Culture (General)
બારણું
બારણું : બારણું એટલે દીવાલની અંદર રાખવામાં આવેલું કાણું. જેમાંથી માનવીની અવરજવર શક્ય બને અને તે ઉપરાંત તેનાં થકી સલામતી, સુરક્ષા, ગોપનીયતા, વ્યવહારનો પ્રકાર, સામાજિક સ્થિતિ તેમજ મકાનની અગત્યની દૃશ્ય અનુભૂતિ પણ નિર્ધારિત થતી હોય છે. બારણાં વગર મકાનની કલ્પના મુશ્કેલ છે. બારણું છે એટલે મકાનની ચોક્કસ પ્રકારની ઉપયોગિતા શક્ય બને…
વધુ વાંચો >બૅબિલોનિયન સંસ્કૃતિ
બૅબિલોનિયન સંસ્કૃતિ : યુફ્રેટિસ અને ટાઇગ્રિસ નદીને તીરે મેસોપોટેમિયામાં વિકસેલી સંસ્કૃતિ. યુફ્રેટિસ અને ટાઇગ્રિસ નદીની વચ્ચેનો પ્રદેશ મેસોપોટેમિયા તરીકે ઓળખાતો હતો. આજે આ પ્રદેશ ઇરાક તરીકે ઓળખાય છે. સુમેરિયન સંસ્કૃતિના પતન બાદ બૅબિલોનિયન સંસ્કૃતિ અસ્તિત્વમાં આવી. સુમેર-અક્કડ સામ્રાજ્યના પતન પછી યુફ્રેટિસ નદીના કિનારે એમોરાઇટ જાતિના લોકો સ્થિર થયા. ઈ. પૂ.…
વધુ વાંચો >બૌધાયન ધર્મસૂત્ર
બૌધાયન ધર્મસૂત્ર : જુઓ ધર્મસૂત્ર
વધુ વાંચો >ભરથરી (ગાથા)
ભરથરી (ગાથા) : રાજા ભરથરીની લોકગાથા. આ લોકગાથા સારંગી વગાડીને ભિક્ષા માંગતા જોગીઓ દ્વારા મૂળ પ્રેમપૂર્વક ગાવામાં આવતી હોય છે. આ જોગીઓ કોઈને આખી ગાથા ગાઈ સંભળાવતા નથી કેમ કે, તેઓ એવી માન્યતા ધરાવે છે કે આખી ગાથા ગાઈ સંભળાવનાર અને એને સાંભળનારનો સર્વનાશ થાય છે. સંસ્કૃતના સુપ્રસિદ્ધ કવિ રાજા…
વધુ વાંચો >માણસનું મરણોત્તર અસ્તિત્વ
માણસનું મરણોત્તર અસ્તિત્વ : માણસનું મરણોત્તર અસ્તિત્વ ટકી રહે છે કે કેમ તે અંગેની જગતના ધર્મોમાં સ્વીકૃત માન્યતાઓ હિંદુ, જૈન, બૌદ્ધ, શીખ, જરથોસ્તી, યહૂદી, ખ્રિસ્તી અને ઇસ્લામ આ આઠ ધર્મોમાં માણસના મરણ પછી પણ તેનું અસ્તિત્વ ટકી રહે છે તેવો સિદ્ધાંત સ્વીકારાયો છે. માણસના મરણોત્તર અસ્તિત્વના સ્વરૂપ પરત્વે આ ધર્મો…
વધુ વાંચો >રાજકીય સંસ્કૃતિ
રાજકીય સંસ્કૃતિ : રાજ્ય અથવા સત્તા અંગેની લોકોની અભિમુખતા અને તેમનાં વલણો. સરકાર કેવી રીતે ચાલવી જોઈએ અને તેણે શું કરવું જોઈએ, તે અંગેનાં મૂલ્યો, માન્યતાઓ અને ઊર્મિલ વલણો એ ઘટક તત્ત્વોથી રાજકીય સંસ્કૃતિ ઘડાય છે. સમાજશાસ્ત્રોમાં ‘સંસ્કૃતિ’ એક મહત્વની વિભાવના છે. ગેબ્રિયલ આલ્મૉન્ડ અને સિડની વર્બાના પ્રશિષ્ટ અભ્યાસગ્રંથ ‘ધ…
