Bengali literature

ટાગોર, દ્વિજેન્દ્રનાથ

ટાગોર, દ્વિજેન્દ્રનાથ (જ. 11 માર્ચ 1840, જોડાસાંકો, કૉલકાતા; અ. 19 જાન્યુઆરી 1926; શાંતિનિકેતન) : પ્રસિદ્ધ બંગાળી સાહિત્યકાર. મહર્ષિ દેવેન્દ્રનાથના સૌથી મોટા પુત્ર અને રવીન્દ્રનાથ ટાગોરના મોટા ભાઈ. શિક્ષણ મોટેભાગે ઘેર રહીને મેળવેલું. પ્રસિદ્ધ વિદ્વાન રામનારાયણ તર્કરત્ન પાસે સંસ્કૃતનો સઘન અભ્યાસ કરેલો. પરિણામે નાની વયે સંસ્કૃત સાહિત્ય માટે અભિરુચિ કેળવાયેલી. પછીથી…

વધુ વાંચો >

ટાગોર, રવીન્દ્રનાથ

ટાગોર, રવીન્દ્રનાથ (જ. 7 મે 1861, કૉલકાતા; અ. 7 ઑગસ્ટ 1941, કૉલકાતા) આધુનિક ભારતના સર્વશ્રેષ્ઠ બંગાળી કવિ. 1913માં ‘ગીતાંજલિ’ માટે સાહિત્યનો નોબેલ પુરસ્કાર પ્રાપ્ત કરી, વિશ્વકવિ તરીકે પ્રતિષ્ઠિત. વિખ્યાત ચિત્રકાર અને ‘રવીન્દ્રસંગીત’ના પ્રવર્તક. પ્રકૃતિની સંનિધિમાં શાંતિનિકેતનમાં શિક્ષણ આપવાનો પ્રયોગ કરનાર વિશિષ્ટ કેળવણીકાર. ભારતને રાષ્ટ્રગીત આપનાર મહાન દેશભક્ત. મૂળ અટક ઠાકુર.…

વધુ વાંચો >

ઠાકુરમાર ઝૂલિ

ઠાકુરમાર ઝૂલિ (1908) : બાળકો માટેની લોકસાહિત્યની બંગાળી કૃતિ. બંગાળના લોકસાહિત્યનું સંશોધન કરનાર દક્ષિણારંજન મિત્રે ગામડે ગામડે ઘૂમી ડોશીઓને મુખે બાળવાર્તાઓ સાંભળી, તેમને સંગૃહીત કરી તે ‘ઠાકુરમાર ઝૂલિ’ એટલે કે દાદીમાની થેલી. એમાં ડોશીમા પાસેથી સાંભળીને લખેલી 16 વાર્તાઓ છે. દક્ષિણારંજન ચિત્રકાર પણ હતા. એટલે એ વાર્તાઓનાં ચિત્રો પણ એમણે…

વધુ વાંચો >

તપસ્વી ઓ તરંગિણી

તપસ્વી ઓ તરંગિણી (1965) : બંગાળી લેખક બુદ્ધદેવ બસુનું કાવ્યનાટક. એને સાહિત્ય અકાદમીના 1967ની શ્રેષ્ઠ બંગાળી રચના માટેના પુરસ્કાર માટે પસંદ કરવામાં આવ્યું હતું. નાટકનું કથાનક પુરાણમાંથી લેવામાં આવ્યું છે. એમાં પ્રેમ અને વાસના વચ્ચેનો સંઘર્ષ દર્શાવાયો છે. અંગ દેશમાં વર્ષો સુધી વરસાદ વરસ્યો ન હોવાથી ત્યાં દુકાળની પરિસ્થિતિ પ્રવર્તતી…

વધુ વાંચો >

તર્કરત્ન રામનારાયણ

તર્કરત્ન રામનારાયણ (જ. 1822; અ. 1886) : બંગાળી નાટ્યકાર. ઓગણીસમી સદીમાં બંગાળી નાટકને તેમણે નવી દિશા દાખવી. તેમણે કૉલકાતાની સરકારી સંસ્કૃત કૉલેજમાં ઉચ્ચ શિક્ષણ લીધું હતું અને કૉલેજમાં ભણતા હતા ત્યારે જ નાટકો લખવાની અને ભજવવાની શરૂઆત કરેલી. એમની પહેલી કૃતિ ‘રત્નાવલિ’ સંસ્કૃત નાટકનું રૂપાંતર હતું. એ લખાયેલું તો 1854માં…

