Botany

હીમેન્થસ

હીમેન્થસ : વનસ્પતિઓના એકદળી વર્ગમાં આવેલ એમેરિલિડેસી કુળની કંદિલ (bulbous) પ્રજાતિ. તે મોટે ભાગે આફ્રિકાની મૂલનિવાસી છે. ભારતીય ઉદ્યાનોમાં કેટલીક જાતિઓનો ઉછેર કરવામાં આવે છે. તેમને સામાન્ય રીતે ‘બ્લડ લીલી’ કે ‘બ્લડ ફ્લાવર’ તરીકે ઓળખવામાં આવે છે. રક્તકંદ(Haemanthus coccineus)ના છોડ નાના હોય છે. તેનો કંદ જમીનમાં રોપવાથી નવો છોડ થાય…

વધુ વાંચો >

હૂકર જૉસેફ ડાલ્ટન (સર)

હૂકર, જૉસેફ ડાલ્ટન (સર) (જ. 30 જૂન 1817, હૅલેસ્વર્થ, સફોક, ઇંગ્લૅન્ડ; અ. 10 ડિસેમ્બર 1911, સનિન્ગડેલ, બર્કશાયર) : અંગ્રેજ વનસ્પતિવિજ્ઞાની. તે વાનસ્પતિક પ્રવાસો અને અભ્યાસ માટે તથા ચાર્લ્સ ડાર્વિનના ‘પ્રાકૃતિક પસંદગીવાદ’ના સબળ ટેકેદાર તરીકે ખૂબ જાણીતા હતા. તે સર વિલિયમ જૅક્સન નામના વનસ્પતિવિજ્ઞાનીના બીજા ક્રમના પુત્ર હતા. તેમણે ગ્લૅસ્ગો હાઈસ્કૂલમાં…

વધુ વાંચો >

હૂકર વિલિયમ જૅક્સન (સર)

હૂકર, વિલિયમ જૅક્સન (સર) (જ. 6 જુલાઈ 1785, નૉર્વિચ, નૉરફૉક, ઇંગ્લૅન્ડ; અ. 12 ઑગસ્ટ 1865, ક્યૂ, સરી) : અંગ્રેજ વનસ્પતિવિજ્ઞાની. તે લંડનમાં આવેલા ‘રૉયલ બૉટેનિક ગાર્ડન્સ, ક્યૂ’ના પ્રથમ નિયામક હતા. હંસરાજ, લીલ, લાઇકેન અને ફૂગ તથા ઉચ્ચ કક્ષાની વનસ્પતિઓના જ્ઞાનમાં તેમણે ખૂબ વધારો કર્યો હતો. હૂકર એક વેપારીના કારકુનના પુત્ર…

વધુ વાંચો >

હેચ સ્લેક ચક્ર

હેચ સ્લેક ચક્ર : જુઓ પ્રકાશસંશ્લેષણ.

વધુ વાંચો >

હેલિક્રિઝમ

હેલિક્રિઝમ : વનસ્પતિઓના દ્વિદળી વર્ગમાં આવેલા ઍસ્ટરેસી (કૉમ્પોઝિટી) કુળની એક પ્રજાતિ. તે અર્ધ-સહિષ્ણુ (half-hardy) એકવર્ષાયુ, સહિષ્ણુ બહુવર્ષાયુ અને ક્ષુપ-સ્વરૂપ ધરાવતી લગભગ 500 જાતિઓની બનેલી પ્રજાતિ છે. તે યુરોપ, એશિયા, આફ્રિકા અને ઑસ્ટ્રેલિયાની મૂલનિવાસી છે. ગ્રીક ભાષામાં ‘helios’નો અર્થ ‘સૂર્ય’ અને ‘chryos’નો અર્થ ‘સોનેરી’ એમ થાય છે. તે પરથી પ્રજાતિનું નામ…

વધુ વાંચો >

હૅલોરેગેસી (વૉટર મિલ´ફૉઇલનું કુળ)

હૅલોરેગેસી (વૉટર મિલ´ફૉઇલનું કુળ) : વનસ્પતિના દ્વિદળી વર્ગમાં આવેલું એક કુળ. બૅન્થામ અને હૂકરની વર્ગીકરણ-પદ્ધતિ મુજબ આ કુળને વર્ગ – દ્વિદળી, ઉપવર્ગ – મુક્તદલા (polypetalae), શ્રેણી – કૅલીસીફ્લોરી, ગોત્ર  રોઝેલ્સમાં મૂકવામાં આવ્યું છે. આ કુળની વનસ્પતિઓ ઉપ-સર્વદેશીય (sub-cosmopolitan) છે. તે મોટે ભાગે દક્ષિણ ગોળાર્ધમાં ખાસ કરીને ઑસ્ટ્રેલિયામાં થાય છે. ભારતમાં…

