Allopathy
લાપોટિયું (mumps)
લાપોટિયું (mumps) : પરાશ્લેષ્મવિષાણુથી થતો અને થૂંક-બિન્દુઓથી ફેલાતો લાળગ્રંથિઓનો ચેપ કે જે ક્યારેક શુક્રપિંડ, મગજના આવરણરૂપ તાનિકાઓ (meninges), સ્વાદુપિંડ અને અંડપિંડને પણ અસર કરે છે. તેને ગાલપચોળું તથા તાપોલિયું પણ કહે છે. તેને શાસ્ત્રીય રીતે લાલાગ્રંથિશોથ (inflammation of salivary glands) કહેવાય છે. તેના રોગકારક વિષાણુને લાલાકશોથ વિષાણુ (mumps virus) કહે…
વધુ વાંચો >લાળ
લાળ : મોંમાં ઝરતું પ્રવાહી. તેને લાલા (saliva) પણ કહે છે. તે મોંમાં ખૂલતી લાળગ્રંથિઓ(લાલાગ્રંથિઓ, salivary glands)માં ઉત્પન્ન થઈને નળી દ્વારા મોઢામાં આવે છે. લાળગ્રંથિઓની મુખ્ય 3 જોડ છે – શુકસમ (parotid), અવ-અધોહન્વી (sub-manditular) અને અવજિહવાકીય (sublingual). તે અનુક્રમે ગાલના પાછળના ભાગમાં અને કાનની નીચે, નીચલા જડબાની નીચે અને જીભની…
વધુ વાંચો >લાંગવિકાર (lathyrism)
લાંગવિકાર (lathyrism) : લાંગ (કેસરી) દાળના આહારથી થતો પીડાકારક સ્નાયુ-અધિકુંચસજ્જતાયુક્ત (spastic) પગના લકવાનો રોગ. મધ્ય ભારતના મધ્યપ્રદેશ, ઉત્તરપ્રદેશ અને બિહારમાં ખોરાકમાં દાળ તરીકે કેસરી (લાંગની) દાળનો ઉપયોગ કરતી વસ્તીમાં આ રોગ થાય છે. તેનું શાસ્ત્રીય નામ Lathyrus sativus છે. ભારતમાં તેને કેસરી દાળ, લાંગની દાળ, તેઓરા, મત્રા, બટુરા, ઘરસ, લાખ…
વધુ વાંચો >લિન્ડા બી. બક
લિન્ડા બી. બક (જ. 29 જાન્યુઆરી 1947, સીએટલ) : 2004ના નોબેલ પુરસ્કારના સહવિજેતા અમેરિકન વિજ્ઞાની. તેમણે પીએચ.ડી.ની પદવી 1980માં પ્રતિરક્ષાવિજ્ઞાન(immunology)માં યુનિવર્સિટી ઑવ્ ટેક્સાસ સાઉથ-વેસ્ટર્ન મેડિકલ સેન્ટરમાંથી પ્રાપ્ત કરી. ઍક્સલ અને બક સાથે 1980ના દસકામાં કોલંબિયા યુનિવર્સિટીમાં કાર્ય કર્યું; જ્યાં ઍક્સલ પ્રાધ્યાપક હતા અને બક તેમના પોસ્ટ-ડૉક્ટરલ વિદ્યાર્થિની હતાં. બક હૉવર્ડ…
વધુ વાંચો >લિપમાન, ફ્રિટ્ઝ આલ્બર્ટ (Lipmann, Fritz Albert)
લિપમાન, ફ્રિટ્ઝ આલ્બર્ટ (Lipmann, Fritz Albert) (જ. 12 જૂન, 1899, કિનિગ્સ્બર્ગ, જર્મની; અ. 1986) : સન 1953ના તબીબી વિદ્યા અને દેહધાર્મિકવિદ્યાના હાન્સ ક્રેબ સાથેના નોબેલ પારિતોષિકના વિજેતા. સન 1917થી 1922માં તેઓ કિનિગ્સ્બર્ગ, બર્લિન અને મ્યૂનિકની યુનિવર્સિટીઓમાં ભણ્યા અને સન 1924માં બર્લિન ખાતે ડૉક્ટર તરીકેની એમ.ડી.ની ઉપાધિ મેળવી. તેમણે સન 1923માં…
વધુ વાંચો >લિસ્ટર, જૉસેફ