વધુ વાંચો >

દત્ત, માઇકલ મધુસૂદન

દત્ત, માઇકલ મધુસૂદન [જ. 25 જાન્યુઆરી 1824, જેસોર (હવે બાંગ્લાદેશમાં); અ. 29 જૂન 1873, કૉલકાતા] : ઓગણીસમી સદીના બંગાળી કવિ અને નાટ્યકાર. નાનપણમાં માતા તરફથી રામાયણ તથા મહાભારત અને બંગાળી લોકકાવ્યોના ઊંડા સંસ્કાર સાંપડ્યા. કૉલકાતામાં કૉલેજના અભ્યાસકાળ દરમિયાન અંગ્રેજી ભાષાની નિપુણતાની નૈસર્ગિક બક્ષિસ હોય એવું પ્રભુત્વ દાખવ્યું; સાથોસાથ અંગ્રેજી સાહિત્ય…

વધુ વાંચો >

દત્ત, રમેશચંદ્ર

દત્ત, રમેશચંદ્ર (જ. 13 ઑગસ્ટ 1848, રામબાગાન, કૉલકાતા; અ. 30 નવેમ્બર 1909) : ભારતના અગ્રણી ઇતિહાસકાર, સંશોધક અને બંગાળી સાહિત્યકાર. તેમનો જન્મ વિદ્યાસંપન્ન પરિવારમાં થયેલો. પિતાનું નામ ઇશાનચંદ્ર જે સરકારી નોકરીમાં હતા. આરંભનું શિક્ષણ કૉલકાતાની અને આસપાસના જિલ્લાઓની બંગાળી શાળાઓમાં લીધું. કૉલકાતાની પ્રેસિડેન્સી કૉલેજમાંથી 1862માં તેમણે બી.એ.ની પ્રથમ વર્ષની પરીક્ષા…

વધુ વાંચો >

દત્ત, સત્યેન્દ્રનાથ

દત્ત, સત્યેન્દ્રનાથ (જ. 12 ફેબ્રુઆરી 1882; અ. 25 જૂન 1922) : બંગાળી લેખક. ઓગણીસમી સદીના પ્રસિદ્ધ ગદ્યલેખક અક્ષયકુમાર દત્તના પૌત્ર. એમને એમના દાદા તરફથી દેશપ્રેમની ભાવના મળી હતી. કૉલેજમાં ભણતા હતા ત્યારથી જ કવિતાલેખનનો આરંભ કર્યો હતો. એમણે સાહિત્યનાં વિવિધ ક્ષેત્રોમાં મહત્વનું પ્રદાન કર્યું હતું. રવીન્દ્રનાથની જેમ એમની કવિતાનો પ્રભાવ…

વધુ વાંચો >

દત્ત, સુધીન્દ્રનાથ

દત્ત, સુધીન્દ્રનાથ (જ. 30 ઑક્ટોબર 1901, વારાણસી; અ. 25 જૂન 1960, કૉલકાતા) : બંગાળી લેખક. બંગાળી કવિતામાં આધુનિક યુગના પ્રવર્તક. કૉલકાતામાં જન્મ્યા હતા અને ત્યાં જ એમણે ઉચ્ચશિક્ષણ પ્રાપ્ત કર્યું હતું. એમણે પશ્ચિમના સાહિત્યનું ઊંડું અધ્યયન કર્યું હતું. એમણે 1931માં ‘પરિચય’ નામની માસિક પત્રિકા શરૂ કરી, જેનો હેતુ સમકાલીન સાહિત્યિક…

વધુ વાંચો >

દાસ, ઉપેન્દ્રનાથ

દાસ, ઉપેન્દ્રનાથ (જ. 1848, કૉલકાતા; અ. 1895) : બંગાળી લેખક. કૉલકાતા સંસ્કૃત કૉલેજિએટ સ્કૂલમાં ભણ્યા. માધ્યમિક શિક્ષણ પછી અભ્યાસ છોડ્યો. 1874માં બંગાળી નાટ્યસંસ્થા જોડે સંકળાઈને તેમણે નાટકો લખવાં શરૂ કર્યાં. એમનાં બે નાટકોશરત સરોજિની (1874), અને ‘સુરેન્દ્ર વિનોદિની’ (1875) વિરોધના વાવંટોળમાં ફસાયાં હતાં, કારણ કે એમાં બ્રિટિશ સલ્તનત સામે ક્રાંતિનો…

વધુ વાંચો >