Anthropology
ગુર્જિયેફ, જ્યૉર્જી ઇવાનોવિચ
ગુર્જિયેફ, જ્યૉર્જી ઇવાનોવિચ (જ. 28 નવેમ્બર 1877, ઍલેક્સાન્ડ્રોલ, આર્મીનિયા, રશિયા; અ. 28 ઑક્ટોબર 1949, પૅરિસ, ફ્રાંસ) : વિખ્યાત રશિયન રહસ્યવાદી. ગ્રીક અને આર્મીનિયન દંપતીનું સંતાન. તેમના પૂર્વજીવન વિશે બહુ ઓછું જાણવા મળે છે; પરંતુ યુવાવસ્થામાં તેમણે પૂર્વ અને પશ્ચિમના અનેક પ્રવાસો ‘સત્યશોધક’ (Seekers of Truth) નામના જૂથથી ઓળખાતા લોકો સાથે…
વધુ વાંચો >ગ્રામદેવતા
ગ્રામદેવતા : ગ્રામના દેવ કે દેવી એ અર્થ ઉપરાંત ગ્રામ શબ્દનો અર્થ સમૂહ થતો હોઈ તેમાં જુદા જુદા સમૂહો કે સમાજોના દેવતાનો અર્થ પણ સમાયેલો હોવાથી ગ્રામદેવતા એ સ્થાનદેવતા તથા કુળ-દેવતાનું પણ સૂચન કરે છે. ભારતના દરેક ગામને દેવ-દેવીઓ હોય છે. સામાન્ય રીતે ગામને પાદરે તેમનાં સ્થાનો હોય છે. ત્યાં…
વધુ વાંચો >ચેદિઓ
ચેદિઓ : વૈદિક સમયની એક પ્રાચીન જાતિ. તે લોકો સંભવત: યમુના નદી અને વિંધ્યાચળ પર્વત વચ્ચેના પ્રદેશમાં રહેતા હતા. તેમના કશુ નામના રાજાએ તેના પુરોહિતને 10 રાજાઓ સેવક તરીકે દાનમાં આપ્યા હતા એવો ‘દાનસ્તુતિ’માં ઉલ્લેખ છે. ચેદિઓ યદુઓમાંથી ઊતરી આવ્યા હતા એવી માહિતી પૌરાણિક સાહિત્યમાંથી મળે છે. યાદવોના નેતા વિદર્ભ…
વધુ વાંચો >જાવા માનવ
જાવા માનવ : પ્રાચીન કાળમાં અસ્તિત્વ ધરાવતી હોમો ઇરેક્ટસ પ્રજાતિનો આદિમાનવ. આ માનવીના જીવાવશેષો સૌપ્રથમ 1891–93માં યુવાન ડચ શરીરરચનાવિજ્ઞાની (anatomist) યુજેન દુબ્વાએ જાવા દ્વીપમાં સોલો નદીના કાંઠે આવેલ ટ્રિનિલ ખાતેથી શોધી કાઢ્યા હતા. દુબ્વાને મળેલાં હાડકાંમાં નીચા ઘાટની, જાડાં હાડકાંવાળી, ભ્રમર ઉપર આગળ પડતી ધાર ધરાવતી ખોપરી તથા વિકસિત જાંઘનાં…
વધુ વાંચો >જુગાર
જુગાર : માત્ર પ્રારબ્ધ અજમાવીને લાભ પ્રાપ્ત કરવા માટે મારવામાં આવતી શરતો. આવો લાભ મેળવવા માટે નુકસાન વેઠવાનું જોખમ ખેડવું એ જુગારનું લાક્ષણિક અંગ ગણવામાં આવે છે. માનવજાતિના ઉદગમકાળથી માનવસંસ્કૃતિના ભાગ તરીકે તે અત્યાર સુધી એક યા બીજા સ્વરૂપે જળવાઈ રહ્યું છે તથા સમગ્ર વિશ્વમાં વ્યાપેલું છે. તાત્કાલિક લાભની લોલુપતા…
વધુ વાંચો >ટોટમિઝમ