વધુ વાંચો >રાજ્યાશ્રય
રાજ્યાશ્રય : રાજ તરફથી કવિઓ અને કલાકારોને મળતો આશ્રય. રાજશેખરે પોતાના ‘કવિશિક્ષા’ ગ્રંથમાં રાજાઓ દ્વારા આયોજિત કવિ-સંમેલનો અને સંગીતસમારોહનું વિસ્તૃત વર્ણન કર્યું છે. રાજશેખરનું કહેવું છે કે રાજાઓ કવિઓ અને કાવ્યો તથા સંગીતકારો અને બીજા વિદ્યાકલાના વિદ્વાનોનું ગુણવત્તા અનુસાર પુરસ્કાર કરી બહુમાન કરતા. આવા વિદ્વાનોમાંથી શ્રેષ્ઠને રાજદરબારમાં કાયમી સ્થાન મળતું.…
વધુ વાંચો >રાલ્ફ લિંટન
રાલ્ફ લિંટન (જ. 1893; અ. 1953) : આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત સાંસ્કૃતિક નૃવંશશાસ્ત્રી. તેમણે કારકિર્દીનો પ્રારંભ પુરાતત્વવિદ તરીકે કર્યો. તેમને 1920-22 દરમિયાન માર્કેસઝ ટાપુ (Marquesas Island) પર મોકલવામાં આવ્યા હતા. અહીં તેમને ટાપુ પર રહેતા લોકો વિશે રસ જાગ્યો અને સાંસ્કૃતિક નૃવંશશાસ્ત્રમાં જોડાયા. ત્યારપછી તેમણે નૃવંશશાસ્ત્રમાં ખાસ કરીને વ્યક્તિત્વ, સામાજિક સંરચના, સાંસ્કૃતિક…
વધુ વાંચો >રાષ્ટ્રગીત
રાષ્ટ્રગીત : રાષ્ટ્ર પ્રત્યે પ્રજાનો પ્રેમ તથા ભક્તિનો ભાવ વ્યક્ત કરતું રાષ્ટ્રનું સત્તાવાર ગીત. મોટે ભાગે તે સમૂહમાં ગવાય છે. સાથે વાદ્યવૃંદનું સંગીત પણ હોઈ શકે છે. રાષ્ટ્રગીતનો હેતુ રાષ્ટ્રજનોમાં રાષ્ટ્ર પ્રત્યે, જરૂર પડ્યે બલિદાનની ભાવના પ્રેરવાનો છે. રાષ્ટ્રીય પર્વ, વિશેષ પ્રસંગ, આંતરરાષ્ટ્રીય સંમેલન, રમતોત્સવ અને પરદેશી અતિથિના સ્વાગત જેવા…
વધુ વાંચો >લિબર્ટી બેલ
લિબર્ટી બેલ : અમેરિકન સ્વાતંત્ર્યના પરંપરાગત પ્રતીક સમો મોટો ઘંટ. પેન્સિલવેનિયા પ્રાંતની વિધાનસભાના આદેશથી 1751માં તેને નવા સ્ટેટ હાઉસ(નવું નામાભિધાન ઇન્ડિપેન્ડન્સ હૉલ, ફિલાડેલ્ફિયા)માં મૂકવામાં આવેલો. લંડનમાં તેને વ્હાઇટ ચૅપલ બેલ ફાઉન્ડ્રી દ્વારા ઢાળવામાં આવેલો. તેની કિંમત તે વખતે 100 પાઉન્ડની રાખવામાં આવી હતી. 1751માં તેને અમેરિકા લાવવામાં આવેલો. અવાજની ચકાસણી…
વધુ વાંચો >