Film

શાહ, કૃષ્ણ

શાહ, કૃષ્ણ (જ. 10 મે 1938, મુંબઈ) : અમેરિકા સ્થિત મૂળ ભારતીય ચિત્ર-નિર્માતા, અભિનેતા, લેખક અને દિગ્દર્શક. હોલિવુડમાં ચિત્રોથી અને બ્રૉડવેમાં પોતાનાં નાટકોથી નામના મેળવનાર કૃષ્ણ શાહે મુંબઈમાં સ્નાતક થયા બાદ અમેરિકાની યેલ યુનિવર્સિટીમાં અભ્યાસ કર્યો હતો. બ્રૉડવેમાં તેમણે દિગ્દર્શન કરેલું અને એલન પેટન સાથે મળીને લખેલું એક દક્ષિણ આફ્રિકન…

વધુ વાંચો >

શાહ, નસીરુદ્દીન

શાહ, નસીરુદ્દીન (જ. 20 જુલાઈ 1950, અજમેર, રાજસ્થાન) : ભારતીય ચલચિત્રોના અભિનેતા. કળા અને વ્યાવસાયિક બંને પ્રકારનાં ચિત્રોમાં વ્યસ્તતા છતાં રંગમંચ પર પણ પૂરતો સમય ફાળવનાર નસીરુદ્દીન શાહ જે પાત્ર ભજવે તેમાં એકાકાર થઈ જવા માટે જાણીતા છે. પિતા ઉચ્ચ સરકારી અધિકારી હતા. નસીરનું બાળપણ બારાબંકીમાં અને કિશોરાવસ્થા નૈનીતાલમાં વીત્યાં.…

વધુ વાંચો >

શાહની, કુમાર

શાહની, કુમાર (જ. 7 ડિસેમ્બર 1940, લરકાના, હાલ પાકિસ્તાનમાં) : ચલચિત્ર-નિર્માતા, દિગ્દર્શક, લેખક. અર્થપૂર્ણ ચિત્રો બનાવવા માટે જાણીતા કુમાર શાહની તેમના પરિવાર સાથે દેશના ભાગલા બાદ ભારતમાં આવીને સ્થાયી થયા હતા. મુંબઈ યુનિવર્સિટીમાંથી સ્નાતક થયા બાદ તેમણે પુણે ખાતેની ફિલ્મ ઍન્ડ ટેલિવિઝન ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ઇન્ડિયામાં દિગ્દર્શનનો અભ્યાસ કર્યો હતો. ત્યાં…

વધુ વાંચો >

શાહ રૂખ મીર તાજમોહમદ ખાન 

શાહ રૂખ મીર તાજમોહમદ ખાન  (જ. 2 નવેમ્બર 1965, દિલ્હી) : ફિલ્મ અભિનેતા. એસ.આર.કે. તરીકે જાણીતા અભિનેતા શાહરૂખ ખાનના પિતા મીર તાજમોહમદ પેશાવરના એક સ્વાતંત્ર્યસેનાની હતા. અને ભારતીય રાષ્ટ્રીય કૉંગ્રેસ સાથે સંકળાયેલી તથા ‘સરહદના ગાંધી’ તરીકે ઓળખાતા ખાન અબ્દુલ ગફારખાનની સંસ્થા ‘ખુદાઈ ખીતમગાર’ના સક્રિય સભ્ય હતા. એમણે આઝાદીના આંદોલનમાં પણ…

વધુ વાંચો >

શિગુલા, હાન્ના

શિગુલા, હાન્ના [જ. 25 ડિસેમ્બર 1943, કેટોવાઇસ, પોલૅન્ડ (તત્કાલીન જર્મન કબજા હેઠળનું કેટોવિત્ઝ)] : જર્મન રંગભૂમિ અને ચલચિત્રોમાં વિવિધ પાત્રોની આક્રમક રજૂઆત કરવા માટે ખ્યાતનામ અભિનેત્રી. હાન્ના શિગુલા સમય જતાં જર્મન ચિત્રસર્જક બાઇન્ડરનાં ચિત્રોનું અવિભાજ્ય અંગ બની ગયાં હતાં. તેમનો ઉછેર જર્મનીમાં થયો હતો. ત્યાં જ મ્યૂનિક યુનિવર્સિટીમાં તેમણે ભાષા…

વધુ વાંચો >

શિન્ડલર્સ લિસ્ટ (ચલચિત્ર)

