Apabhramsa pali prakrit literature
લીલાવઇ (લીલાવતી)
લીલાવઇ (લીલાવતી) : પ્રાકૃત કથાકાવ્ય. ‘લીલાવઇ’ના અજ્ઞાત ટીકાકાર પ્રમાણે ભૂષણભટ્ટના સુપુત્ર કોઉહલ નામના બ્રાહ્મણે પોતાની પત્નીના આગ્રહ પર ‘मरहट्ठ देसीभासा’માં એની રચના કરી હતી. કવિએ પોતાના વંશનો પરિચય આપવા છતાં પોતાનું નામ આપ્યું નથી. તેમના પિતામહનું નામ બહુલાદિત્ય હતું. તે બહુ વિદ્વાન અને યજ્ઞયાગાદિક અનુષ્ઠાનોના વિશેષજ્ઞ હતા. આની રચના ઈ.…
વધુ વાંચો >વજ્જાલગ્ગ (મુનિ જયવલ્લભ)
વજ્જાલગ્ગ (મુનિ જયવલ્લભ) : પ્રાકૃત મુક્તકકાવ્યસંગ્રહ. તેમાં અનેક પ્રાકૃત કવિઓની સુભાષિત ગાથાઓ છે. શ્ર્વેતાંબર પરંપરાના જયવલ્લભમુનિએ આ ગ્રંથનું સંકલન કર્યું છે. રત્નદેવગણિએ સં. 1393માં આના પર સંસ્કૃત ટીકા લખી છે. આમાં 795 ગાથાઓ આર્યા છંદમાં છે. તેમાં ધર્મ, અર્થ અને કામનું સુંદર નિરૂપણ છે. આ ગાથાઓ કાવ્ય, સજ્જન, દુર્જન, દૈવ,…
વધુ વાંચો >વદ્ધમાણદેસણા (1495)
વદ્ધમાણદેસણા (1495) : ગયાસુદ્દીન ખિલજીના કોશાધિકારી જાવડની વિનંતીથી, સાધુવિજયગણિના શિષ્ય શુભવર્ધનગણિએ રચેલો ગ્રંથ. વર્ધમાનસ્વામી અર્થાત્ મહાવીર સ્વામીએ ‘ઉવાસગદસા’ નામના સાતમા અંગમાં આપેલા ઉપદેશનો આમાં સમાવેશ હોવાથી તેનું નામ ‘વદ્ધમાણદેસણા’ છે. દસ ઉલ્લાસોમાં ગ્રંથ વિભાજિત છે. કુલ પદ્યસંખ્યા 3,173 છે. તેમાં 3,163 પદ્ય જૈનમહારાષ્ટ્રીમાં તથા દસ સંસ્કૃતમાં છે. આનન્દ આદિ દશ…
વધુ વાંચો >વસુદેવ-હિંડી
વસુદેવ-હિંડી : જૈન કથાસાહિત્યની પ્રથમ કક્ષાની કૃતિઓમાંની એક. આગમબાહ્ય ગ્રંથોમાં પ્રાચીનતમ ગણાતા આ ગ્રંથમાં જૈન પરંપરા પ્રમાણે કૃષ્ણના પિતા વસુદેવના ભ્રમણ(હિંડી)નો વૃત્તાન્ત છે. મૂળ સંસ્કૃતના અને ગુજરાતી તેમજ પ્રાકૃતમાં વપરાતા ‘હિંડ’ ધાતુનો અર્થ ચાલવું-ફરવું-પરિભ્રમણ કરવું એવો થાય છે. એથી ‘વસુદેવ-હિંડી’ એટલે વસુદેવનું પરિભ્રમણ. શ્રીકૃષ્ણના પિતા વસુદેવ પોતાની યુવાવસ્થામાં ગૃહત્યાગ કરીને…
વધુ વાંચો >વસુનન્દિશ્રાવકાચાર
વસુનન્દિશ્રાવકાચાર : જૈન ધર્મના ઉપાસકના આચાર વિશેનો ગ્રંથ. શ્રાવક એટલે જૈન ગૃહસ્થ, જૈન ઉપાસક. શ્રાવકાચાર એટલે જૈન ગૃહસ્થનો આચારધર્મ. વસુનન્દિએ (ઈ. સ. 1100 લગભગ) આ વિષય ઉપર રચેલી કૃતિનું નામ છે ‘વસુનન્દિશ્રાવકાચાર’. તેને ‘ઉપાસકાધ્યયન’ પણ કહેવામાં આવે છે. તે 546 પ્રાકૃત ગાથાઓમાં નિબદ્ધ છે. તેમાં અગિયાર પ્રતિમાઓના આધારે શ્રાવકધર્મનું નિરૂપણ…
વધુ વાંચો >વંસ-સાહિત્ય
