Chemistry
ઓઝોન (O3)
ઓઝોન (O3) : ઑક્સિજનનું ત્રિપરમાણુક (triatomic) અપરરૂપ (allotrope). વીજળીના કડાકા પછી વાતાવરણમાંની તથા વીજળીનાં યંત્રોની આસપાસ આવતી વિશિષ્ટ વાસ અલ્પ પ્રમાણમાં ઉત્પન્ન થતા ઓઝોનને કારણે હોય છે (સૌપ્રથમ નોંધ 1785). ઓઝોનનું બંધારણ 1872માં નક્કી થયું હતું. શુષ્ક ઑક્સિજનને શાંત વિદ્યુત-ભાર(discharge)માંથી પસાર કરતાં લગભગ 10 % ઑક્સિજનનું ઓઝોનમાં રૂપાંતર થાય છે.…
વધુ વાંચો >ઓઝોન મંડળ
ઓઝોન મંડળ (ozonosphere) : પૃથ્વીની સપાટીથી 15 કિમી.થી 50 કિમી. સુધીની ઊંચાઈના વિસ્તારમાં આવેલો વાતાવરણનો રસોમંડળ (stratosphere) નામનો વિભાગ; એમાં ઓઝોન(O3)નું સંયોજન તથા વિયોજન (dissociation) થાય છે. ઓઝોન સામાન્યત: લગભગ 70 કિમી. ઊંચાઈ સુધી પ્રસરેલો હોય છે. હટ્ઝબર્ગ સાતત્ય(continuum)ના વર્ણપટના 2000-2400 તરંગલંબાઈના અલ્ટ્રાવાયોલેટ સૌર કિરણોનું ઑક્સિજન વડે 35 કિમી. ઊંચાઈએ…
વધુ વાંચો >ઓઝોનાઇડ
ઓઝોનાઇડ : ઓઝોનનું સંયોજન. અકાર્બનિક ઓઝોનાઇડમાં આયન હોય છે. દા.ત., પોટૅશિયમ ઓઝોનાઇડ KO3. અસંતૃપ્ત (unsaturated) કાર્બનિક સંયોજનો ઓઝોન સાથે સંયોજાય છે અને ઘટ્ટ, તૈલરૂપ તથા રૂંધાઈ જવાય તેવી ખરાબ વાસ ધરાવતા ઓઝોનાઇડ બનાવે છે. પાણી કે અપચાયકો (reducing agents દા.ત., Zn + H+) વડે તેમનું વિઘટન કરતાં કાર્બોનિલ સંયોજનો મળે…
વધુ વાંચો >ઑટોક્લેવ
ઑટોક્લેવ (autoclave) : પ્રયોગશાળામાં અથવા હૉસ્પિટલો જેવી સંસ્થાઓમાં ઉપકરણો, માધ્યમો કે દવાઓને જંતુરહિત (sterilize) કરવા માટે ઉપયોગમાં લેવાતું પાત્ર. દર 6.25 ચોસેમી.એ, 7 કિલોગ્રામના દબાણે, 121.60 સે. તાપમાનવાળી વરાળથી તે 15-20 મિનિટમાં વસ્તુઓને જંતુરહિત બનાવે છે. ઊંચા દબાણ અને તાપમાનને સહન કરી શકે તે માટે, ઑટોક્લેવ બનાવવામાં સ્ટેનલેસ સ્ટીલ ધાતુનો…
વધુ વાંચો >ઑનસેગર, લાર્સ
ઑનસેગર, લાર્સ (જ. 27 નવેમ્બર 1903, ક્રિસ્ટિયાના (હવે ઑસ્લો), નૉર્વે; અ. 5 ઑક્ટોબર 1976, કોરલ ગેબલ્સ, ફ્લોરિડા, યુ.એસ.) : જન્મે નૉર્વેજિયન અમેરિકન રસાયણવિદ અને 1968ના રસાયણશાસ્ત્રના નોબેલ પારિતોષિકવિજેતા. વકીલના પુત્ર એવા ઓસામુર 1920માં ટ્રૉન્ડહીમની નોર્જીસ ટેક્નિસ્ક વૉગસ્કૂલ(Norges Tekniske Wogskde)માં રાસાયણિક ઇજનેરીના અભ્યાસ માટે દાખલ થયા. સાંખ્યિકીય (statistical) યાંત્રિકી (mechanics) ઉપરના…
વધુ વાંચો >ઑપ્ટોફોન
