Film

પારેખ આશા

પારેખ, આશા (જ. 2 ઑક્ટોબર 1942, મુંબઈ) : હિન્દી ચલચિત્રોમાં અભિનય કરતાં ગુજરાતી અભિનેત્રી. પિતા બચુભાઈને શાળાશિક્ષણની સાથે નૃત્ય અને અભિનયમાં પણ રસ હતો, તેથી નૃત્યશિક્ષણ લીધું. પ્રસિદ્ધ નૃત્યવિદ મોહનલાલ પાંડે તેમના નૃત્યગુરુ હતા. ડૉક્ટર બનવાની ઇચ્છા હતી, પરંતુ નૃત્ય-અભિનયની આવડતને કારણે અભિનયના ક્ષેત્રમાં આગળ વધ્યાં. 1954માં 12 વર્ષની વયે…

વધુ વાંચો >

પાર્ટી (1984)

પાર્ટી (1984) : હિંદી ચલચિત્ર. નિર્માણસંસ્થા : નૅશનલ ફિલ્મ ડેવલપમેન્ટ કૉર્પોરેશન. દિગ્દર્શન અને છબીકલા : ગોવિંદ નિહાલાની. કલાકારો : રોહિણી હટંગડી, મનોહરસિંહ, વિજયા મહેતા, દીપા શાહી, કે. કે. રૈના, સોની રઝદાન, શફી ઇનામદાર, ઓમ્ પુરી, અમરીશ પુરી, આકાશ ખુરાના, નસીરુદ્દીન શાહ, ગુલશન કૃપાલાની, પર્લ પદમશી. અવધિ 118 મિનિટ. એક સાહિત્યકારનું…

વધુ વાંચો >

પાલેકર અમોલ

પાલેકર, અમોલ (જ. 24 નવેમ્બર, 1944, મુંબઈ) : મરાઠી રંગભૂમિ તથા હિન્દી ચલચિત્રોના અભિનેતા અને નિર્માતા દિગ્દર્શક. 1965 જે. જે. સ્કૂલ ઑફ આર્ટમાં પ્રશિક્ષણ લીધું, 1968માં મરાઠી રંગભૂમિથી કારકિર્દીનો આરંભ કર્યો. સત્યદેવ દુબે સાથે 1972 સુધી નાટ્યપ્રયોગો કર્યા. તેમનાં પ્રયોગાત્મક નાટકોએ વિવેચકોનું ધ્યાન ખેંચ્યું. તેઓ સારા ચિત્રકાર પણ છે. એમણે…

વધુ વાંચો >

પિકફર્ડ મેરી

પિકફર્ડ, મેરી (જ. 8 એપ્રિલ 1892, ટોરૉન્ટો; અ. 21 મે, 1979 કૅલિફૉર્નિયા, યુ.એસએ.) : અમેરિકી અભિનેત્રી. મૂળ નામ ગ્લેડિસ સ્મિથ. મૂક ચિત્રો દ્વારા અપ્રતિમ નામના પ્રાપ્ત કરનાર મેરી પિકફર્ડના જીવનસંઘર્ષની શરૂઆત પાંચ વર્ષની ઉંમરથી થઈ. એક અકસ્માતમાં પિતાનું અવસાન થતાં ત્રણ વર્ષની બહેન અને બે વર્ષના ભાઈની જવાબદારી તેના શિરે…

વધુ વાંચો >

પિયા કા ઘર

પિયા કા ઘર : મુંબઈ જેવા મહાનગરમાં પોતાનું કહી શકાય એવા ઘરની સમસ્યા કેવી હોય છે અને તેને ઉકેલવા જતાં કેવી કેવી સમસ્યાઓનો સામનો કરવો પડે છે એ ગંભીર વિષયને હળવી શૈલીમાં રજૂ કરતું હિન્દી ચલચિત્ર. નિર્માણવર્ષ : 1971; નિર્માતા : તારાચંદ બડજાત્યા; પટકથા : રામ કેળકર; દિગ્દર્શન-સંવાદ : બાસુ…

