Arabic literature

અબ્બાસ

અબ્બાસ (જ. 568, મક્કા, સાઉદી અરેબિયા; અ. ફેબ્રુઆરી 653, મદિના, સાઉદી અરેબિયા) : હઝરત મોહંમદના કાકા હતા, પણ ઉંમરમાં બે વચ્ચે ઝાઝો તફાવત ન હતો. કાબા શરીફમાં લોકોને પાણી પાવાનું કામ એમને માથે હતું. તેમણે ઇસ્લામ ધર્મ અંગીકાર કર્યો હતો, પણ એ વાત ગુપ્ત રાખી હતી. મક્કાના વિજય પછી એમણે…

વધુ વાંચો >

અમીર મુઆવિયા

અમીર મુઆવિયા (જ. 602 મક્કા, અરેબિયા; અ. એપ્રિલ 680, દમાસ્કસ) : ઉમૈયા વંશના પ્રથમ ખલીફા. મક્કાના એક સરદાર અબૂ સુફયાનના પુત્ર, પયગંબરસાહેબનાં પત્ની ઉમ્મે હબીબાના ભાઈ, હજરત મુહમ્મદના મંત્રી તેમજ વહી(કુરાનના દિવ્ય સંદેશ)ની નોંધ લખનાર અને પયગંબરસાહેબના દસ સાથીઓમાંના એક. બીજા ખલીફા હજરત ઉમર ફારૂકના સમયમાં તેમને સીરિયાના સૂબેદાર નીમવામાં…

વધુ વાંચો >

અલ્ અઅ્શા

અલ્ અઅ્શા (જ. 570 પહેલા, મન્ફુઆ, યમામા, અરબસ્તાન; અ. 625) : અરબી કવિ. મૂળ નામ મૈમૂન બિન કૈસ. અટક કુનિય્યત અબૂ બસીર. ઇલકાબ ‘અલ્ અઅ્શા’. વતન નજદનો ઉચ્ચપ્રદેશ. તે એક ધંધાદારી ભાટ પ્રકારનો કવિ હતો. અરબસ્તાનના એક છેડાથી બીજા છેડા સુધી હાથમાં વીણા લઈ ફરે અને પૈસા આપનારનાં ગુણગાન ગાય.…

વધુ વાંચો >

અલકમા બિન અબ્દહ અલ્ તમીમી

અલકમા બિન અબ્દહ અલ્ તમીમી (છઠ્ઠી સદી) : પ્રાચીન અરબી કવિ. તે અલકમા અલ્ફહલ(નરકેસરી)ના નામથી પ્રખ્યાત છે. કબીલા તમીમના સુપ્રસિદ્ધ કવિ ઇમ્રુઉલ કૈસ(મૃત્યુ ઈ. સ. 540)ના તેઓ મિત્ર હતા. છઠ્ઠી સદીના પ્રથમાર્ધમાં તેમણે કાવ્યરચના કરી કહેવાય છે. લખમી અને ગસ્સાની અરબો વચ્ચે થયેલી લડાઈઓ વિશે તેમની કવિતામાં વર્ણન છે. તેમના…

વધુ વાંચો >

અલકિન્દી

અલકિન્દી (નવમી સદી) : અરબ ફિલસૂફ. આખું નામ અબુ યૂસુફ યાકૂબ ઇબ્ન ઇસ્હાક અલ કિન્દી. જન્મ કૂકા શહેરમાં. જીવનનો મોટો સમય બગદાદમાં વ્યતીત થયેલો. નિખાલસ સ્વભાવને કારણે તેમને ‘અરબોના ફિલસૂફ’નું બિરુદ મળ્યું હતું. ઍરિસ્ટોટલના તત્વજ્ઞાનથી અતિપ્રભાવિત તેઓ કદાચ પહેલા અને છેલ્લા અરબ ફિલસૂફ હતા. તેમણે ઍરિસ્ટોટલના અને પ્લૅટોના વિચારોનો સમન્વય…

