Chemistry
થેલિયમ
થેલિયમ : આવર્તક કોષ્ટકમાંના છઠ્ઠા આવર્ત અને 13મા (અગાઉ III) સમૂહમાં આવેલું ધાત્વિક તત્વ. સંજ્ઞા Tl, 1861/62માં સર વિલિયમ ક્રૂક્સ અને સી.એ.લેમી (Lamy)એ એકબીજાથી સ્વતંત્ર રીતે તેની શોધ કરી હતી. તેના જ્યોત-વર્ણપટમાંની લાક્ષણિક તેજસ્વી લીલી રેખાને કારણે ગ્રીક શબ્દ થેલોસ (Thallos=budding shoot અથવા twig) પરથી તેને આ નામ આપવામાં આવ્યું…
વધુ વાંચો >થોરિયમ
થોરિયમ : આવર્તક કોષ્ટકના ત્રીજા (અગાઉ IIIA) સમૂહમાં ઍક્ટિનિયન પછી આવેલ અને ઍક્ટિનાઇડ્ઝ, ઍક્ટિનોઇડ્ઝ અથવા ઍક્ટિનૉન્સ તરીકે ઓળખાતી શ્રેણીમાંનું રાસાયણિક ધાતુતત્વ. સંજ્ઞા Th. 1828માં જોન્સ જેકૉબ બર્ઝેલિયસે હાલ થોરાઇટ તરીકે ઓળખાતા નૉર્વેજિયન અયસ્ક(ore)માંથી એક ઑક્સાઇડ મેળવ્યો, જેને તેમણે યુદ્ધ માટેના નૉર્વેજિયન દેવતાના નામ ઉપરથી ‘થોરિયા’ નામ આપ્યું અને તેના ટેટ્રાક્લોરાઇડનું…
વધુ વાંચો >દ’ બ્રોલ્યી તરંગ વિભાવના
દ’ બ્રોલ્યી તરંગ વિભાવના : ગતિમય (moving) ઇલેક્ટ્રૉન (બહોળા અર્થમાં બધા જ ગતિમય કણ) પ્રકાશની માફક, કણ અને તરંગ એમ બંને પ્રકારનાં લક્ષણ ધરાવી શકે તેવી, દ’ બ્રોલ્યી દ્વારા 1929માં રજૂ કરવામાં આવેલ પરિકલ્પના (hypothesis). દ’ બ્રોલ્યીએ પ્રકાશને ફોટૉનના કિરણપુંજ (beam) તરીકે ગણીને તરંગ સમીકરણ મેળવ્યું હતું. ફોટૉનની ઊર્જા E,…
વધુ વાંચો >દહન-ઉષ્મા
દહન-ઉષ્મા : કોઈ એક દબાણે પદાર્થના એક મોલ જથ્થાનું વધુપડતા ઑક્સિજનમાં પૂર્ણ દહન થવાથી ઉત્પન્ન થતી ઉષ્મા (સં., ΔH). જો આ દહન 25° સે. અને 1 વાતા. દબાણે થાય તો દહન-ઉષ્માને પ્રમાણભૂત દહન-ઉષ્મા કહેવામાં આવે છે અને તેને ΔH°298 એ રીતે દર્શાવવામાં આવે છે. દહનના ફળસ્વરૂપે પદાર્થ જે તત્વોનો બનેલો…
વધુ વાંચો >દૂમા, ઝાં બાતીસ્ત આંદ્રે
દૂમા, ઝાં બાતીસ્ત આંદ્રે (જ. 14 જુલાઈ 1800, અલેસ, ફ્રાન્સ; અ. 10 એપ્રિલ 1884, કૅન્સ, ફ્રાન્સ) : ફ્રેન્ચ કાર્બનિક રસાયણવિદ. જીનીવામાં ઔષધાલયમાં નોકરી કરતાં કરતાં રસાયણ અંગેનું જ્ઞાન પ્રાપ્ત કર્યું; તે દરમિયાન કેટલાક પ્રસિદ્ધ વૈજ્ઞાનિકોનું પ્રોત્સાહન મળવાથી તે પૅરિસ જઈ ત્યાંના ઇકૉલે પૉલિટેકનિકમાં મદદનીશ તરીકે જોડાયા અને 1835 સુધીમાં તે…
વધુ વાંચો >દેસાઈ, એમ. એન.
