Geography

લા સીબા (La Ceiba)

લા સીબા (La Ceiba) : હૉન્ડુરાસનું મુખ્ય બંદર. તે કૅરિબિયન સમુદ્રને કાંઠે હૉન્ડુરાસની ઉત્તરે 185 કિમી.ને અંતરે આવેલું છે. ભૌગોલિક સ્થાન : 15° 47´ ઉ. અ. અને 86° 50´ પ. રે.. તે ઉત્તર અને ઈશાન હૉન્ડુરાસની પેદાશો માટેનું વિતરણકેન્દ્ર છે. અહીં પગરખાં, સિગાર, સાબુ અને કોપરેલનું ઉત્પાદન લેવાય છે. અહીંની…

વધુ વાંચો >

લાસેન પીક (શિખર)

લાસેન પીક (શિખર) : ઈશાન કૅલિફૉર્નિયામાં આવેલા કાસ્કેડ પર્વતોના દક્ષિણ છેડા નજીક આવેલો 3,187 મીટર ઊંચાઈ ધરાવતો પર્વત. તે સૅક્રેમેન્ટોથી ઉત્તરે 217 કિમી.ને અંતરે આવેલો છે. અલાસ્કા અને હવાઈને બાદ કરતાં આ પર્વત-શિખર યુ.એસ.ના માત્ર બે જ્વાળામુખીઓ પૈકીનું એક છે, ક્યારેક તેમાં પ્રસ્ફુટન થયું હશે. તે વાયવ્ય યુ.એસ.થી કૅનેડાની સરહદ…

વધુ વાંચો >

લા સ્પેઝિયા (La Spezia)

લા સ્પેઝિયા (La Spezia) : ઉત્તર ઇટાલીના પૂર્વ લિગુરિયામાં આવેલો પ્રાંત અને તે જ નામ  ધરાવતું શહેર. ભૌગોલિક સ્થાન : તે 44° 07´ ઉ. અ. અને 9° 50´ પૂ. રે.ની આજુબાજુનો 883 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. આ પ્રાંત લિગુરિયન સમુદ્રના ભાગરૂપ જિનોઆના પૂર્વ કાંઠે આવેલો છે. તે વારા…

વધુ વાંચો >

લાહુલ અને સ્પિટી (Lahul and Spiti)

લાહુલ અને સ્પિટી (Lahul and Spiti) : હિમાચલ પ્રદેશનો જિલ્લો. તે 32° 40´ ઉ. અ. અને 77° 15´ પૂ. રે.ની આજુબાજુનો 13,835 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે.  તેની ઉત્તર સરહદે જમ્મુ-કાશ્મીર રાજ્યના લદ્દાખની સીમા, પૂર્વમાં તિબેટ (ચીન), અગ્નિકોણમાં કિન્નૌર જિલ્લો, દક્ષિણમાં કુલુ અને કાંગડા જિલ્લા અને પશ્ચિમમાં ચમ્બા જિલ્લો…

વધુ વાંચો >

લાહોર

લાહોર : કરાંચી પછીના બીજા ક્રમે આવતું પાકિસ્તાનનું મોટું શહેર તથા તેના પંજાબ પ્રાંતનું પાટનગર. તે અમૃતસરથી 55 કિમી.ને અંતરે આવેલું છે. ભૌગોલિક સ્થાન : 31° 35´ ઉ. અ. અને 74° 18´ પૂ. રે.. ભારત-પાકિસ્તાનની સરહદ નજીક તે રાવી નદીના પૂર્વ કાંઠે વસેલું છે. તે દિલ્હીથી વાયવ્યમાં 480 કિમી. અંતરે…

વધુ વાંચો >

લાંઘણજ

લાંઘણજ : ગુજરાતમાં મહેસાણા જિલ્લામાં આવેલું પ્રાગ્-ઐતિહાસિક સંસ્કૃતિ ધરાવતું મહત્વનું કેન્દ્ર. ગુજરાતમાં પ્રાગ્-ઐતિહાસિક શોધ સૌપ્રથમ 1893માં રૉબર્ટ બ્રૂસ દ્વારા થઈ. પ્રાગ્-ઐતિહાસિક કાળના અવશેષો શોધવા 1952, 1954, 1959 અને 1963માં લાંઘણજમાં ખોદકામો કરવામાં આવ્યાં. અહીંના અંધારિયા ટીંબાનું ખોદકામ કરતાં ઠીકરાંઓ ફક્ત સપાટી ઉપરથી જ અને એનાથી ઊંડે 0.9 મીટર સુધી જ…

વધુ વાંચો >

લાંઝોઉ (લાન-ચોઉ Lanzhou)

લાંઝોઉ (લાન-ચોઉ, Lanzhou) : ઉત્તર-મધ્ય ચીનના ગાન્શુ પ્રાંતનું પાટનગર. ભૌગોલિક સ્થાન : 36° 03´ ઉ.અ. અને 103° 41´ પૂ. રે.. મધ્યયુગ દરમિયાન તે ચીનનું પ્રવેશદ્વાર ગણાતું હતું. એ સમયગાળા વખતે પશ્ચિમ તરફ જતો વણજાર-માર્ગ ‘રેશમી માર્ગ’ તરીકે ઓળખાતો હતો, તથા આ શહેર એ માર્ગ પરનું ઘણું જ મહત્વ ધરાવતું મથક…

વધુ વાંચો >

લિક્ટેનસ્ટાઇન (Liechtenstein)

લિક્ટેનસ્ટાઇન (Liechtenstein) : દક્ષિણ–મધ્ય યુરોપમાં આવેલો નાનો દેશ. તે દુનિયાના સૌથી નાના દેશો પૈકીનો એક છે. ભૌગોલિક સ્થાન : તે 47° 00´ ઉ. અ. અને 9° 34´ પૂ. રે.ની આજુબાજુનો આશરે 160 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની પૂર્વ તરફ ઑસ્ટ્રિયા તથા દક્ષિણ અને પશ્ચિમ તરફ સ્વિટ્ઝર્લૅન્ડ આવેલા છે.…

વધુ વાંચો >

લિગુરિયન સમુદ્ર

લિગુરિયન સમુદ્ર : પશ્ચિમ ભૂમધ્ય સમુદ્રમાં આવેલો ઉત્તર તરફનો જળવિભાગ. ઇટાલીના વાયવ્ય કોણમાં આવેલો ભૂમધ્ય સમુદ્રનો ફાંટો. તે ખુલ્લા ભૂમધ્ય સમુદ્ર અને જેનોઆના અખાતની વચ્ચેનો ભાગ આવરી લે છે. ભૌગોલિક સ્થાન : 43° 30´ ઉ. અ. અને 9° 00´ પૂ. રે. આ સમુદ્ર અને જેનોઆના અખાતની ઉત્તરે ઇટાલીનો લિગુરિયા વિસ્તાર…

વધુ વાંચો >

લિગુરિયા (Liguria)

લિગુરિયા (Liguria) : ભૂમધ્ય સમુદ્રકાંઠે આવેલો ઇટાલીનો વિકસિત પ્રદેશ. ભૌગોલિક સ્થાન : તે 44° 30´ ઉ. અ. અને 8° 50´ પૂ. રે.ની આજુબાજુનો 5,421 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. ભૂમધ્ય સમુદ્રના ભાગરૂપ લિગુરિયન સમુદ્રને મથાળે તે ચાપ આકારે પૂર્વ-પશ્ચિમ વિસ્તરેલો છે. તેની પહોળાઈ સરેરાશ 24 કિમી. જેટલી છે. તેની…

વધુ વાંચો >