વધુ વાંચો >

અલ્-ફિહરિશ્ત

અલ્-ફિહરિશ્ત (ઈ. 988) : અરબી ભાષાનો પ્રથમ જ્ઞાનકોશ. તેનો કર્તા અલ નદીમ ઉર્ફે અબુલ ફરાજ બિન મુહમ્મદ બિન ઇસ્હાક. તેણે બગદાદમાં આ સુપ્રસિદ્ધ ગ્રંથ રચેલો. આ ગ્રંથના વિવિધ વિભાગોમાં વિભિન્ન ભાષાઓ, લિપિઓ, ભાષાશાસ્ત્ર, ઇતિહાસ, કાવ્યશાસ્ત્ર અને કાવ્યો, તત્વજ્ઞાન, દંતકથાઓ-વાર્તાઓ, જાદુ-ચમત્કાર, કાયદાશાસ્ત્ર – એમ અનેક વિષયો ઉપરાંત મુસ્લિમોએ માન્ય કરેલા પવિત્ર…

વધુ વાંચો >

અલ્-બિરૂની

અલ્-બિરૂની (જ. 5 સપ્ટેમ્બર 973, કાથ, ઉઝબેકિસ્તાન; અ. 13 ડિસેમ્બર 1048, ગઝની, અફઘાનિસ્તાન) : આરબ ખગોળશાસ્ત્રી, ઇતિહાસકાર અને બહુશ્રુત વિદ્વાન. મૂળ નામ અબૂરેહાન મુહંમદ. પિતાનું નામ અહમદ. અર્વાચીન ઉઝબેકિસ્તાનના કાથ(કાસ) (= ખીવ)ના ઉપનગર(બિરૂન)માં જન્મ. તેથી અલ-બિરૂની કહેવાયો. વતનમાં પ્રાથમિક શિક્ષણ પ્રાપ્ત કર્યું. પછી બુખારા, જુર્જાન, રે (Rayy) વગેરે સ્થળોએ ફરીને…

વધુ વાંચો >

અસમઈ

અસમઈ (જ. 74૦, બસરા, ઇરાક; અ. 828, બસરા, ઇરાક) : અરબી ભાષાવિદ્, સાહિત્યકાર. તેમનું નામ અબ્દુલ મલિક બિન કુરૈબ હતું. પરંતુ ‘અલ્ અસમઈ’ના નામે તેઓ પ્રસિદ્ધ છે. તેઓ બસરાના વતની હતા. અરબીના શબ્દકોશ રચનારાઓમાં તે શ્રેષ્ઠ ગણાતા. તેમને અરબી ભાષા અને તેની બધી બોલીઓ ઉપર સંપૂર્ણ પ્રભુત્વ હતું. ખલીફા હારૂન…

વધુ વાંચો >

અસાકિર, ઇબ્ન

અસાકિર, ઇબ્ન (જ. 13 સપ્ટેમ્બર 1105, દમાસ્કસ, સીરિયા; અ. 25 જાન્યુારી 1176, દમાસ્કસ, સીરિયા) : વિદ્વાન અરબ ઇતિહાસકાર. આખું નામ અલી બિન હસન, અટક અબુલ કાસિમ. ઇબ્ન અસાકિરના નામથી પ્રસિદ્ધ છે. તેમણે પયગંબરસાહેબનાં સુવચનો (હદીસ) એકઠાં કરેલાં હોવાથી ‘હાફિઝ ઇબ્ન અસાકિર’ કહેવાયા. સીરિયાના એક આધારભૂત (શાફિઈ) કાયદાશાસ્ત્રી તરીકે તેમની ગણના…

વધુ વાંચો >

અસીર, ઇબ્નુલ

અસીર, ઇબ્નુલ (જ. 12 મે 116૦, અલજઝીરા, અ. 1233, ઇરાક) : અરબી ઇતિહાસકાર. પૂરું નામ ઇરુદ્દીન અબુલ હસનઅલી ઇબ્નુલ અસીર. મવસલ અને બગદાદમાં શિક્ષણ પ્રાપ્ત કર્યું હતું. સીરિયાના પ્રવાસ પછી બાકીનું જીવન મવસલનાં ગામોમાં જ પસાર કરેલું. આરબ ઇતિહાસકારોમાં તેનું સ્થાન ઘણું ઊંચું છે. તેના ચાર ગ્રંથો સુપ્રસિદ્ધ છે :…

વધુ વાંચો >