાં આવેલું છે. લક્ષ્મણઝૂલા…
વધુ વાંચો >હરારે
હરારે : આફ્રિકા ખંડના દક્ષિણ ભાગમાં આવેલા ઝિમ્બાબ્વેનું પાટનગર અને મોટું શહેર. ભૌગોલિક સ્થાન : 17° 46´ દ. અ. અને 31° 08´ પૂ. રે.. તે માશોનાલૅન્ડ ઉચ્ચપ્રદેશ પર સમુદ્રસપાટીથી 1,525 મીટરની ઊંચાઈએ આવેલું છે. વિસ્તાર 872 ચોકિમી. હરારે શહેરનો મધ્યભાગ આ શહેર ઝિમ્બાબ્વેના સરકારી વહીવટી કેન્દ્રીય મથક, બૅંકિંગ મથક અને…
વધુ વાંચો >હર્ક્યુલેનિયમ
હર્ક્યુલેનિયમ : ઇટાલીમાં આવેલું રોમન સંસ્કૃતિ ધરાવતું એક વખતનું પ્રાચીન શહેર. ભૌગોલિક સ્થાન : 40° 50´ ઉ. અ. અને 14° 15´ પૂ. રે.. પૉમ્પી અને સ્ટૅબ્યાની જેમ આ શહેર પણ ઈ. સ. 79માં વિસુવિયસના જ્વાળામુખી પ્રસ્ફુટન દ્રવ્ય ખડકાવાથી દટાઈ ગયેલું. જે પંક અને લાવા હેઠળ હર્ક્યુલેનિયમ દટાઈ ગયું, તેની નીચે…
વધુ વાંચો >હર્બિન (Harbin) (પિન્કિયાંગ)
હર્બિન (Harbin) (પિન્કિયાંગ) : ચીનનાં મોટાં શહેરો પૈકીનું એક. ભૌગોલિક સ્થાન : 45° 45´ ઉ. અ. અને 126° 41´ પૂ. રે.. તે ઈશાન ચીનના હિલાંગજિયાંગ પ્રાંતનું, સુંગારી નદી પર આવેલું પાટનગર તથા નદીબંદર છે. આ શહેર હર્બિન અથવા પિન્કિયાંગ નામથી પણ ઓળખાય છે. હર્બિન આ વિસ્તારનું મહત્વનું રેલમાર્ગોનું કેન્દ્ર પણ…
વધુ વાંચો >હલ (1)
હલ (1) : ઇંગ્લૅન્ડના ઈશાન ભાગમાં હમ્બર નદીના મુખ પર આવેલું મોટું ઔદ્યોગિક શહેર અને બંદર. ભૌગોલિક સ્થાન : તે 53° 45´ ઉ. અ. અને 0° 22´ પૂ. રે. પરનો આશરે 71 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેનું સત્તાવાર નામ કિંગ્સ્ટન અપૉન હલ છે. હમ્બરસાઇડ પરગણામાં આવેલો તે સ્થાનિક…
વધુ વાંચો >હલ (Hull) (2)
હલ (Hull) (2) : કૅનેડાના ક્વિબેક પ્રાંતના નૈર્ઋત્ય ભાગમાં આવેલું શહેર. ભૌગોલિક સ્થાન : 45° 26´ ઉ. અ. અને 75° 43´ પ. રે. તે ઑન્ટેરિયોના ઓટાવાની સામેના ભાગમાં ઓટાવા નદીના ઉત્તર કાંઠે વસેલું છે. હલ : ઓટાવા નદી 19મી સદીમાં તે લાકડાના પીઠાની વસાહત તરીકે વસેલું અને ઇંગ્લૅન્ડના હલ પરથી…
વધુ વાંચો >હલ્દિયા (Haldia)
હલ્દિયા : પશ્ચિમ બંગાળના પૂર્વ મિદનાપુર જિલ્લામાં આવેલું શહેર તેમજ બંગાળની ખાડી પરનું મોટું દરિયાઈ બંદર. ભૌગોલિક સ્થાન : તે 22° 02´થી 22° 03´ ઉ. અ. અને 88° 04´થી 88° 06´ પૂ. રે. વચ્ચેનો વિસ્તાર આવરી લે છે. તે કૉલકાતાથી નૈર્ઋત્યમાં આશરે 50 કિમી.ને અંતરે ગંગા નદીના ફાંટારૂપ હુગલી નદીના…
વધુ વાંચો >હવાઈ ટાપુઓ
હવાઈ ટાપુઓ : પૅસિફિક મહાસાગરમાં આવેલું યુ.એસ.નું રાજ્ય. ભૌગોલિક સ્થાન : તે અંદાજે 19° થી 20° ઉ. અ. અને 155° થી 156° પ. રે.ની આજુબાજુનો આશરે 16,800 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. યુ.એસ.નું આ એકમાત્ર એવું રાજ્ય છે, જે યુ.એસ.ની મુખ્ય ભૂમિ પર નથી. તે ઉત્તર પૅસિફિકના મધ્યભાગમાં કુલ…
વધુ વાંચો >