Entomology

ઘૈણ (ઢાલિયા)

ઘૈણ (ઢાલિયા) : ઢાલપક્ષ (Coleoptera) શ્રેણીમાં મેલોલોન્થિડી કુળની એક બહુભોજી કીટક. ભારતમાં આ કીટક સૌપ્રથમ 1952માં ઉત્તરપ્રદેશ અને પશ્ચિમ બંગાળમાં નોંધાયેલ. આ કીટક 1958માં રાજસ્થાનમાં મકાઈ અને જુવાર ઉપર ઉપદ્રવ કરતો નોંધાયો છે, જ્યારે ઉત્તર ગુજરાત અને ખેડા જિલ્લામાં આ કીટક–હોલોટ્રિકિયા કોન્સેંગીની (Holotrichia consanguinea) મગફળી, બાજરી, મકાઈ, જુવાર, મરચી, ડાંગર…

વધુ વાંચો >

ઘોડિયા ઇયળ

ઘોડિયા ઇયળ : એરંડા, કપાસ જેવા પાકને નુકસાન કરતી ઇયળ. આ ઇયળો પાન પર ચાલે છે ત્યારે શરીરનો વચ્ચેનો ભાગ ઊંચો થઈ અર્ધગોળાકાર બને છે, તેથી તેને ‘ઘોડિયા ઇયળ’ તરીકે ઓળખવામાં આવે છે. આ કીટકનો સમાવેશ રોમપક્ષ (lepidoptera) શ્રેણીના Noctuidae કુળમાં કરવામાં આવ્યો છે. દિવેલાની ઘોડિયા ઇયળ : તેનો ઉપદ્રવ…

વધુ વાંચો >

ચાંચ

ચાંચ : ખોરાકને પકડવા કે માળો બનાવવા માટેનું પક્ષીનું એક અગત્યનું અંગ. ઉડ્ડયન કરવાની ક્ષમતા ધરાવતા પક્ષી માટે ઉષ્ણ કટિબંધ, અતિશીત ઉત્તર ધ્રુવપ્રદેશ, ઊંચા પહાડનું શિખર, ખીણમાં આવેલી ગુફા, હિમપ્રદેશ કે ગીચ વન જેવાં રહેઠાણો અનુકૂળ હોય છે. તે ત્યાં ઉપલબ્ધ વિવિધ પ્રકારનો આહાર લે છે. અન્ય પૃષ્ઠવંશી પ્રાણીઓની જેમ…

વધુ વાંચો >

ચાંચડ

ચાંચડ : મનુષ્ય, પશુઓ અને પક્ષીઓનાં શરીરમાંથી લોહી ચૂસી બાહ્યપરોપજીવી તરીકે જીવન ગુજારતો ચૂસણપક્ષ (siphonoptera) શ્રેણીના પ્યુલીસીડી કુળનો કીટક. ચાંચડમાં જડબા હોતાં નથી. બકનળી જેવી નળીથી લોહી ચૂસે છે. તેનાં ઈંડાં સુંવાળાં, ચળકતાં અને લંબગોળ હોય છે. તે જમીનની તિરાડોમાં ભરાઈ રહે છે. એક માદા આશરે 450 જેટલાં ઈંડાં મૂકે…

વધુ વાંચો >

ચાંચડી

ચાંચડી : જુદા જુદા ખેતી પાકમાં નુકસાન કરતી ઢાલપક્ષ (coleoptera) શ્રેણીના ક્રાયસોમેલીડી કુળની જીવાત. (1) આંબાની ચાંચડી : દક્ષિણ ગુજરાતમાં 1983–1984થી કીટક આંબાની નવી ફૂટમાં નુકસાન કરતો જણાયો છે. તે Rhincinus mangiferneના વૈજ્ઞાનિક નામથી ઓળખાય છે. આ જીવાતની ઇયળ તેમજ પુખ્ત કીટક પાન ખાઈને નુકસાન કરે છે. પુખ્ત કીટક સમૂહમાં…

