Geography
રોપર નદી
રોપર નદી : ઑસ્ટ્રેલિયાના નૉર્ધર્ન ટેરિટરી રાજ્યમાં આવેલી નદી. ભૌગોલિક સ્થાન : 14° 43´ દ. અ. અને 135° 27´ પૂ. રે.. આ નદી માતરંકાની પૂર્વમાં બૅઝવિક ખાડીમાં વહેતી ઘણી નદીઓના સંગમથી બને છે. તે અર્નહૅમ લૅન્ડ તરીકે ઓળખાતા અસમતળ વિસ્તારની દક્ષિણ સીમા રચે છે. 400 કિમી.ના અંતર સુધી વહીને તે…
વધુ વાંચો >રૉબ્સન પર્વત
રૉબ્સન પર્વત : બ્રિટિશ કોલંબિયા(કૅનેડા)ના પૂર્વ ભાગમાં આવેલું શિખર. ભૌગોલિક સ્થાન : 53° 07´ ઉ. અ. અને 119° 09´ પ. રે. આ શિખર જાસ્પર(આલ્તા)થી પશ્ચિમી વાયવ્ય દિશામાં આશરે 80 કિમી.ને અંતરે આવેલું છે. રૉકિઝ પર્વતમાળાના આ ભાગ માટેનું તે સર્વોચ્ચ શિખર છે. તેની ઊંચાઈ 3,954 મીટર જેટલી છે. કિન્ની સરોવર…
વધુ વાંચો >રોમ
રોમ ઇટાલીનું પાટનગર. દુનિયાનાં મહાન ઐતિહાસિક તેમજ સુંદર શહેરો પૈકીનું એક. ભૌગોલિક સ્થાન : તે 41° 54´ ઉ. અ. અને 12° 29´ પૂ. રે.ની આજુબાજુનો 1,508 ચોકિમી. જેટલો વિસ્તાર ધરાવે છે. આ શહેર ટાઇબર નદીને કાંઠે વસેલું છે. એ નદી શહેરને બે ભાગમાં વહેંચી નાંખે છે. તે કૅમ્પાગ્ના નામના સમતળ…
વધુ વાંચો >રોમા
રોમા : ઑસ્ટ્રેલિયાના દક્ષિણ-મધ્ય ક્વીન્સલૅન્ડમાં આવેલો જિલ્લો તથા તે જ નામ ધરાવતું નગર. ભૌગોલિક સ્થાન : જિલ્લાનો વિસ્તાર 27° 15´ દ. અ. અને 148° 30´ પૂ. રે.ની આજુબાજુ પથરાયેલો છે, જ્યારે રોમા નગર 26° 35´ દ. અ. અને 148° 47´ પૂ. રે. પર આવેલું છે. આ નગર દેનહામ હારમાળામાંથી નીકળતી…
વધુ વાંચો >રૉયલ જ્યોગ્રાફિક સોસાયટી (RGS)
રૉયલ જ્યોગ્રાફિક સોસાયટી (RGS) : 1830માં બ્રિટિશ ભૂગોળવેત્તાઓના જૂથે લંડન ખાતે સ્થાપેલું ભૂગોળ મંડળ. તેનો વૈચારિક અને વાસ્તવિક ઉદભવ 1827માં રૅલે (Raleigh) ટ્રાવેલર્સ ક્લબમાં થયેલો. 1859માં તેને ‘રૉયલ જ્યોગ્રાફિક સોસાયટી’ નામ અપાયેલું. તેની સ્થાપના પછી તુરત જ 1888માં સ્થપાયેલ આફ્રિકન એસોસિયેશનને તેમાં ભેળવી દેવામાં આવેલું. ઓગણીસમી સદીમાં આ સોસાયટીએ ગિયાના(જૂનું…
વધુ વાંચો >રોરુક
રોરુક : સક્કર(સિંધ, પાકિસ્તાન)થી 9 કિમી. દૂર આવેલું આજના રોરી નગરની સમીપનું પ્રાચીન જનપદ. બુદ્ધકાલ (ઈ. પૂ. છઠ્ઠી સદી) દરમિયાન આ વિસ્તાર સૌવીર કે દક્ષિણ સિંધુ પ્રદેશમાં સમાવિષ્ટ હતો. ‘દિવ્યાવદાન’માં રોરી કે રોરુક જનપદના રાજા તરીકે રુદ્રાયણનો ઉલ્લેખ મળે છે. સિકંદરના ભારત પરના આક્રમણ (ઈ. પૂ. 326) વખતે રોરુકમાં મૂષિક…
વધુ વાંચો >રૉશ મૂતૉની
રૉશ મૂતૉની : હિમનદીના ઘસારાથી ઉદભવતું લક્ષણ. સૂતેલા ઘેટાના આકારમાં જોવા મળતા હિમનદીજન્ય ટેકરાઓ માટે વપરાતો ફ્રેન્ચ શબ્દ. આવા ટેકરા નાના-મોટા કદના તેમજ બે બાજુએ જુદા જુદા ઢાળવાળા હોય છે. હિમનદીની વહનદિશા તરફનો તેમનો ઘસારો પામેલો આછો ઢોળાવ લીસો હોય છે, જ્યારે પાછળનો ઢોળાવ ઉગ્ર અને ખરબચડો હોય છે. તળખડકો…
વધુ વાંચો >રૉસકૉમન
રૉસકૉમન : આયર્લૅન્ડ પ્રજાસત્તાકના કૉનૉટ (Connaught) પ્રાંતમાં આવેલું પરગણું. તે ગ્રામીણ અને ખેતીપ્રધાન વિસ્તાર છે. તેનું કુલ ક્ષેત્રફળ 2,463 ચોકિમી. જેટલું છે. અહીંના મોટામાં મોટા નગરનું નામ પણ રૉસકૉમન છે. સેન્ટ કૉમનનાં લાકડાં ‘આયરિશ રૉસ કૉમેઇન’ પરથી ‘રૉસકૉમન’ નામ પડેલું છે. ભૂમિ : શૅનોન નદી અને તેની સાથે સંકળાયેલાં સરોવરો…
વધુ વાંચો >રૉસની જાગીર (Ross Dependency)
રૉસની જાગીર (Ross Dependency) : રૉસ સમુદ્ર, રૉસ હિમછાજલી અને મેકમર્ડો અખાતી વિભાગને સમાવી લેતો ઍન્ટાર્ક્ટિકાનો ફાચર જેવો વિભાગ. તે 60° દ. અ.થી 86° દ. અ. અને 160° પૂ. રે.થી 150° પ. રે. વચ્ચે આવેલો છે. અહીંના બધા જ ટાપુઓ અને પ્રદેશોનો આ નામ હેઠળ સમાવેશ કરેલો છે. એડ્વર્ડ VII…
વધુ વાંચો >રૉસ સમુદ્ર
રૉસ સમુદ્ર : પૅસિફિક મહાસાગરનું દક્ષિણ તરફનું વિસ્તરણ. ભૌગોલિક સ્થાન : 75° દ. અ. અને 175° પ. રે.ની આજુબાજુ તે વિસ્તરેલો છે. આંતરરાષ્ટ્રીય દિનાંતરરેખા આ સમુદ્રની મધ્યમાંથી પસાર થાય છે. તેના મથાળે વિશાળ હિમછાજલી (Ross Ice Shelf) સહિત તે ઍન્ટાર્ક્ટિકા ખંડની ગોળાકાર ખંડીય આકારરેખામાં મોટો ખાંચો પાડે છે. આ સમુદ્ર…
વધુ વાંચો >