લિસ્ટર, જૉસેફ (જ. 5 એપ્રિલ 1827, આટીન, ઇસેક્સ, યુ.કે.; અ. 10 ફેબ્રુઆરી 1992, વાલ્મર, કૅન્ટ, યુ.કે.) : અંગ્રેજ સર્જ્યન. લંડનમાંની યુનિવર્સિટી કૉલેજમાં ભણ્યા હતા. તેમણે પાશ્ચરના જીવાણુઓથી ચેપ લાગવાના સિદ્ધાંત(theory)ને આગળ ધપાવીને સન 1865માં ચેપ-રહિત શસ્ત્રક્રિયા(aseptic surgery)નો સિદ્ધાંત સ્થાપ્યો. તે માટે તેમણે શસ્ત્રક્રિયાનાં સાધનોને તપાવવા ઉપરાંત કાબૉર્લિક ઍસિડ વડે પણ…
વધુ વાંચો >લિંગનિર્ણયન (determination of sex)
લિંગનિર્ણયન (determination of sex) : બાળક, વ્યક્તિ કે મૃતદેહની જાતીયતા (sex) નક્કી કરવી તે. જન્મ સમયે બાળકના શરીર પર વિકસેલાં બાહ્ય જનનાંગો પરથી તેની જાતીયતા અથવા લિંગ નક્કી કરાય છે. ગર્ભશિશુના લિંગ-પરીક્ષણ માટે ધ્વનિચિત્રણ (sonography) કે પરિગર્ભપેશી(chorion)નું જીવપેશીપરીક્ષણ (biopsy) કરવાનું કાયદાથી નિષેધ કરવામાં આવેલું છે. તે નૈદાનિક પદ્ધતિઓના દુરુપયોગ લીધે…
વધુ વાંચો >લિંગવિભેદન (sex differentiation)
લિંગવિભેદન (sex differentiation) : તટસ્થ (neutral) ભ્રૂણીય રચનાઓમાંથી નર અને માદા પ્રજનનાંગોની વિકાસની પ્રક્રિયા. કોઈ પણ જાતિ(sex)નો સામાન્ય માનવ-ભ્રૂણ જનીનિક અને અંતસ્રાવી અસર હેઠળ નર કે માદા પ્રજનનાંગોનો વિકાસ કરવાની ક્ષમતા ધરાવે છે. આરંભમાં ‘Y’ રંગસૂત્ર ઉપર રહેલા જનીનિક સંકેતો દ્વારા અને પછીથી શુક્રપિંડોમાં ઉદભવતા નર અંત:સ્રાવો નર પ્રજનનતંત્રના વિકાસ…
વધુ વાંચો >લિંગસંકલિત વારસો
લિંગસંકલિત વારસો : સજીવની અનુગામી પેઢીઓમાં લિંગી રંગસૂત્રો સાથે સંકળાયેલાં જનીનો દ્વારા થતું લિંગસંકલિત લક્ષણોનું સંચારણ. લિંગનિશ્ચયનની XY રંગસૂત્રીય પદ્ધતિમાં વિષમરૂપી (heteromorphic) લિંગી રંગસૂત્રો પર રહેલાં જનીનોની આનુવંશિકતાની ભાત સમરૂપી (homomorphic) દૈહિક રંગસૂત્રો પર રહેલાં જનીનોની આનુવંશિકતાની ભાત કરતાં જુદી હોય છે. કારણ કે લિંગી રંગસૂત્રોનાં વૈકલ્પિક જનીનો(alleles)નો વારસો સંતતિની…
વધુ વાંચો >લીનન, ફિયોદોર (Lynen Feodor)
લીનન, ફિયોદોર (Lynen Feodor) (જ. 6 એપ્રિલ 1911, મ્યુનિચ, જર્મની; અ. 1979) : સન 1964ના તબીબીવિદ્યા અને દેહધર્મવિદ્યાના નોબેલ પારિતોષિક માટેના રોનાર્ડ બ્લોક(Konard Bloch)ના સહવિજેતા. તેમને કોલેસ્ટિરોલ તથા મેદામ્લો(fatty acid)ના ચયાપચયની ક્રિયાપ્રવિધિ સંબંધિત શોધ કરવા માટે આ સન્માન પ્રાપ્ત થયું હતું. તેમના પિતા યાંત્રિક ઇજનેરી વિદ્યામાં પ્રાધ્યાપક હતા. તેમણે મ્યુનિચમાંથી…
વધુ વાંચો >