વધુ વાંચો >

ચૂસિયાં (bugs)

ચૂસિયાં (bugs) : ખેતીપાકમાં રસ ચૂસીને નુકસાન કરતી જીવાત. આ જીવાતનો અર્ધપક્ષ (Hemiptera) શ્રેણીમાં સમાવેશ થયેલ છે. (1) જુવારનાં ડૂંડાંનાં ચૂસિયાં : પૅરેગ્રીન્સ મેઇડીસના વૈજ્ઞાનિક નામથી ઓળખાતાં આ ચૂસિયાંનો ડેલ્ફેસીડી કુળમાં સમાવેશ થયેલો છે. પુખ્ત કીટક પીળાશ પડતા લીલા રંગનો અને આશરે 1 સેમી. લાંબો હોય છે. માદા ચૂસિયાં ડૂંડા…

વધુ વાંચો >

છારો (mildew)

છારો (mildew) : વનસ્પતિમાં થતો એક ફૂગજન્ય રોગ. યજમાન વનસ્પતિનાં પાન, દાંડી કે ફળ પર સફેદ, ભૂખરા, બદામી કે અન્ય રંગની ભૂકી સ્વરૂપે ફૂગના અસંખ્ય બીજાણુઓ પ્રસરેલા હોય છે. વાસી બ્રેડ, કપડાં અને પડદા જેવી વસ્તુઓ પર આ ફૂગ પ્રસરતી હોય છે. આશરે 7181 જેટલી ફૂગની પ્રજાતિઓ વિશિષ્ટ યજમાન પર…

વધુ વાંચો >

છાસિયો

છાસિયો : કપાસમાં ફૂગથી થતો રોગ. ખાસ કરીને દેશી જાતોમાં આ રોગ લાગે છે. મહારાષ્ટ્ર રાજ્યમાં સંકર-4 અને જી. કોટ-10 જેવી અમેરિકન જાતોમાં પણ આ રોગ લાગે છે તેવું માલૂમ પડેલું છે. ભેજવાળા તેમજ નીચાણવાળા ભીના વિસ્તારમાં આ રોગથી નુકસાનની શક્યતા વધી જાય છે. છાસિયો સામાન્યત: પાકટ પાન ઉપર આવે…

વધુ વાંચો >

જાળાં બનાવનારી ઇયળ

જાળાં બનાવનારી ઇયળ : જુવારનાં ડૂંડાં પર જાળાં બનાવી કણસલાંને નુકસાન કરતી વિવિધ ઇયળો. તેનો ક્રિપ્ટોબ્લબસ અગ્યુસ્ટિપૅનેલાના રોમપક્ષ શ્રેણીના પાયરેલીડી કુળમાં સમાવેશ થાય છે. જુવાર ઉપરાંત કોઈક વખત આ ઇયળો મકાઈ અને રાગીને પણ નુકસાન કરે છે. પુખ્ત ફૂદું પાંખોની પહોળાઈ સાથે આશરે 15 મિમી. પહોળાઈનું હોય છે. તેની આગળની…

વધુ વાંચો >

જીવાણુજન્ય રોગો

જીવાણુજન્ય રોગો વિવિધ પ્રકારના જીવાણુઓને કારણે પ્રાણીઓમાં અનેક રોગ ઉદભવે છે. તેની વિગતો નીચે મુજબ છે : 1. કાળિયો તાવ આ રોગ ઍન્થ્રેક્સ તથા વૂલ સૉર્ટર્સ ડિસીઝના નામે પણ જાણીતો છે. આ રોગ ગાય, બળદ, ભેંસ, ઘેટાંબકરાં, ઘોડા, ડુક્કર, ઊંટ તથા કૂતરાંને થાય છે. આ રોગનો ચેપ પશુઓમાંથી માણસને પણ…

વધુ વાંચો >