ટોટમિઝમ (totemism) : ટોટમ એટલે કુળ કે આદિમ જાતિનું પ્રતીક, જે જાતિ સાથે સંબંધ ધરાવતું મનાતું. જાતિના ચિહન તરીકે માનવામાં આવતું પ્રાણી કે કુદરતી વસ્તુ; તેની પ્રતિમા જેની ઉપર કુળ-પ્રતીકો કોતરેલાં હોય એવો લાંબો વાંસ અને ટોટમિઝમ એટલે કુળપ્રતીકોની પ્રથા કે પદ્ધતિ. આદિમ જાતિઓમાં એક એવી માન્યતા પ્રવર્તે છે કે…
વધુ વાંચો >ડોગરા
ડોગરા : ડોગરા પર્વતીય વિસ્તારની ખીણના મેદાનમાં રહેતા હિન્દુ રાજપૂતો. જમ્મુ અને કાશ્મીર પ્રદેશમાં જમ્મુથી પૂર્વેના ડોગરા પર્વતનો ખીણનો મેદાની વિસ્તાર જે દક્ષિણે પંજાબની સરહદે રાવી નદી સુધી વિસ્તરેલો છે તે ડોગરા વિસ્તાર તરીકે ઓળખાય છે. ડોગરા રજપૂતો પોતાના મૂળ વતન તરીકે સરાયનસર અને માનસર બે પવિત્ર સરોવરવાળા વિસ્તારને દર્શાવે…
વધુ વાંચો >ઢોડિયા
ઢોડિયા : ગુજરાતની અઢાર આદિવાસી જાતિઓ પૈકી એક. તેમની પરંપરા પ્રમાણે તેમના પૂર્વજો ધોળકા તાલુકામાં વસતા રજપૂતો હતા અને અલ્લાઉદ્દીન ખલજીના આક્રમણને કારણે (તેમના પૂર્વજો) ધનાસિંહ કે ધના અને રૂપાસિંહ કે રૂપા સ્થળાંતર કરીને અંબિકા નદીના કાંઠા ઉપરનાં જોગવાડ-ચિતાલા ગામે વસ્યા. આમ તેઓ ધોળકા તરફથી આવેલા હોવાથી ધોળકિયા – ઢોડિયા…
વધુ વાંચો >થર્નવાલ્ડ રિચાર્ડ
થર્નવાલ્ડ રિચાર્ડ (જ. 18 સપ્ટેમ્બર 1869, વિયેના; અ. 19 જાન્યુઆરી 1954, બર્લિન) : જર્મનીના વિદ્વાન માનવશાસ્ત્રી. તેઓ તેમના સામાજિક સંસ્થાઓના તુલનાત્મક અભ્યાસ માટે જાણીતા છે. સમાજમાનવશાસ્ત્ર વિશેના તેમના સમૃદ્ધ વિચારો ક્ષેત્રકાર્ય દ્વારા કરેલા વિવિધ સમુદાયો વિશેના અભ્યાસોની ફલશ્રુતિ છે. તેમણે સોલોમન ટાપુઓ અને માઇક્રોનેશિયાના અભ્યાસો 1906થી 1909 તથા 1932માં કર્યા…
વધુ વાંચો >દૂબે, શ્યામચરણ
દૂબે, શ્યામચરણ (જ. 25 જુલાઈ 1922; અ. 1996) : ભારતના ખ્યાતનામ માનવશાસ્ત્રી. નાગપુર યુનિવર્સિટીમાંથી એમ.એ. અને પીએચ.ડી.ની પદવી પ્રાપ્ત કરી. તેમણે મધ્યપ્રદેશની ‘કુમાર જાતિ’ પર પોતાનો શોધનિબંધ લખ્યો અને તે માટે તેમને યુનિવર્સિટી તરફથી મૉરિસ મેમોરિયલ શિષ્યવૃત્તિ મળી હતી. વ્યાખ્યાતા તરીકે નાગપુર, લખનૌ અને ઉસ્માનિયા યુનિવર્સિટીમાં અધ્યાપન કર્યું. તે પછી…
વધુ વાંચો >