Bengali literature
રાય, દેવેશ
રાય, દેવેશ (જ. 1936, વાગમારા, જિ. પબના, હાલ બાંગ્લાદેશ) : બંગાળી લેખક. 1958માં કોલકાતા યુનિવર્સિટીમાંથી બંગાળીમાં તેમણે એમ.એ.ની પદવી મેળવ્યા પછી 1959થી 1974 સુધી આનંદચંદ્ર કૉલેજ, જલપાઈગુડીમાં અધ્યાપક તરીકે અધ્યાપનકાર્ય કર્યું હતું. 1975-96 સોશ્યલ સાયન્સિઝ, કોલકાતામાં અભ્યાસકેન્દ્રના ફેલો તરીકે રહ્યા હતા. 1969-70 ‘ઉત્તરબંગ પત્રિકા’ના સંપાદક, 1977માં ‘નેપાળી અકાદમી જર્નલ’, 1979-85…
વધુ વાંચો >રાય, દ્વિજેન્દ્રલાલ
રાય, દ્વિજેન્દ્રલાલ (જ. 1863, કૃષ્ણનગર, જિ. નડિયા, બંગાળ; અ. 1913) : બંગાળી લેખક. શ્રીમંત અને સંસ્કારી કુટુંબમાં જન્મ; નાનપણથી જ સાહિત્ય અને સંગીતનો શોખ. 1884માં તેઓ રાજ્ય તરફથી સ્કૉલરશિપ મેળવીને કૃષિવિજ્ઞાનના ઉચ્ચ અભ્યાસ માટે લંડન ગયા. તે વખતનો સમાજ અત્યંત રૂઢિચુસ્ત હોવાથી, વિદેશથી આવ્યા ત્યારે સમાજ તેમજ તેમના પોતાના પરિવારે…
વધુ વાંચો >રાય, પ્રફુલ્લ
રાય, પ્રફુલ્લ [જ. 1934, ઢાકા (હવે બાંગ્લાદેશમાં)] : બંગાળી નવલકથાકાર, વાર્તાકાર અને અનુવાદક. તેમને તેમની નવલકથા ‘ક્રાંતિકાલ’ માટે 2003ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી પુરસ્કાર આપવામાં આવ્યો છે. તેમણે ઇન્ટરમિડિયેટ સુધી શિક્ષણ મેળવ્યું અને પત્રકારત્વ ક્ષેત્રે ઝુકાવ્યું. તેઓ અંગ્રેજી અને હિંદીનું જ્ઞાન ધરાવે છે. તેમણે મુખ્ય બંગાળી દૈનિક ‘જુગાંતર’ના સંપાદક તરીકે…
વધુ વાંચો >રાય, મણીન્દ્ર
રાય, મણીન્દ્ર (જ. 4 ઑક્ટોબર 1919, સિતાલાઈ, પાબના, બાંગ્લાદેશ) : બંગાળી કવિ. 1940માં કોલકાતા યુનિવર્સિટીમાંથી સ્નાતક. મદદનીશ દિગ્દર્શક તરીકે તેઓ સિનેમાજગતના નિકટ સંપર્કમાં આવ્યા. 1953થી ’56 દરમિયાન તેઓ ‘સીમાંત’ના સ્થાપક તંત્રી રહ્યા. 1961થી બે દશકા સુધી તેઓ ‘અમૃતા’ નામના બંગાળી સાપ્તાહિકના સંયુક્ત સંપાદક તરીકે રહ્યા. તેમણે વિપુલ પ્રમાણમાં કાવ્યો લખ્યાં…
વધુ વાંચો >રાય, સિતાંશુ
રાય, સિતાંશુ (જ. 13 સપ્ટેમ્બર 1938, પરોટા, જિ. વીરભૂમ, પ. બંગાળ) : બંગાળી લેખક. તેમણે વિશ્વભારતી યુનિવર્સિટીમાંથી બંગાળીમાં એમ.એ., સંગીત સ્નાતક તથા પીએચ.ડી.ની પદવી મેળવી. પછી વિશ્વભારતી યુનિવર્સિટીમાં રવીન્દ્ર સંગીતના પ્રાધ્યાપક તરીકે કામગીરી કરી. તેમણે બંગાળી તેમજ અંગ્રેજી ભાષામાં 4 ગ્રંથો પ્રગટ કર્યા છે; જેવા કે ‘રવીન્દ્ર સાહિત્ય સંગીત ભાવના’…
