Geography

બરૌની

બરૌની : બિહાર રાજ્યના બેગુસરાઈ જિલ્લામાં બેગુસરાઈની તદ્દન નજીક વાયવ્યમાં આવેલું નગર. ભૌગોલિક સ્થાન : 25° 30´ ઉ. અ. અને 85° 58´ પૂ. રે. ગંગા નદીની ઉત્તર તરફ વસેલું આ નગર બેગુસરાઈ સાથે ભળી જઈ તેના એક ભાગરૂપ બની રહ્યું છે. અગાઉ ઝલ્દાભજ તરીકે અહીંનો એક ભાગ 1961માં ફૂલવાડિયા વિભાગ…

વધુ વાંચો >

બર્કલી

બર્કલી : પશ્ચિમ કૅલિફૉર્નિયામાં આવેલું શહેર. ભૌગોલિક સ્થાન : 37° 52´ ઉ. અ. અને 122° 16´ પ. રે. તે સાન ફ્રાન્સિસ્કોના ઉપસાગર પર, સાન ફ્રાન્સિસ્કો શહેરથી 13 કિમી. અંતરે અલામેડા પરગણામાં આવેલું છે. આ શહેર અત્યંત સુંદર છે. તે ઉપસાગરના કિનારા પાસેથી શરૂ થાય છે અને શહેરની પૂર્વ તરફ આવેલી…

વધુ વાંચો >

બર્ગન્ડી

બર્ગન્ડી : મધ્ય ફ્રાન્સના પૂર્વ ભાગમાં આવેલો ઐતિહાસિક ર્દષ્ટિએ મહત્વ ધરાવતો પ્રદેશ. ભૌગોલિક સ્થાન : 46° 50´ ઉ. અ. અને 4° 45´ પૂ. રે. આજુબાજુનો 31,582 ચોકિમી. જેટલો વિસ્તાર તે આવરી લે છે. આ પ્રદેશના લોકોની મુખ્ય પ્રવૃત્તિ દ્રાક્ષના વાવેતરની છે. બર્ગન્ડી તેના દારૂ માટે દુનિયાભરમાં જાણીતું બનેલું છે. અહીં…

વધુ વાંચો >

બર્દવાન (બર્ધમાન)

બર્દવાન (બર્ધમાન) : પશ્ચિમ બંગાળમાં આવેલો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : તે 22° 56´થી 23° 53´ ઉ. અ. અને 86° 48´થી 88° 25´ પૂ. રે. વચ્ચેનો 7,024 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરે બિહારનો દમકા જિલ્લો, પશ્ચિમે બંગાળના બીરભૂમ અને મુર્શિદાબાદ જિલ્લા; પૂર્વમાં…

વધુ વાંચો >

બર્ન

બર્ન : સ્વિટ્ઝર્લૅન્ડ તથા તેના સ્વિસ કૅન્ટૉન(રાજ્ય)નું પાટનગર. ભૌગોલિક સ્થાન : 46° 57´ ઉ. અ. અને 7° 26´ પૂ. રે. મધ્ય પશ્ચિમ સ્વિટ્ઝર્લૅન્ડમાં તે આરે નદી પર વસેલું છે તથા યુરોપનાં રમણીય ગણાતાં શહેરો પૈકીનું એક ગણાય છે. શહેરનો મધ્ય ભાગ સેંકડો વર્ષોથી જળવાતી આવેલી ઇમારતોથી બનેલો છે, તે પૈકીની…

વધુ વાંચો >

બર્મિંગહામ (ઇંગ્લૅન્ડ)

બર્મિંગહામ (ઇંગ્લૅન્ડ) (1) : ઇંગ્લૅન્ડનું લંડન પછીના બીજા ક્રમે આવતું શહેર. ભૌગોલિક સ્થાન : 52° 30´ ઉ. અ. અને 1° 50´ પૂ. રે. ભૌગોલિક ર્દષ્ટિએ તે દેશના મધ્યભાગમાં હોવાથી તેને ‘હાર્ટ ઑવ્ ઇંગ્લૅન્ડ’ તરીકે નવાજવામાં આવે છે. પશ્ચિમ મિડલૅન્ડ્ઝ નામક સ્થાનિક પ્રશાસન જિલ્લામાં તે આવેલું છે. દેશના આ પ્રકારના જિલ્લાઓમાં…

વધુ વાંચો >

બર્મિંગહામ (યુ.એસ.)

બર્મિંગહામ (યુ.એસ.) (2) : યુ.એસ.ના અલાબામા રાજ્યનું મોટામાં મોટું શહેર તથા શૈક્ષણિક, ઔષધીય માલસામાન અને પોલાદ બનાવવાનું મહત્વનું મથક. ભૌગોલિક સ્થાન : 33° 31´ ઉ. અ. અને 86° 48´ પ.રે. આ શહેર 256 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. આ શહેરની વસ્તી 2,65,968 અને મહાનગરની વસ્તી 9,07,810 છે. શહેરમાં આશરે…

વધુ વાંચો >

બર્મુડા

બર્મુડા : ઉત્તર આટલાન્ટિક મહાસાગરના પશ્ચિમ ભાગમાં આવેલો પરવાળાંના ટાપુઓનો સમૂહ. એક વખતનું બ્રિટિશ શાસન હેઠળનું દરિયાપારનું સંસ્થાન. ભૌગોલિક સ્થાન : 32° 20´ ઉ. અ. અને 64° 45´ પ. રે. આ ટાપુસમૂહ ન્યૂયૉર્ક શહેરથી અગ્નિકોણમાં આશરે 1,080 કિમી. અંતરે, હતિરાસની ભૂશિરથી પૂર્વમાં આશરે 965 કિમી. અંતરે તથા નોવા સ્કોશિયા અને…

વધુ વાંચો >

બર્મુડા ત્રિકોણ

બર્મુડા ત્રિકોણ : પચાસ જેટલાં વહાણો અને વીસેક વિમાનોને હડપ કરી ગયેલ ઉત્તર ઍટલાંટિક મહાસાગરનો વિસ્તાર. આ વિસ્તાર શેતાની ત્રિકોણ તરીકે ઓળખાય છે જે યુ.એસ.ના ફ્લોરિડા રાજ્યની દક્ષિણ-પૂર્વે આવેલ છે. ઍટલાંટિક મહાસાગરમાં બર્મુડા અને ફ્લોરિડાને જોડતી એક રેખા, ક્યૂબા અને પ્યુર્ટો રીકોને સ્પર્શ કરીને જતી બીજી રેખા, અને વર્જિન ટાપુઓ…

વધુ વાંચો >

બર્લિન

બર્લિન : જર્મનીનું પાટનગર, મોટામાં મોટું શહેર, મહત્વનું ઔદ્યોગિક મથક તથા સાંસ્કૃતિક કેન્દ્ર. ભૌગોલિક સ્થાન : તે 52° 31´ ઉ. અ. અને 13° 24´ પૂ. રે. પર આવેલું છે. સમુદ્રસપાટીથી 35 મીટરની ઊંચાઈ પર વસેલું આ શહેર આશરે 883 ચોકિમી. જેટલા વિસ્તારમાં પથરાયેલું છે. શહેરની મધ્યમાંથી સ્પ્રી નદી પસાર થાય…

વધુ વાંચો >