શિન્ડલર્સ લિસ્ટ (ચલચિત્ર) : ભાષા : અંગ્રેજી. શ્ર્વેત અને શ્યામ. નિર્માણવર્ષ : 1993. નિર્માતા : ઇર્વિંગ ગ્લોવિન, કેથલીન કૅનેડી, બ્રાન્કો લસ્ટિગ, ગેરાલ્ડ આર. મોલેન, સ્ટિવન સ્પિલબર્ગ. દિગ્દર્શક : સ્ટિવન સ્પિલબર્ગ. પટકથા : સ્ટિવન ઝેઇલિયન. કથા : ટૉમસ કેનિયેલીની નવલકથા ‘શિન્ડલર્સ પાર્ક’ પર આધારિત. સંપાદક : માઇકલ કાહ્ન. છબિકલા : જાનુઝ…

વધુ વાંચો >

શૅરીફ, ઑમર

શૅરીફ, ઑમર (જ. 1932, ઍલેક્ઝાન્ડ્રિયા, ઇજિપ્ત) : ઇજિપ્તના રંગભૂમિના અને ફિલ્મોના અભિનેતા. મૂળ નામ માઇકેલ શલહૂબ. 1953માં તેમણે ઇજિપ્તના ફિલ્મજગતમાં અભિનયનો પ્રારંભ કર્યો અને એ દેશના ટોચના ફિલ્મ-અભિનેતા બની રહ્યા. 1962માં ‘લૉરેન્સ ઑવ્ અરેબિયા’ ચિત્રમાંના તેમના અભિનયથી તેમને આંતરરાષ્ટ્રીય સ્તરે ખ્યાતિ મળી. તેમનાં ઉત્તરાર્ધનાં ચિત્રોમાં ‘ડૉક્ટર ઝિવાગો’ (1965), ‘ફની ગર્લ’…

વધુ વાંચો >

શૈલેન્દ્ર

શૈલેન્દ્ર (જ. 30 ઑગસ્ટ 1923, રાવલપિંડી, હાલ પાકિસ્તાન; અ. 14 ડિસેમ્બર 1966, મુંબઈ) : ગીતકાર તથા ચલચિત્રનિર્માતા. મૂળ નામ શંકરસિંહ. પિતા કેશરીલાલ સિંહ બ્રિટિશ સેનામાં કૅન્ટીન-મૅનેજર હતા. તેઓ મૂળ બિહારના ભોજપુર જિલ્લાના વતની હતા. દલિત હોવાને કારણે સ્થાનિક જમીનદારોના ત્રાસથી વાજ આવીને કેશરીસિંહે રાવલપિંડીમાં જ રહેવાનું પસંદ કર્યું હતું અને…

વધુ વાંચો >

શોલે

શોલે : ભારતમાં ખૂબ લોકપ્રિય બનેલું ચલચિત્ર. નિર્માણવર્ષ : 1975. ભાષા : હિંદી. રંગીન. નિર્માણ-સંસ્થા : સિપ્પી ફિલ્મ્સ. નિર્માતા : જી. પી. સિપ્પી. દિગ્દર્શક : રમેશ સિપ્પી. કથા-પટકથા : સલીમ જાવેદ. ગીતકાર : આનંદ બક્ષી. છબિકલા : દ્વારકા દિવેચા. સંગીત : આર. ડી. બર્મન. મુખ્ય કલાકારો : ધર્મેન્દ્ર, હેમા માલિની,…

વધુ વાંચો >

‘શ્યામચી આઇ’ (ચલચિત્ર)

‘શ્યામચી આઇ’ (ચલચિત્ર) : રાષ્ટ્રપતિ ચંદ્રક-વિજેતા મરાઠી ચલચિત્ર. ભારતમાં જે વર્ષે શાસકીય ધોરણે વર્ષ દરમિયાનના સર્વોત્તમ કથાચિત્રને રાષ્ટ્રપતિ ચંદ્રક દ્વારા પુરસ્કૃત કરવાની પ્રથા દાખલ થઈ તે જ વર્ષે (1954) અત્રે પિક્ચર્સ દ્વારા નિર્મિત આ મરાઠી કથાચિત્રને રાષ્ટ્રપતિ ચંદ્રક એનાયત કરવામાં આવ્યો હતો. આ ચલચિત્ર વિખ્યાત સ્વાતંત્ર્ય-સેનાની તથા સામાજિક સુધારણાના ભેખધારી…

વધુ વાંચો >