Drama

વિઝિટ (1953)

વિઝિટ (1953) : ફ્રેડરિક ડ્યૂરેનમાટ્ટ – લિખિત વિશ્વવિખ્યાત પ્રલંબ નાટક. તેના લેખક મૂળે સ્વિટ્ઝર્લૅન્ડના નાગરિક, પણ જર્મન ભાષામાં લખતા, વિશિષ્ટ નાટ્યકાર અને વાર્તાકાર છે. તેની કથા ટૂંકમાં આવી છે : કોઈ નાના નગરમાં એક વ્યક્તિએ એક કિશોરી પર બળાત્કાર કર્યો. શરમની મારી એ બીજા નગરમાં જઈ વસી અને નસીબે યારી…

વધુ વાંચો >

વિદૂષક

વિદૂષક : સંસ્કૃત નાટકમાં નાયકનો શૃંગારમાં સહાયક. હાસ્યરસિક પાત્ર. નાયકનો તે મિત્ર હોય છે. ઉદા. ‘મૃચ્છકટિકનાટક’નો મૈત્રેય. વસંત વગેરે પરથી તેનું નામ પાડવામાં આવે છે. ઉદા., ‘સ્વપ્નવાસવદત્ત’નો વસંતક. તે જન્મે બ્રાહ્મણ હોય છે, કર્મે નહિ. તે ‘હું બ્રાહ્મણ છું’ એમ બોલનાર હોવાથી તેને ‘ब्राह्मणब्रू’ કહે છે. તે બ્રાહ્મણ જેવો જ્ઞાની…

વધુ વાંચો >

વિભાકર, નૃસિંહ

વિભાકર, નૃસિંહ (જ. 25 ફેબ્રુઆરી 1888, જૂનાગઢ; અ. 28 મે 1925) : ગુજરાતી સાહિત્યના જાણીતા નાટ્યકાર. આખું નામ વિભાકર નૃસિંહદાસ ભગવાનદાસ. બી.એ. 1908માં, મુંબઈ યુનિવર્સિટીમાંથી 1910માં એલએલ.બી.; ત્યારબાદ 1911માં ઇંગ્લૅન્ડ જઈ 1913માં બૅરિસ્ટર થયા. પછી પાછા આવી સિડેન્હામ કૉલેજ મુંબઈમાં અધ્યાપનનું કામ કર્યું. ત્યારબાદ વકીલાત શરૂ કરી. નૃસિંહ વિભાકરનું વ્યક્તિત્વ…

વધુ વાંચો >

વિભુકુમાર

વિભુકુમાર (જ. 13 માર્ચ 1942, સાગર, મધ્યપ્રદેશ) : હિંદી લેખક અને નાટ્યકાર. તેમણે સાગર યુનિવર્સિટીમાંથી એમ.એ. અને રવિશંકર યુનિવર્સિટીમાંથી પીએચ.ડી.ની ડિગ્રી મેળવી. તેઓ 1965-71 દરમિયાન ‘હસ્તાક્ષર’ ત્રિમાસિકના સંપાદક તથા મધ્યપ્રદેશમાં શેરી-નાટકોની પ્રવૃત્તિમાં અગ્રેસર રહ્યા હતા. તેમણે દુર્ગા મહાવિદ્યાલય, રાયપુરમાં હિંદીના પ્રાધ્યાપક તરીકે સેવાઓ આપી છે. તેમણે અત્યાર સુધીમાં 7 ગ્રંથો…

વધુ વાંચો >

વિલિયમ્સ, ટેનિસી (ટૉમસ લૅનિયર વિલિયમ્સ)

વિલિયમ્સ, ટેનિસી (ટૉમસ લૅનિયર વિલિયમ્સ) (જ. 26 માર્ચ 1911, કોલંબસ, મિસિસિપી; અ. 25 ફેબ્રુઆરી 1983, ન્યૂયૉર્ક સિટી, યુ. એસ.) : અમેરિકન નાટ્યકાર. બાળપણ મિસિસિપી અને સેંટ લૂઈ ખાતે વીત્યું. શિક્ષણ યુનિવર્સિટી ઑવ્ મિઝરી અને વૉશિંગ્ટન યુનિવર્સિટી(સેંટ લૂઈ)માં લીધું. યુનિવર્સિટી ઑવ્ આયૉવામાંથી 1938માં બી.એ.ની ઉપાધિ મેળવી. ‘અમેરિકન બ્લૂઝ’ (1939, પ્રસિદ્ધ થયું…