ઑપ્ટોફોન : અંધ વ્યક્તિ માટે, પુસ્તકો અથવા સમાચારપત્ર જેવી સામાન્ય છાપકામવાળી માહિતી અંગેની જાણકારી ધ્વનિ દ્વારા મેળવવાની સુવિધાવાળું સાધન. છાપકામની હારમાળા પરથી આ સાધનને પસાર કરતાં, ભિન્ન ભિન્ન અક્ષરોને અનુરૂપ ચોક્કસ પ્રકારની સંગીતમય સૂરાવલીની રચના (જેના એકમને સંગીતમય પ્રધાનસૂર કહે છે.) ટેલિફોનના રિસીવરમાં ઉત્પન્ન થાય છે. આમ ર્દષ્ટિ અનુભૂતિનું શ્રવણ…
વધુ વાંચો >ઓલાહ, જૉર્જ ઍન્ડ્રુ
ઓલાહ, જૉર્જ ઍન્ડ્રુ (Olah, George Andrew) (જ. મે 22 1927, બુડાપેસ્ટ, હંગેરી; અ. 8 માર્ચ 2017, બેવર્લી હિલ્સ, કેલિફોર્નિયા, યુ. એસ.) : 1994નો નોબેલ પુરસ્કાર જીતનાર હન્ગેરિયન – અમેરિકન રસાયણવિદ. જૉર્જ ઓલાહના પ્રાથમિક શિક્ષણ દરમિયાન તેમને ભાષા તથા ઇતિહાસમાં રસ હતો, પરંતુ પ્રથમ વિશ્વયુદ્ધ બાદના હંગેરીમાં આ વિષયો સાથે નિપુણ…
વધુ વાંચો >ઑલિગો ડાયનૅમિક અસર
ઑલિગો ડાયનૅમિક અસર : ધાતુઓનાં લવણોની ક્રિયાશીલતા, ઉપચયન-અપચયન (oxidation-reduction) તંત્રની અસર હેઠળ તીવ્ર બને તે પ્રક્રિયા. ધાતુઓના ટુકડાના સંપર્કથી અથવા તેના સાંનિધ્યમાં બૅક્ટેરિયાનો નાશ કરી પાણી જેવાં પીણાંઓને જંતુરહિત કરવાનો આ એક તરીકો છે. અત્યંત અલ્પ પ્રમાણમાં (ચાંદી 1 : પાણી 100,000,000) આવેલી ચાંદીમિશ્રિત રેતીમાંથી પાણીને પસાર કરવાથી, તેનું નિર્જીવીકરણ…
વધુ વાંચો >ઓર્સ્ટેડ હેન્સ ક્રિશ્ચિયન
ઓર્સ્ટેડ હેન્સ ક્રિશ્ચિયન (જ. 14 ઑગસ્ટ 1777, રુડકોલિંગ, ડેન્માર્ક; અ. 9 માર્ચ 1851, કૉપનહેગન) : ડેનિશ ભૌતિકશાસ્ત્રી અને રસાયણશાસ્ત્રી. તારમાંથી વહેતો વિદ્યુતપ્રવાહ ચુંબકીય સોયનું વિચલન (deflection) કરી શકે છે એની શોધ તેમણે કરી. આ ઘટનાનું મહત્વ ઝડપથી સ્વીકૃતિ પામ્યું, જેથી વીજચુંબકીયવાદ(electro-magnetic theory)ના વિકાસને પ્રેરણા મળી. 1806માં ઓર્સ્ટેડ કૉપનહેગન યુનિવર્સિટીમાં પ્રૉફેસર…
વધુ વાંચો >ઑસ્મિયમ
ઑસ્મિયમ : આવર્તક કોષ્ટકના VIIIમા (પ્લૅટિનમ) સમૂહનું સૌથી વધુ ઘનતા ધરાવતું રાસાયણિક ધાતુતત્વ. સંજ્ઞા Os. અંગ્રેજ રસાયણજ્ઞ સ્મિથસન ટેનન્ટે 1904માં પ્લૅટિનમની ખનિજના અમ્લરાજમાં અદ્રાવ્ય અવશેષમાંથી ઇરિડિયમની સાથે ઑસ્મિયમ સૌપ્રથમ મેળવ્યું હતું. પ્રાપ્તિ : ઑસ્મિયમ એ વિરલ ધાતુ છે. પૃથ્વીના પોપડામાં તેનું પ્રમાણ 10–7% જેટલું છે. તે સિસેસ્કૉઇટ (80 % Os),…
વધુ વાંચો >