વંસ-સાહિત્ય : બૌદ્ધ ધર્મના જાણીતા ગ્રંથો. પાલિ ભાષામાં રચાયેલ વંસ(સં. વંશ)-સાહિત્ય બૌદ્ધોના ધાર્મિક સાહિત્યમાં એક વિશેષ સ્થાન અને મહત્વ ધરાવે છે. વંસ એટલે પરંપરા. વંસ-સાહિત્યમાં ભગવાન બુદ્ધની પરંપરા, તેમને અનુસરતા રાજાઓની પરંપરા કે તેમની સાથે સંબંધ ધરાવતાં સ્થાન ઇત્યાદિની પરંપરાનો ઇતિહાસ આલેખવામાં આવ્યો હોય છે. મુખ્યત્વે શ્રીલંકામાં રચાયેલા આ સાહિત્યમાં…
વધુ વાંચો >વાસ્તુસાર
વાસ્તુસાર : વાસ્તુશાસ્ત્રને લગતો પ્રાકૃત ગ્રંથ. પ્રાકૃતમાં જેને શાસ્ત્રીય ગ્રંથ કહીએ એવા અનેક ગ્રંથો રચાયા છે. તેમાં આ વાસ્તુસારનો પણ સમાવેશ થાય છે. પૂર્વશાસ્ત્રોનો અભ્યાસ કરીને સંવત 1372(ઈ. સ. 1316)માં ઠક્કુર ફેરૂએ ‘વાસ્તુસાર’ની રચના કરી. તેમાં ગૃહવાસ્તુપ્રકરણમાં 158 ગાથાઓ છે, જેમાં ભૂમિપરીક્ષા, ભૂમિસાધના, ભૂમિલક્ષણ, માસફળ, પાયો નાખવાનું લગ્ન, ગૃહપ્રવેશલગ્ન અને…
વધુ વાંચો >વિધિમાર્ગપ્રપા અથવા સુવિહિત સામાચારી
વિધિમાર્ગપ્રપા અથવા સુવિહિત સામાચારી : જૈન ધર્મના વિધિ-વિધાનના પ્રાચીન ગ્રંથોમાં અતિ મહત્વપૂર્ણ સ્થાન ધરાવનાર ગ્રંથ. આ ગ્રંથના રચયિતા હતા ખરતરગચ્છ-ગગનાવભાસક, યવનસમ્રાટસુલતાનમહમ્મદપ્રતિબોધક અને મહાપ્રભાવક જિનપ્રભસૂરિ. આ મહત્વપૂર્ણ ગ્રંથનું સંપાદન કેટલાય પ્રાચીન ગ્રંથોને પ્રકાશમાં લાવનાર મુનિશ્રી જિનવિજયજી જેવા સિદ્ધહસ્ત સંપાદક દ્વારા ઉચિત રીતે જ થયું છે. પ્રકાશનની વિગતો : નિર્ણયસાગર પ્રેસ, મુંબઈ;…
વધુ વાંચો >વિયાહપણ્ણત્તિ (व्याख्याप्रज्ञप्ति)
વિયાહપણ્ણત્તિ (व्याख्याप्रज्ञप्ति) : જૈન આગમોનાં 12 અંગોમાંનું પાંચમું અંગ. એને ‘ભગવતીસૂત્ર’ પણ કહે છે. પ્રજ્ઞપ્તિ એટલે પ્રરૂપણ. જીવાદિ પદાર્થોની વ્યાખ્યાઓનું પ્રરૂપણ. આ વ્યાખ્યાઓ પ્રશ્નોત્તર રૂપે રજૂ કરાઈ છે. ગૌતમ ગણધર જૈનસિદ્ધાંત-વિષયક પ્રશ્નો પૂછે છે અને તેના ઉત્તરો શ્રમણ ભગવાન મહાવીર આપે છે. ઇતિહાસ-સંવાદો પણ તેમાં આવે છે, જેમાં બીજા તીર્થિકો…
વધુ વાંચો >વિલાસવઇકહા (વિલાસવતી કથા)
વિલાસવઇકહા (વિલાસવતી કથા) : ‘સાધારણ કવિ’ના ઉપનામથી પ્રસિદ્ધ સિદ્ધસેનસૂરિ નામના શ્વેતામ્બર જૈન આચાર્યે રચેલ સંધિબદ્ધ અપભ્રંશ મહાકાવ્ય. 11 સંધિઓમાં લગભગ 3,600 ગ્રંથાગ્રમાં રચાયેલ આ મહાકાવ્ય ઈ. સ. 1066માં ગુજરાતના પ્રાચીન નગર ધંધૂકામાં રહીને કવિએ પૂર્ણ કરેલ. કર્તાના પૂર્વજીવન કે ગૃહસ્થજીવન વિશે કોઈ માહિતી મળતી નથી; પરંતુ કર્તાએ ‘વિલાસવઇકહા’ની પ્રશસ્તિમાં પોતાનો…
વધુ વાંચો >