Geography
બોકારો
બોકારો (જિલ્લો) : ઝારખંડ રાજ્યના પૂર્વ ભાગમાં આવેલો જિલ્લો અને જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : તે 23 67´ ઉ. અ. અને 86 15´ પૂ. રે. પર સ્થિત છે. જેનો વિસ્તાર 2,861 ચો.કિમી. છે. આ જિલ્લાની પૂર્વે ધનબાદ જિલ્લો તેમજ પં. બંગાળ રાજ્યનો થોડો ભાગ આવેલો છે. પશ્ચિમે રામગઢ જિલ્લો, દક્ષિણે પ. બંગાળ…
વધુ વાંચો >બોગરા
બોગરા : બાંગ્લાદેશના રાજશાહી વિભાગમાં આવેલા બોગરા જિલ્લાનું મુખ્ય મથક. ભૌગોલિક સ્થાન 24° 51’ ઉ. અ. અને 89° 22’ પૂ. રે. જૂનું નામ બાગુરા. તે જમુના (બ્રહ્મપુત્રનો વિભાગ) નદીની શાખા કરતોયાના પશ્ચિમ કાંઠે વસેલું છે. બોગરા સડક તેમજ રેલમાર્ગનું અગત્યનું મથક હોઈ ગંગા-જમુના વચ્ચેના દક્ષિણ બારિંદ વિભાગ માટેનું વાણિજ્યનું કેન્દ્ર…
વધુ વાંચો >બોગોટા
બોગોટા : દક્ષિણ અમેરિકાના કોલંબિયા દેશનું પાટનગર તથા મોટામાં મોટું શહેર. ભૌગોલિક સ્થાન : 4° 40´ ઉ. અ. અને 74° 0´ પ. રે. તે મધ્ય કોલંબિયામાંથી પસાર થતી ઍન્ડીઝ પર્વતમાળાના ઉચ્ચપ્રદેશ પર આશરે 2,640 મીટરની ઊંચાઈએ આવેલું છે. આજુબાજુ પથરાયેલા ઉગ્ર ઢોળાવવાળા પર્વતો શહેરને રક્ષણ આપે છે તેમજ અનેરું પ્રાકૃતિક…
વધુ વાંચો >બોટાદ
બોટાદ : ગુજરાતના સૌરાષ્ટ્ર વિભાગમાં આવેલો જિલ્લો અને જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : તે 22° 10´ ઉ. અ. અને 71° 40´ પૂ.રે.ની આજુબાજુ આવેલો છે. આ જિલ્લાની ઉત્તરે સુરેન્દ્રનગર જિલ્લો, ઈશાને અમદાવાદ જિલ્લો, પૂર્વે અને દક્ષિણે ભાવનગર જિલ્લો, નૈર્ઋત્યે અમરેલી જિલ્લો જ્યારે પશ્ચિમે રાજકોટ જિલ્લાની સીમાઓથી ઘેરાયેલો છે. ભૂપૃષ્ઠ – જળપરિવાહ…
વધુ વાંચો >બોટાની બે
બોટાની બે : ઑસ્ટ્રેલિયાના ન્યૂ સાઉથ વેલ્સ રાજ્યના પૂર્વ કિનારે સિડનીથી દક્ષિણે 8થી 10 કિમી. અંતરે આવેલ પેસિફિક મહાસાગરનો ગોળાકાર ફાંટો. તેની ગોળાઈનો વ્યાસ 8 કિમી. જેટલો છે અને તેના પ્રવેશસ્થાન પર તે 1.6 કિમી. જેટલો પહોળો છે. અહીં જ્યૉર્જિસ નદીનું મુખ આવેલું છે. યુરોપિયનોના ઉતરાણનું આ પ્રથમ સ્થળ ગણાય…
વધુ વાંચો >બોડેલી
બોડેલી : ગુજરાત રાજ્યના છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકામાં આવેલું શહેર. ભૌગોલિક સ્થાન : તે 22 16´ ઉ. અ. અને 73 43´ પૂ. રે. પર સ્થિત છે. સમુદ્રસપાટીથી તે આશરે 80 મીટરની ઊંચાઈ ધરાવે છે. ઓરસંગ નદીને કિનારે વસેલું શહેર જ્યાં ડાંગર છડવાની મિલ, દાળની મિલ, ટાઇલ્સ તેમજ બરફ બનાવવાની, સિમેન્ટના પાઇપ બનાવવાની…
વધુ વાંચો >બોડોલૅન્ડ પ્રાદેશિક પ્રદેશ
બોડોલૅન્ડ પ્રાદેશિક પ્રદેશ : અસમ વિભાગમાં ઈશાન ભાગમાં આવેલો સ્વાયત્ત પ્રદેશ. ભૌગોલિક સ્થાન : તે 26 7´ ઉ. અ.થી 26 47´ ઉ. અ. અને 89 47´ પૂ. રે.થી 92 18´ પૂ. રે.ની વચ્ચે આવેલો છે. ભુતાન અને અરુણાચલ પ્રદેશના તળેટીના ભાગમાં બ્રહ્મપુત્ર નદીના કિનારાના ભાગમાં આવેલા કોકરાઝગર, બાકસા, ઉદલગિરિ, ચિરાંગ અને ટમાલપુર — એમ…
વધુ વાંચો >બોત્સવાના
બોત્સવાના : આફ્રિકા ખંડના દક્ષિણ ભાગમાં મધ્યમાં આવેલો દેશ. સત્તાવાર નામ બોત્સવાનાનું પ્રજાસત્તાક. ભૌગોલિક સ્થાન : તે 17o 50´થી 27o 0´ દ. અ. અને 20# 00´થી 29# 25´ પૂ. રે. વચ્ચે વિસ્તરેલો છે. તેનું કુલ ક્ષેત્રફળ 5,81,730 ચોકિમી. જેટલું છે, ઉત્તર–દક્ષિણ અંતર 1,006 કિમી. અને પૂર્વ–પશ્ચિમ અંતર 950 કિમી. છે.…
વધુ વાંચો >બોથનિયાનો અખાત
બોથનિયાનો અખાત : બાલ્ટિક સમુદ્રનું ઉત્તરતરફી વિસ્તરણ. પૂર્વમાં તે ફિનલૅન્ડને અને પશ્ચિમમાં સ્વીડનને અલગ પાડે છે. ઉત્તરમાં તે સ્વીડિશ બંદર હાપારેન્ડાથી દક્ષિણ તરફના ઍલૅન્ડ ટાપુઓ સુધી 640 કિમી.ની લંબાઈમાં વિસ્તરેલો છે. ઉત્તરમાં તેની પહોળાઈ 160 કિમી. અને દક્ષિણમાં 240 કિમી. જેટલી છે; પરંતુ મધ્યમાં તે સાંકડો છે અને માત્ર 80…
વધુ વાંચો >બોધિગયા (બુદ્ધગયા)
બોધિગયા (બુદ્ધગયા) : બિહાર રાજ્યના ગયા જિલ્લાનું ગામ અને પવિત્ર સ્થાનક. ભૌગોલિક સ્થાન : તે 24o 42´ ઉ. અ. અને 84o 59´ પૂ. રે. પ્રાચીન કાળમાં નિરંજના (હાલમાં ફલ્ગુ) નામે ઓળખાતી નદીના કાંઠે આવેલા આ સ્થળે બોધિવૃક્ષની નીચે ભગવાન ગૌતમ બુદ્ધને સંબોધિજ્ઞાન પ્રાપ્ત થયું હતું. એ વૃક્ષ 2,600 વર્ષથી આજે…
વધુ વાંચો >