દેસાઈ, એમ. એન. (જ. 8 જાન્યુઆરી 1931, અમદાવાદ; અ. 14 જાન્યુઆરી 2009, અમદાવાદ) : જાણીતા રસાયણવિદ અને કેળવણીકાર. આખું નામ મહેન્દ્ર નાનુભાઈ દેસાઈ. માતાનું નામ લલિતાબહેન. પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ મુખ્યત્વે નવસારીમાં. 1952માં નવસારીની એસ. બી. ગાર્ડા કૉલેજમાંથી ગુજરાત યુનિવર્સિટીની બી.એસસી.ની પદવી મેળવ્યા બાદ વધુ અભ્યાસ માટે તેઓ અમદાવાદની એમ.…
વધુ વાંચો >દેસાઈ રણછોડજી દાજીભાઈ
દેસાઈ રણછોડજી દાજીભાઈ (જ. 4 મે 1897, ઉમરસાડી, દક્ષિણ ગુજરાત; અ. 16 નવેમ્બર 1991, વલસાડ) : ગુજરાતના આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવતા સમર્થ રસાયણશાસ્ત્રી. મધ્યમવર્ગના અનાવિલ બ્રાહ્મણ દાજીભાઈના છ પુત્રોમાં રણછોડજી બીજા પુત્ર હતા. માધ્યમિક શિક્ષણ વલસાડની બાઈ આવાંબાઈ હાઈસ્કૂલમાં લઈ 1916માં મુંબઈ યુનિવર્સિટીની મૅટ્રિક્યુલેશન પરીક્ષા ઊંચી કક્ષામાં પસાર કર્યા બાદ 1916થી…
વધુ વાંચો >દ્રવ-સ્ફટિકો
દ્રવ-સ્ફટિકો (liquid crystals) દ્રવ્યની ઘન અને પ્રવાહી અવસ્થા વચ્ચેના (આંશિક રીતે બંનેના) ગુણધર્મો ધરાવતી અવસ્થા. સામાન્ય રીતે દ્રવ્યનો સમુચ્ચય (aggregate) ત્રણ અવસ્થાઓ — ઘન, પ્રવાહી, અથવા વાયુરૂપ — ધરાવી શકે. આ દરેક અવસ્થાને પોતાના લાક્ષણિક ગુણધર્મો હોય છે અને કોઈ એક ચોક્કસ તાપમાને તેનું એકમાંથી બીજી અવસ્થામાં સંક્રમણ (transition) થાય …
વધુ વાંચો >દ્રવ્યમાન સંક્રમણ પ્રક્રમો
દ્રવ્યમાન સંક્રમણ પ્રક્રમો (mass transfer processes) : રાસાયણિક ઇજનેરીમાં એકમાંથી બીજી પ્રાવસ્થા(phase)માં અથવા એક જ પ્રાવસ્થામાં એક ભાગમાંથી બીજા ભાગમાં પદાર્થના સંક્રમણ સાથે સંકળાયેલ પ્રક્રમો કે પ્રકિયાઓ. મોટાભાગના પ્રક્રમી-એકમો, દ્રાવણો કે મિશ્રણોના સંઘટનમાં થતા ફેરફારના પ્રશ્ન સાથે સંકળાયેલા હોય છે. દ્રવ્યમાન સંક્રમણ દ્રાવણોના સંઘટનના ફેરફાર સાથે છે. આવી ક્રિયાઓ રાસાયણિક…
વધુ વાંચો >દ્રવ્યસંચયનો નિયમ
દ્રવ્યસંચયનો નિયમ : રાસાયણિક પ્રક્રિયા દરમિયાન દ્રવ્યની અવિનાશિતા (indestructibility) દર્શાવતો રસાયણશાસ્ત્રનો એક અગત્યનો નિયમ. લાવાઝિયે(1789)ના આ નિયમ મુજબ દ્રવ્ય અવિનાશી છે અને તેથી જ્યારે જ્યારે રાસાયણિક પ્રક્રિયા થાય છે ત્યારે ત્યારે પ્રક્રિયામાં ભાગ લેતા પદાર્થોનું વજન અને પ્રક્રિયાને અંતે ઉત્પન્ન થતા પદાર્થો(નીપજો)નું કુલ વજન સરખું હોય છે અથવા રાસાયણિક પ્રક્રિયા…
વધુ વાંચો >