Geography

સાયપ્રસ (Cyprus)

સાયપ્રસ (Cyprus) : ભૂમધ્ય સમુદ્રના ઈશાનકોણમાં આવેલો ટાપુદેશ. ભૌગોલિક સ્થાન : તે 35° 00´ ઉ. અ. અને 33° 00´ પૂ. રે.ની આજુબાજુનો 9,251 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તે ટર્કીથી આશરે 64 કિમી. દક્ષિણ તરફ તથા સીરિયાથી આશરે 100 કિમી. પશ્ચિમ તરફ આવેલો છે. ભૌગોલિક રીતે તે એશિયામાં છે,…

વધુ વાંચો >

સાયલા

સાયલા : ગુજરાત રાજ્યના સુરેન્દ્રનગર જિલ્લાનો તાલુકો તથા તે જ નામ ધરાવતું તાલુકામથક. ભૌગોલિક સ્થાન : તે 22° 25´ ઉ. અ. અને 71° 29´ પૂ. રે.ની આજુબાજુ આવેલો છે. સાયલા સુરેન્દ્રનગરથી આશરે 30 કિમી. અંતરે નૈર્ઋત્ય તરફ આવેલું છે. તાલુકાનું ક્ષેત્રફળ આશરે 973 ચોકિમી. જેટલું છે. તેની ઉત્તરે મૂળી તાલુકો,…

વધુ વાંચો >

સાર (Saar)

સાર (Saar) : ફ્રાન્સ-જર્મનીની સીમા પર આવેલું જર્મનીનું રાજ્ય. ભૌગોલિક સ્થાન : તે 49° 20´ ઉ. અ. અને 7° 00´ પૂ. રે.ની આજુબાજુનો 2,574 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. આ વિસ્તારમાંથી વહેતી સાર નદી પરથી આ રાજ્યને નામ અપાયેલું છે. તે સાર થાળાના નામથી પણ ઓળખાય છે. જોકે તેનું…

વધુ વાંચો >

સારકોઇડોસિસ

સારકોઇડોસિસ : અનેક અવયવીતંત્રોને અસરગ્રસ્ત કરતો ચિરશોથગડયુક્ત (granulomatous) ગાંઠોવાળો રોગ. પ્રતિરક્ષાલક્ષી કોષો તથા તંતુતા (fibrosis) સાથે લાંબા સમયની ગાંઠ બને ત્યારે તેને ચિરશોથગડ (granuloma) કહે છે. તેથી આ રોગને વ્યાપક ચિરશોથગડતા (sarcoidosis) કહે છે. તેમાં ટી-લસિકાકોષો(T-lymphocytes)ના વિવિધ ઉપપ્રકારો વચ્ચે અસંતુલન થયેલું હોય છે તથા કોષીય પ્રતિરક્ષા(cell-mediated immunity)માં પણ વિષમતા આવેલી…

વધુ વાંચો >

સારનાથ

સારનાથ : બૌદ્ધ અને જૈનોનું ધાર્મિક સ્થળ. ભગવાન બુદ્ધે સૌપ્રથમ ધર્મચક્રપ્રવર્તન (ધર્મોપદેશ) અહીંથી શરૂ કર્યું હતું. જૈનોના અગિયારમા તીર્થંકર શ્રેયાંસનાથનું નિર્વાણ અહીં થયું હતું. બનારસ(વારાણસી)થી તે થોડે દૂર આવેલું છે. બૌદ્ધ સાહિત્યમાં આ સ્થળને ઋષિપત્તન, મૃગદાવ અથવા મૃગદાય તરીકે ઓળખાવ્યું છે. ભગવાન બુદ્ધે અહીં પોતાના પ્રથમ ધર્મોપદેશમાં ‘ચાર આર્યસત્યો’ સમજાવ્યાં…

વધુ વાંચો >

સારલૂઈ (Saarlouis)

સારલૂઈ (Saarlouis) : જર્મનીના નૈર્ઋત્ય ભાગમાં સાર નદીને બંને કાંઠે વસેલું શહેર. ભૌગોલિક સ્થાન : 49° 14´ ઉ. અ. અને 6° 59´ પૂ. રે.. તે ફ્રાન્સની સીમા નજીક સારબ્રૂકેનથી વાયવ્યમાં આવેલું છે. 1680માં ફ્રાન્સના લૂઈ ચૌદમાએ તે વસાવેલું અને આ નામ આપેલું. સેબૅસ્ટાઇન દ લા પ્રેસ્ત્રે વૌબાન નામના લશ્કરી ઇજનેરે…

વધુ વાંચો >

સારંગપુર

સારંગપુર : છત્તીસગઢના રાજગઢ જિલ્લામાં આવેલું નગર. ભૌગોલિક સ્થાન : 23° 34´ ઉ. અ. અને 76° 28´ પૂ. રે. પર તે કાલી સિંધ નદીની પૂર્વમાં પ્રાચીન જગા પર આવેલું છે. અહીં સંખ્યાબંધ હિન્દુ તેમજ જૈન ખંડિયેરો જોવા મળે છે, તેમાં બારમી સદીનું એક જૈન બાવલું પણ છે. તેરમી સદીમાં તેનું…

વધુ વાંચો >

સારાગોસા (ઝારાગોઝા)

સારાગોસા (ઝારાગોઝા) : સ્પેનના ઈશાન ભાગમાં આવેલું ઔદ્યોગિક તથા વેપારીમથક. ભૌગોલિક સ્થાન : 41° 40° ઉ. અ. અને 0° 55´ પ. રે.. આ શહેરમાં ધાતુકામના અને રાસાયણિક એકમો, ખાંડનાં શુદ્ધીકરણનાં તથા વીજસાધનો, કૃષિયંત્રસામગ્રી અને રાચરચીલાનાં કારખાનાં આવેલાં છે. સારાગોસાનો મધ્યભાગ પ્રાચીન સમયનો છે. ત્યાં ગીચ વસ્તી ધરાવતી શેરીઓ તેમજ ખંડિયેર…

વધુ વાંચો >

સારાજેવો

સારાજેવો : યુગોસ્લાવિયાનાં છ પ્રજાસત્તાક પૈકીના એક બૉસ્નિયા-હર્સગોવિના પ્રજાસત્તાકનું પાટનગર. ભૌગોલિક સ્થાન : તે 43° 52´ ઉ. અ. અને 18° 25´ પૂ. રે. પર બોસ્ના નદીને જમણે કાંઠે વસેલું છે. આ સ્થળ વિશેષે કરીને તો તેની મસ્જિદો, ગાલીચા અને ચાંદીના અલંકારો માટે જાણીતું છે. અહીં ઇજનેરી, સિરેમિક્સ, પીણાં અને રસાયણોના…

વધુ વાંચો >

સારીકોલ હારમાળા (Saryakol Range)

સારીકોલ હારમાળા (Saryakol Range) : તાજિકિસ્તાન અને ચીનની સરહદ પર આવેલી હારમાળા. ભૌગોલિક સ્થાન : 38° 00´ ઉ. અ. અને 74° 30´ પૂ. રે.. પૂર્વ પામીર વિભાગમાં આવેલી આ હારમાળા પૂર્વની કાશગર (મુસ્તાઘ-અતા) હારમાળાને સમાંતર ચાલી જાય છે. તેની લંબાઈ ઉત્તરમાં માર્કાંશું નદીખીણથી દક્ષિણમાં બીડ ઘાટ સુધી 350 કિમી. જેટલી…

વધુ વાંચો >