લા સીબા (La Ceiba) : હૉન્ડુરાસનું મુખ્ય બંદર. તે કૅરિબિયન સમુદ્રને કાંઠે હૉન્ડુરાસની ઉત્તરે 185 કિમી.ને અંતરે આવેલું છે. ભૌગોલિક સ્થાન : 15° 47´ ઉ. અ. અને 86° 50´ પ. રે.. તે ઉત્તર અને ઈશાન હૉન્ડુરાસની પેદાશો માટેનું વિતરણકેન્દ્ર છે. અહીં પગરખાં, સિગાર, સાબુ અને કોપરેલનું ઉત્પાદન લેવાય છે. અહીંની મુખ્ય નિકાસી ચીજોમાં અબાકા રેસા (મનિલા શણ), નાળિયેર અને નારંગી છે.

જાહ્નવી ભટ્ટ