વધુ વાંચો >

હેલ્સ સ્ટીફન

હેલ્સ, સ્ટીફન (7/17 સપ્ટેમ્બર 1677, બીકીસબર્ન, કેન્ટ, ઇંગ્લૅન્ડ; અ. 4 જાન્યુઆરી 1761, ટેડિંગ્ટન, લંડનની પાસે) : અંગ્રેજ વનસ્પતિશાસ્ત્રી, શરીરવિજ્ઞાની અને પાદરી, જેમણે વનસ્પતિ અને પ્રાણી દેહધાર્મિક ક્રિયાઓ ઉપર સાંખ્યિકીય (statistical) અને પ્રયોગલક્ષી સંશોધનો કર્યાં છે. હેલ્સ સ્ટીફન 1703માં કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં ધર્મશાસ્ત્રના વિદ્યાર્થી તરીકે દાખલ થયા અને ત્યાં વનસ્પતિશાસ્ત્ર અને રસાયણશાસ્ત્રનો…

વધુ વાંચો >

હૅસ્લોપ-હેરિસન

હૅસ્લોપ-હેરિસન (જ. 10 ફેબ્રુઆરી 1920, મિડલ્સબરો, યૉર્કશાયર; અ. 7 મે 1998, લેમેન્સ્ટર, હિયરફોર્ડશાયર) : વનસ્પતિવિજ્ઞાની. તેઓ જ્હૉન વિલિયમ–હેરિસન અને ક્રિસ્ટિયન(ની હૅન્ડરસન)નાં ત્રણ બાળકો પૈકી સૌથી નાના પુત્ર હતા. તેમણે કિંગ્સ કૉલેજમાંથી 1941માં વનસ્પતિવિજ્ઞાનમાં સ્નાતકની પદવી પ્રથમ વર્ગમાં વિશેષ યોગ્યતાસહ પ્રાપ્ત કરી. તેમણે તરત જ રેડિયોસ્થાનનિર્ધારણ-(radiolocation)નો અભ્યાસ કર્યો અને ઑર્કનેઝમાં બિનલશ્કરી…

વધુ વાંચો >

હૉગલૅંડ ડેનીસ રૉબર્ટ

હૉગલૅંડ, ડેનીસ રૉબર્ટ (જ. 2 એપ્રિલ 1884, ગોલ્ડન, કોલોરાડો, યુ.એસ.; અ. 5 સપ્ટેમ્બર 1949, ઑકલડ, કૅલિફૉર્નિયા) : નામાંકિત અમેરિકીય વનસ્પતિ-દેહધર્મવિજ્ઞાની અને વનસ્પતિ તથા મૃદા (soil) આંતરક્રિયા(interaction)ના નિષ્ણાત. હૉગલૅંડે તેમના જીવનનાં પ્રથમ આઠ વર્ષ તેમના જન્મસ્થાન ગોલ્ડનમાં ગાળ્યાં. 1907માં તેમણે મુખ્ય વિષય રસાયણવિજ્ઞાન સાથે સ્નાતકની પદવી વિશેષ નિપુણતાસહ પ્રાપ્ત કરી. 1908માં…

વધુ વાંચો >

હોમોનોઇઆ

હોમોનોઇઆ : વનસ્પતિઓના દ્વિદળી વર્ગમાં આવેલા યુફોરબિયેસી કુળની ક્ષુપ કે નાનાં વૃક્ષોની બનેલી નાનકડી પ્રજાતિ. તેનું વિતરણ ભારતથી ન્યૂગિની સુધી થયેલું છે. ભારતમાં તેની ચાર જાતિઓ થાય છે. Homonoia riparia Lour (સં. પાષાણભેદક, ક્ષુદ્ર પાષાણભેદ; તે. તનીકી, સિરિદામનું; ત. કટ્ટાલરી; ક. હોલેનાગે, નીરગંગીલે; મલ. કટ્આલ્લારી, વાંગી કલ્લૂરવંચી; ઉ. જામ્લા; મું.…

વધુ વાંચો >