વધુ વાંચો >રાવ, સુખલતા
રાવ, સુખલતા (જ. 1886, કોલકાતા; અ. 1969) : બંગાળી કલાકાર અને વાર્તાકાર. ઉપેન્દ્રકિશોર રાયચૌધરીનાં પુત્રી. બ્રહ્મો બાલિકા શિક્ષાલય અને બેથુન કૉલેજ, કોલકાતામાં અભ્યાસ. ડૉ. જયન્ત રાવ સાથે લગ્ન કર્યા પછી મોટેભાગે કટકમાં રહ્યાં. ત્યાં તેમણે ‘શિશુ ઓ માતૃમંગલ’ અને ‘ઊડિયા નારી સેવા સંઘ’ની સ્થાપના કરી. તેમણે બાળકો અને મહિલાઓ માટે…
વધુ વાંચો >રૉય, દિલીપકુમાર
રૉય, દિલીપકુમાર (જ. 1897; અ. 6 જાન્યુઆરી 1980, મુંબઈ) : ભારતના પ્રબુદ્ધ મનીષી, તત્ત્વચિંતક, નાટ્યકાર, કવિ, ગાયક, નવલકથાકાર અને સાધક. તેમને બાલ્યકાળથી જ રાષ્ટ્રપ્રેમ અને સંસ્કારસમૃદ્ધ વાતાવરણ પ્રાપ્ત થયું હતું. તેમના પિતામહ કે. સી. રૉય એક સારા સંગીતશાસ્ત્રી હતા. તેમના પિતા દ્વિજેન્દ્રલાલ રૉય બંગસાહિત્યમાં શેક્સપિયરનું બિરુદ મેળવનાર તેજસ્વી નાટ્યકાર, કવિ…
વધુ વાંચો >રૉય, દ્વિજેન્દ્રલાલ
રૉય, દ્વિજેન્દ્રલાલ (જ. 1863; અ. 1913) : બંગાળના ખૂબ પ્રખ્યાત નાટ્યકાર અને કવિ. એમનું સૌથી વધુ વિખ્યાત નાટક ‘સીતા’ એમણે 1908માં રચેલું. 1923માં શિશિરકુમાર ભાદુડીએ શ્રીરામના ધીરગંભીર અવાજ સાથે તેની પ્રભાવક રજૂઆત કરી હતી. ચંદ્રવદન મહેતાને આ નાટક એટલું આકર્ષી ગયું હતું કે એમણે તે ગુજરાતીમાં ઉતાર્યું હતું, એની રજૂઆત…
વધુ વાંચો >રૉય, મન્મથ
રૉય, મન્મથ (જ. 1899, અ. 1972) : બંગાળના જૂની અને નવી પેઢીને સાંકળતા એવા નાટ્યકાર કે જેઓ નાટ્યલેખન અને વિષય-પસંદગીમાં કડીરૂપ રહ્યા. પુરાણ અને ઇતિહાસમાંથી અનેક કથાઓ લઈને સાંપ્રત સમાજને અનુરૂપ અભિગમો સાથે તેમણે નાટ્યલેખન કર્યું. ‘કારાગાર’ નાટકમાં શ્રીકૃષ્ણની કથા હોવા છતાં, 1930માં લખાયેલા એ નાટકમાં ગાંધીજીના જેલવાસ અને તત્કાલીન…
વધુ વાંચો >લહા, ચિત્તરંજન (રસમય સેનાપતિ)
લહા, ચિત્તરંજન (રસમય સેનાપતિ) (જ. 10 જાન્યુઆરી 1940, પોટકા, પૂર્વ સિંગભૂમ, બિહાર) : બંગાળી વિવેચક. તેઓ પટણા યુનિવર્સિટીમાંથી એમ.એ., પીએચ.ડી.ની પદવી મેળવ્યા પછી ડી.લિટ્. થયા. તેઓ રાંચી યુનિવર્સિટીના કુલપતિ રહી ચૂક્યા છે. વળી એ જ યુનિવર્સિટીમાં તેમણે બંગાળીના પ્રાધ્યાપક અને વિભાગના વડા તરીકે પણ કામ કરેલું. ત્યારબાદ ભાગલપુર યુનિવર્સિટીમાં 1980–81…
વધુ વાંચો >