વધુ વાંચો >

પુકાર

પુકાર : હિંદી ચલચિત્ર. નિર્માણ-વર્ષ : 1939. અવધિ : 151 મિનિટ. શ્વેત અને શ્યામ. ભાષા : હિંદી. નિર્માણ-સંસ્થા : મિનર્વા મૂવિટોન. દિગ્દર્શક : સોહરાબ મોદી. કથા-ગીતો : કમાલ અમરોહી. છબીકલા : વાય. ડી. સરપોતદાર. સંગીત : મીર સાહિબ. કલાકારો : સોહરાબ મોદી, ચંદ્રમોહન, નસીમબાનુ, શીલા, સરદાર અખ્તર, સાદિક અલી. કમાલ…

વધુ વાંચો >

પુડોફકિન

પુડોફકિન (જ. 6 ફેબ્રુઆરી 1893, પેન્ઝા, રશિયા; અ. 30 જૂન 1953, જર્મેલા, લટેવિયા) : રશિયન ફિલ્મ-દિગ્દર્શક. મૂળ નામ : સ્યેવોલોદ પુડોફકિન. આ ખેડૂત-પુત્ર તેના કુટુંબ સાથે મૉસ્કોમાં વસતો હતો. ત્યાંની યુનિવર્સિટીમાં તેણે ભૌતિક અને રસાયણશાસ્ત્રનો અભ્યાસ કર્યો. પ્રથમ વિશ્વયુદ્ધ ફાટી નીકળતાં અભ્યાસ અધૂરો રહ્યો. 1915ના ફેબ્રુઆરીમાં તે યુદ્ધમાં ઘાયલ થયો…

વધુ વાંચો >

પુનાતર રતિભાઈ

પુનાતર, રતિભાઈ (જ. 31 ઑગસ્ટ 1913, જામનગર અ. 14 ડિસેમ્બર 1985, મુંબઈ) : ગુજરાતી ચલચિત્ર-દિગ્દર્શક. મોટાં શહેરોમાં જઈને વસેલા ગુજરાતી પરિવારોની સમસ્યાઓને કેન્દ્રમાં રાખીને ચલચિત્રોનું સર્જન કરી તેમણે ગુજરાતી ચલચિત્રોને નવી દિશા આપી. રતિભાઈ પુનાતરે ગણ્યાંગાંઠ્યાં જ ગુજરાતી ચિત્રો બનાવ્યાં છે; પણ આ ચિત્રો ગુજરાતી ચલચિત્રોના ઇતિહાસમાં સીમાચિહ્નરૂપ બની ગયાં…

વધુ વાંચો >

પુરી અમરીષ

પુરી, અમરીષ (જ. 22 જૂન 1932, નવાનશહર, જલંધર, પંજાબ; અ. 12 જાન્યુઆરી 2005, મુંબઈ) : હિંદી ચલચિત્રજગતના કલાકાર. ધારદાર અને ઘેરો અવાજ, લોખંડી દેહયષ્ટિ અને વિચક્ષણ અદાકારીને કારણે છેલ્લા લગભગ અઢી દાયકાથી ભારતના રૂપેરી પડદા પર લોકચાહના મેળવનાર આ કલાકારને 40 વર્ષની ઉંમર સુધી નિર્ણયાત્મક ક્ષણ માટે રાહ જોવી પડી…

વધુ વાંચો >

પુરી ઓમ

પુરી, ઓમ (જ. 18 ઓક્ટોબર 1950, અંબાલા, પંજાબ; અ. 6 જાન્યુઆરી 2017, મુંબઈ) : હિંદી ચલચિત્રોની વિશિષ્ટ મુદ્રા ઉપસાવનાર અભિનેતા. ઓમ પુરીના પિતા રેલવેમાં કામ કરતા હતા અને ભારતીય સૈન્યમાં પણ હતા. ઓમ પુરીએ ગ્રૅજ્યુએશન ફિલ્મ ઍન્ડ ટેલિવિઝન ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ઇન્ડિયા, પુણેમાંથી કર્યું. રુક્ષ, કઠોર, શીળીના ડાઘ ધરાવતો ચહેરો ભાગ્યે…

વધુ વાંચો >