Geography
બગસરા
બગસરા : ગુજરાત રાજ્યના અમરેલી જિલ્લામાં કુંકાવાવ તાલુકામાં આવેલું નગર. ભૌગોલિક સ્થાન : તે 21° 29´ ઉ. અ. અને 70° 58´ પૂ. રે. પર સાતલડી નદીના ઉત્તર કાંઠે વસેલું છે. તે કુંકાવાવ-બગસરા રેલમથક પણ છે. આઝાદી પછી તે રાજ્ય-પરિવહનની બસસેવા દ્વારા અમરેલી, વડિયા, કુંકાવાવ, ધારી, વિસાવદર, જૂનાગઢ, રાજકોટ, ગોંડળ તથા…
વધુ વાંચો >બટાલા
બટાલા : ભારતના પંજાબ રાજ્યના ગુરદાસપુર જિલ્લાના નૈર્ઋત્ય ભાગમાં આવેલો તાલુકો, તાલુકામથક અને શહેર. ભૌગોલિક સ્થાન : આ તાલુકો 31° 48´ ઉ. અ. અને 75° 12´ પૂ. રે.ની આજુબાજુ વિસ્તરેલો છે. તેનું વાયવ્ય-અગ્નિ વિસ્તરણ વધુ છે, જ્યારે ઉત્તર-દક્ષિણ પહોળાઈ ઓછી છે. તેની ઉત્તરે પાકિસ્તાનની સરહદ, ઈશાનમાં ગુરદાસપુર તાલુકો, પૂર્વમાં હોશિયારપુર…
વધુ વાંચો >બડગામ
બડગામ : જમ્મુ-કાશ્મીર રાજ્યમાં આવેલો જિલ્લો અને તે જ નામ ધરાવતું જિલ્લામથક, તાલુકામથક અને નગર. ભૌગૌલિક સ્થાન : તે 34° 01´ ઉ.અ. અને 74° 43´ પૂ.રે. આજુબાજુનો કુલ 1,371 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરે અને વાયવ્ય તરફ બારામુલ્લા જિલ્લો, ઈશાનમાં શ્રીનગર જિલ્લો, પૂર્વ, અગ્નિ અને દક્ષિણ તરફ…
વધુ વાંચો >બથિંડા
બથિંડા : જુઓ ભટિંડા
વધુ વાંચો >બદરીનાથ
બદરીનાથ : હિમાલયના પ્રદેશમાં આવેલું ભારતનું પ્રાચીન અને વિખ્યાત તીર્થસ્થાન. ભૌગોલિક સ્થાન : 30° 45´ ઉ. અ. અને 79° 30´ પૂ. રે. તે ‘બદરીનારાયણ’, ‘બદરીધામ’, ‘બદરી વિશાલા’ જેવાં જુદાં જુદાં નામોથી પણ ઓળખાય છે. ઉત્તરપ્રદેશના ઉત્તરભાગમાં ચમોલી જિલ્લામાં અલકનંદા નદીના જમણા કાંઠે સમુદ્રની સપાટીથી આશરે 3,000 મીટરની ઊંચાઈ પર નારાયણ…
વધુ વાંચો >બદાયૂં
બદાયૂં : સ્થાન-સીમા-વિસ્તાર : ઉત્તર પ્રદેશના બરેલી વિભાગનો નૈર્ઋત્ય ભાગ આવરી લેતો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : તે 27° 40´થી 28° 29´ ઉ. અ. અને 78° 16´થી 79° 68´ પૂ. રે. વચ્ચેનો 5,168 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરે મોરાદાબાદ, રામપુર અને બરેલી…
વધુ વાંચો >બનવાસી
બનવાસી : હાલના કર્ણાટક રાજ્યમાં ઉત્તર કન્નડ જિલ્લામાં આવેલ પ્રાચીન નગર. તે ‘વનવાસી’ અથવા ‘વૈજયન્તીપુર’ તરીકે પણ ઓળખાતું હતું. મહાભારતમાં આ પ્રદેશનો ‘વનવાસક’ તરીકે ઉલ્લેખ કરવામાં આવ્યો છે. પાંડવોએ આ પ્રદેશમાં વનવાસ કર્યો હતો. બનવાસીથી આશરે 20 કિમી. દૂર શિરસી નામનું ગામ છે. તે વિરાટ રાજાની રાજધાની હતું. પુરાણોમાં બનવાસક…
વધુ વાંચો >બનારસ
બનારસ : જુઓ વારાણસી
વધુ વાંચો >બનાસ (નદી)
બનાસ (નદી) : રાજસ્થાનમાંથી નીકળતી આ નામની બે નદીઓ. બંનેનાં વહેણની દિશા જુદી જુદી છે. (1) એક બનાસ નદી ઉદેપુર જિલ્લાના કુંભલગઢ નજીકથી નીકળે છે અને અરવલ્લી હારમાળાને વીંધતી આગળ વધીને મેદાની વિસ્તારમાં પ્રવેશે છે. તે ચિતોડગઢ, ભીલવાડા, ટોન્ક અને સવાઈ માધોપુર જિલ્લાઓમાંથી પસાર થઈને 500 કિમી.નો માર્ગ વટાવી રાજસ્થાનની…
વધુ વાંચો >બનાસકાંઠા
બનાસકાંઠા : ગુજરાત રાજ્યના ઉત્તર ભાગમાં આવેલો જિલ્લો. ભૌગોલિક સ્થાન : તે 23° 33´થી 24° 45´ ઉ. અ. અને 71° 03´થી 73° 02´ પૂ. રે. વચ્ચે વિસ્તરેલો છે. આ જિલ્લો કચ્છના નાના રણથી પૂર્વ તરફ અને રાજસ્થાનની દક્ષિણ સીમા તરફ આવેલો છે. જિલ્લાનું કુલ ક્ષેત્રફળ 12,703 ચોકિમી. જેટલું છે, વિસ્તારની…
વધુ વાંચો >