Geography
વિક્ટોરિયા ધોધ
વિક્ટોરિયા ધોધ : આફ્રિકામાં ઝામ્બિયા અને ઝિમ્બાબ્વે વચ્ચે ઝામ્બેસી નદી પર તેના મૂળ અને મુખ વચ્ચે અર્ધે અંતરે આવેલો ધોધ. ઝામ્બેસી નદી આ સ્થળે 1.5 કિમી. પહોળી બને છે. ધોધના સ્થળે આ નદી તેની ઊંડી સાંકડી ખીણમાં એકાએક ખાબકે છે. જમણે કાંઠે તેની ઊંચાઈ 78 મીટર જેટલી, જ્યારે મધ્યમાં તે…
વધુ વાંચો >વિક્ટોરિયા નદી
વિક્ટોરિયા નદી : ઑસ્ટ્રેલિયાની નૉર્ધર્ન ટેરિટરીમાં આવેલી લાંબામાં લાંબી નદી. ભૌગોલિક સ્થાન : 15° 30´ દ. અ. અને 130° 10´ પૂ. રે.. તે હૂકર ખાડીથી ઉત્તરે આશરે 370 મીટરની ઊંચાઈએ આવેલી ટેકરીઓમાંથી નીકળે છે; ઉત્તર અને વાયવ્ય 560 કિમી.ના અંતર માટે તે પહાડી પ્રદેશમાં તથા નદીથાળામાં થઈને વહે છે. અહીંના…
વધુ વાંચો >વિક્ટોરિયા લૅન્ડ
વિક્ટોરિયા લૅન્ડ : ઍન્ટાર્ક્ટિકા ઉપખંડનો એક ભાગ. ભૌગોલિક સ્થાન : 75° દ. અ. અને 163° પૂ. રે.. તે ન્યૂઝીલૅન્ડથી દક્ષિણે રૉસ સમુદ્રના પશ્ચિમ કિનારા પર આવેલો છે. તે ઉત્તર વિક્ટોરિયા લૅન્ડ અને દક્ષિણ વિક્ટોરિયા લૅન્ડ જેવા બે વિભાગોમાં વહેંચાયેલો છે. બ્રિટિશ અભિયંતા તેમજ નૌકા કમાન્ડર સર જેમ્સ રૉસે 1839-1843નાં તેનાં…
વધુ વાંચો >વિક્ટોરિયા સામુદ્રધુની
વિક્ટોરિયા સામુદ્રધુની : આર્ક્ટિક મહાસાગરનો દક્ષિણ ફાંટો. તે કૅનેડાના વાયવ્ય પ્રદેશના દક્ષિણ ફ્રૅન્કલિન જિલ્લા તરફ ફંટાયેલી છે. તેની પશ્ચિમે વિક્ટોરિયા ટાપુ અને પૂર્વ તરફ કિંગ વિલિયમ ટાપુ આવેલા છે. આ સામુ્દ્રધુનીની લંબાઈ 160 કિમી. અને પહોળાઈ સ્થાનભેદે 80થી 128 કિમી. જેટલી છે. દક્ષિણ તરફ તે ક્વીન માઉદના અખાતને, વાયવ્ય તરફ…
વધુ વાંચો >વિક્લો (Wicklow)
વિક્લો (Wicklow) : આયર્લૅન્ડના લિન્સ્ટર પ્રાંતનું રાજ્ય અને શહેર. ભૌગોલિક સ્થાન : તે આયર્લૅન્ડમાં પૂર્વ તરફ આવેલું છે તથા 53° 10´ ઉ. અ. અને 6° 30´ પ. રે.ની આજુબાજુનો આશરે 2,025 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરે ડબ્લિન, પૂર્વે આયરિશ સમુદ્ર અને સેંટ જ્યૉર્જની ખાડી, દક્ષિણે વૅક્સફૉર્ડ તથા…
વધુ વાંચો >વિજયનગરમ્ (Vizianagaram)
વિજયનગરમ્ (Vizianagaram) : આંધ્રપ્રદેશ રાજ્યના ઈશાન ભાગમાં આવેલો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : તે આશરે 17° 50´થી 19° 15´ ઉ. અ. અને 83°થી 83° 45´ પૂ. રે. વચ્ચેનો 6,539 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની પૂર્વમાં શ્રીકાકુલમ્ જિલ્લો, દક્ષિણ અને પશ્ચિમમાં વિશાખાપટનમ્ જિલ્લો, અગ્નિ…
વધુ વાંચો >વિજયાપુરી
વિજયાપુરી : આંધ્રપ્રદેશના નાલગોન્ડા જિલ્લામાં આવેલું પ્રવાસ-મથક. ભૌગોલિક સ્થાન : નદીમનુર તાલુકાનું મહત્વનું ગણાતું આ નગર 16° 52´ ઉ. અ. અને 79° 35´ પૂ. રે. પર આવેલું છે. વિજયાપુરીથી ઉત્તરે વહેતી કૃષ્ણા નદીની ઉત્તર તરફ નાગાર્જુનસાગર બંધ(જળાશય)નું નિર્માણ કરવામાં આવેલું છે. બંધ અહીંથી નજીક આવેલો હોવાથી તેને નિહાળવા અનેક પ્રવાસીઓની…
વધુ વાંચો >વિજાપુર
વિજાપુર : મહેસાણા જિલ્લાનો તાલુકો તથા તે જ નામ ધરાવતું તાલુકામથક. ભૌગોલિક સ્થાન : તે 23° 34´ ઉ. અ. અને 72° 45´ પૂ. રે.ની આજુબાજુનો 943.8 ચોકિમી.નો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરે ખેરાળુ તાલુકો, પૂર્વ તરફ સાબરમતી નદી અને સાબરકાંઠા જિલ્લો, દક્ષિણે કલોલ તાલુકો તથા પશ્ચિમ તરફ વિસનગર અને…
વધુ વાંચો >વિદિશા
વિદિશા : મધ્યપ્રદેશના પશ્ચિમ-મધ્યભાગમાં આવેલો જિલ્લો અને તે જ નામ ધરાવતું જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : તે આશરે 23° 20´થી 24° 15´ ઉ. અ. અને 77° 15´થી 78° 15´ પૂ. રે. વચ્ચેનો 7,371 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. આ જિલ્લો ભોપાલ મહેસૂલ વિભાગમાં આવેલો છે. તેની ઉત્તર, વાયવ્ય અને પશ્ચિમ…
વધુ વાંચો >વિનિપેગ
વિનિપેગ : કૅનેડાના મેનિટોબા રાજ્યનું પાટનગર તથા કૅનેડાનું ચોથા ક્રમે આવતું મોટું શહેર. તે વિનિપેગ સરોવરથી દક્ષિણે રેડ રીવર પર આવેલું છે. ભૌગોલિક સ્થાન : 49° 53´ ઉ. અ. અને 97° 09´ પ. રે.. તે કૅનેડાયુ.એસ.ની સરહદથી ઉત્તર તરફ આશરે 97 કિમી. અંતરે આવેલું છે. વિનિપેગ શહેર કૅનેડાનું અનાજ માટેનું,…
વધુ વાંચો >