Allopathy

મગફળી

મગફળી દ્વિદળી વર્ગમાં આવેલા ફેબેસી કુળના ઉપકુળ પૅપિલિયોનોઇડીની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Arachis hypogea Linn. (સં. ભૂચણક, તૈલકંદ; મ. ભૂંયામૂંગ; હિં. મૂંગફલી, ચીના બદામ, વિલાયતી મૂંગ; બં. ચિનેર બાદામ; ગુ. મગફળી, ભોંય-મગ; અં. ગ્રાઉન્ડનટ, મંકીનટ, પીનટ) છે. તે ભૂપ્રસારી કે ટટ્ટાર, 30 સેમી.થી 60 સેમી.ની ઊંચાઈ ધરાવતી એકવર્ષાયુ શાકીય…

વધુ વાંચો >

મચકોડ

મચકોડ (sprain) : બે હાડકાંને એકબીજા જોડે જોડી રાખતા અસ્થિબંધ(ligament)ને થતી ઈજા. બે હાડકાંને એકબીજા સાથે જોડી રાખતી તથા તેમની વચ્ચેના સાંધાઓને મજબૂત અને સ્થિર રાખતી તંતુમય પેશીના પટ્ટા કે રજ્જુ આકારની સંરચનાઓને અસ્થિબંધ કહે છે. હાડકાં સાથે જોડાયેલો સ્નાયુ ખેંચાઈ જાય કે તેને હાડકાં સાથે જોડતા સ્નાયુબંધ (tendon) નામના…

વધુ વાંચો >

મઠ

મઠ : દ્વિદળી વર્ગમાં આવેલા ફેબેસી કુળના ઉપકુળ પૅપિલિયોનોઇડીની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Vigna aconitifolia (Jacq.) Marechal syn. Phaseolus aconitifolius Jacq. (હિં. મોઠ, ભ્રિંગા; બં. બેરી; મ. , ગુ. મઠ; તે. કુંકુમપેસાલુ; પં. ભિનોઇ; અં. મટબીન) છે. તે એકવર્ષાયુ કે બહુવર્ષાયુ, 15 સેમી.થી 20 સેમી. ઊંચી શાકીય જાતિ છે…

વધુ વાંચો >

મણકાની તકતીના રોગો

મણકાની તકતીના રોગો : પીઠમાં આવેલા કરોડસ્તંભના બે મણકાની જોડ વચ્ચે આવેલી તકતીના રોગો. બે મણકાની વચ્ચે આવેલી તકતીને આંતરમણકા તકતી (intervertebral disc) કહે છે. તેના મુખ્ય 3 ભાગ છે : કાસ્થિમય અંતિમ ચકતી (cartilage end-plate), મૃદુનાભિ (neucleus pulposus) અને તંતુમય વલયિકા (annulus fibrosus). કરોડના મણકા અને તકતી વચ્ચે પાતળી…

વધુ વાંચો >

મણકાપટ્ટી ઉચ્છેદન

મણકાપટ્ટી ઉચ્છેદન : જુઓ મણકાની તકતીના રોગો

વધુ વાંચો >

મણકારુગ્ણતા

મણકારુગ્ણતા (spondylosis) : ધીમે ધીમે શરૂ થઈને વધતો જતો કરોડસ્તંભના મણકાનો અપજનનશીલ (degenerative) વિકાર. સામાન્ય રીતે તે ડોકના વિસ્તારમાં કે કમર(કટિ)ના વિસ્તારમાં જોવા મળે છે. ડોકમાં થતી મણકારુગ્ણતાને ગ્રીવાલક્ષી મણકારુગ્ણતા (cervical spondylosis) કહે છે. જ્યારે કેડમાં થતા વિકારને કટિલક્ષી મણકારુગ્ણતા (lumbar spondylosis) કહે છે. (1) ગ્રીવાલક્ષી મણકારુગ્ણતા : સામાન્ય રીતે…

વધુ વાંચો >

મણકાશોથ, બદ્ધસંધિ

મણકાશોથ, બદ્ધસંધિ (ankylosing spondylitis) : સતત વધતો જતો અને સાંધાઓને અક્કડ બનાવતો પીડાકારક સાંધાના સોજા(શોથ)નો વિકાર. તેને મેરી-સ્ટ્રુમ્પેલ(Marie-Strumpell)નો રોગ પણ કહે છે. પીડાકારક સોજો કરતા વિકારને શોથ (inflammation) કહે છે. આ વિકારમાં મુખ્યત્વે કરોડસ્તંભના સૌથી નીચે આવેલા ત્રિકાસ્થિ (sacrum) નામના હાડકા અને નિતંબના હાડકા વચ્ચે આવેલો સાંધો અસરગ્રસ્ત થાય છે.…

વધુ વાંચો >

મણકાશોફ ગ્રીવા

મણકાશોફ ગ્રીવા : જુઓ મણકારુગ્ણતા

વધુ વાંચો >

મદ્યવશતા

મદ્યવશતા (alcoholism) : દારૂ પીવાની લતે ચડેલ બંધાણીને આરોગ્યલક્ષી, સામાજિક અને આર્થિક રીતે પાયમાલ કરી દે તેવી ટેવનો વિકાર. આથી દારૂ પીનારાને વારંવાર અને વધુ ને વધુ પ્રમાણમાં દારૂ પીવાની ઇચ્છા થાય છે. સ્વીડનની સરકારની જાહેર આરોગ્ય સંસ્થા મૅગ્નસ હસ દ્વારા 1849માં આ વિકારનું નિદાન કરવામાં આવ્યું હતું. અમેરિકાના માનસચિકિત્સકોના…

વધુ વાંચો >

મધુપ્રમેહ

મધુપ્રમેહ (diabetes mellitus) ઇન્સ્યુલિન નામના અંત:સ્રાવની સંપૂર્ણ અથવા સાપેક્ષ ઊણપને કારણે લોહીમાં ગ્લુકોઝનું પ્રમાણ વધારતો મધ્યાવર્તી ચયાપચય(intermediary metabolism)નો રોગ. શરીરમાં ઊર્જા(શક્તિ)ના ઉત્પાદન માટે તથા અન્ય કાર્યો માટે થતી રાસાયણિક ક્રિયાઓના સમૂહને ચયાપચય (metabolism) કહે છે. જો શરીરમાં ઇન્સ્યુલિનની ઊણપ ઊભી થાય અથવા જેટલી તેની જરૂરિયાત હોય તેના કરતાં ઓછું ઇન્સ્યુલિન…

વધુ વાંચો >