મકિન્ડો, આર્ચિબાલ્ડ (સર)

January, 2002

મકિન્ડો, આર્ચિબાલ્ડ (સર) (જ. 1900, ડંડિન, ન્યૂઝીલૅન્ડ; અ. 1960) : નામી પ્લાસ્ટિક સર્જન. તેમણે ઑટેગો, મેયો ક્લિનિક તથા બાર્થોલ્મ્યુ હૉસ્પિટલ ખાતે અભ્યાસ કર્યો; તેઓ હૅરોલ્ડ ગિલિઝના તેજસ્વી વિદ્યાર્થી હતા.

બીજા વિશ્વયુદ્ધ દરમિયાન વેસ્ટ સસેક્સ ખાતેની ક્વીન વિક્ટૉરિયા હૉસ્પિટલના સર્જન-ઇન-ચાર્જ તરીકે ખૂબ ખ્યાતિ પામ્યા. સખત રીતે દાઝી ગયેલા વિમાનીઓના ચહેરા તથા અંગોની પ્લાસ્ટિક સર્જરી માટે તે ભારે પ્રશંસા પામ્યા.

મહેશ ચોકસી