વધુ વાંચો >

વિશાખદત્ત

વિશાખદત્ત (છઠ્ઠી-સાતમી સદી) : સંસ્કૃત ભાષાના નાટ્યકાર. તેમણે ‘મુદ્રારાક્ષસ’ નામનું રાજકીય ખટપટો વર્ણવતું નાટક લખ્યું છે. તેમના પિતાનું નામ મહારાજ ભાસ્કરદત્ત કે પૃથુ હતું. તેમના પિતામહનું નામ વટેશ્વરદત્ત હતું. પિતામહ વટેશ્વરદત્ત સામંત હતા, જ્યારે પિતા મહારાજ ભાસ્કરદત્ત સ્વતંત્ર રાજા હતા. તેઓ ઉત્તર ભારતના રહેવાસી હતા, કારણ કે તેમના નાટકમાં પાટલીપુત્રનું…

વધુ વાંચો >

વિષ્કંભક

વિષ્કંભક : ભરતના નાટ્યશાસ્ત્ર મુજબ કથાનકને સૂચવવાની એક પ્રયુક્તિ. તે વિષ્કંભ એવા નામે ઓળખાય છે. તે અર્થોપક્ષેપકનો એક પ્રકાર છે. નાટ્યરચના કરતી વખતે નાટ્યની વાર્તામાં આવતી નીરસ કે ભરત દ્વારા નિષિદ્ધ કે અયોગ્ય ઘટનાઓ રંગભૂમિ પર ભજવી ન શકાય. આમ છતાં આ ઘટનાઓ રૂપકના કથાનકમાં પ્રેક્ષકોને જણાવવી પડે તેવી હોય…

વધુ વાંચો >

વીણાવેલી

વીણાવેલી : ગુજરાતીમાં ડાહ્યાભાઈ ધોળશાજી ઝવેરી (1867-1902) દ્વારા ઈસવી સન 1892થી 1896ના ગાળામાં રચાયેલું ત્રિઅંકી નાટક. શ્રી દેશી નાટક સમાજે ઈસવી સન 1899માં તે ભજવ્યું. એ જમાનાનાં નાટકોના મુકાબલે આ નાટકની ભાષા સ્વાભાવિક અને ટૂંકાં ટૂંકાં વાક્યોવાળી છે. કર્તાએ ધીમે ધીમે નાટ્યાત્મક ગદ્ય કઈ રીતે ખીલવ્યું એનો અંદાજ આ નાટકની…

વધુ વાંચો >

વેઇટિંગ ફૉર ગોદો (ઓન આતોન્દન ગોદો)

વેઇટિંગ ફૉર ગોદો (ઓન આતોન્દન ગોદો) : નોબેલ પારિતોષિકથી પુરસ્કૃત વિખ્યાત આયરિશ-ફ્રેન્ચ નાટ્યકાર સૅમ્યુઅલ બૅકેટની યશસ્વી નાટ્યકૃતિ. થિયેટર ઑવ્ ઍબ્સર્ડની પ્રતિનિધિરૂપ દ્વિઅંકી ટ્રેજિકૉમેડી. પ્રથમ અંકમાં બે પ્રૌઢ રખડુઓ એસ્ટ્રેગૉન અને વ્લાદિમિર, જે એકબીજાને ‘દીદી’ અને ‘ગોગો’ કહીને સંબોધે છે. સાંજના સમયે, ગામડાના રસ્તે એક વેરાન વૃક્ષ પાસે, ગોદો કે જેને…

વધુ વાંચો >

વેગા, લૉપ દ

વેગા, લૉપ દ (જ. 25 નવેમ્બર 1562, મૅડ્રિડ, સ્પેન; અ. 27 ઑગસ્ટ 1635, મેડ્રિડ, સ્પેન) : સ્પૅનિશ નાટ્યકાર. એમણે કોઈ પણ લેખક કરતાં સૌથી વિશેષ નાટ્યકૃતિઓનું સર્જન કર્યું છે. એકલા લૉપને અઢારસો જેટલાં નાટકો લખવાનું અને ‘ઑટોસ સેક્રામેન્ટેઇલ્સ’ નામે ચારસો ટૂંકાં ધાર્મિક નાટકો લખવાનું બહુમાન પ્રાપ્ત થયું હતું. નાટ્યલેખનનો આ…

વધુ વાંચો >