Allopathy
નોસ્ત્રડેમસ
નોસ્ત્રડેમસ (માઇકલ દ નોત્રેડેમનું લૅટિન નામ) (જ. 14 ડિસેમ્બર 1503, સેંટ રેમી, ફ્રાન્સ; અ. 2 જુલાઈ 1566, સલોં, ફ્રાન્સ) : ફ્રાન્સનો ભવિષ્યવેત્તા અને તબીબ. 1529માં એજનમાં તબીબ વ્યવસાયનો પ્રારંભ કર્યો; 1544માં સલોંમાં વસવાટ કર્યો. 1546–47માં પ્લેગ ફાટી નીકળતાં તેમણે જે નવતર અને મૌલિક પ્રકારની દવા અને સારવાર આપી તેથી ત્યાં…
વધુ વાંચો >ન્યાયિક તપાસ, મૃત્યુના કારણની (inquest)
ન્યાયિક તપાસ, મૃત્યુના કારણની (inquest) : શંકાસ્પદ સંજોગોમાં થયેલા મૃત્યુના કારણ અંગેની તપાસ કે પૂછપરછ. જુદા જુદા સ્થળે જુદા જુદા અધિકારીઓને તે અંગે સત્તા અપાયેલી હોય છે; જેમ કે, એક્ઝિક્યુટીવ મૅજિસ્ટ્રેટ (executive magistrate), પોલીસ-અધિકારી, કૉરોનર અથવા તબીબ. ભારતમાં મુખ્યત્વે પોલીસ-અધિકારી આ કાર્ય કરે છે. સામાન્ય રીતે તેણે ક્રિમિનલ પ્રોસીજર કોડની…
વધુ વાંચો >ન્યુમોનિયા
ન્યુમોનિયા ફેફસાંનો શોથ. ફેફસાંની નાની શ્વસનિકાઓ (bronchioles), વાયુપોટા (alveoli) તથા તેની આસપાસની અંતરાલીય પેશી (interstitium) વગેરે લોહીના કોષો ભરાવાથી લાલ, સોજાયુક્ત અને ગરમ થાય તેને ફેફસાંનો શોથ (inflammation) કહે છે. તેને શાસ્ત્રીય રીતે ફેફસીશોથ અથવા ફુપ્ફુસી (pneumonia) કહે છે. કારણવિદ્યા (aetiology) : ન્યુમોનિયા થવાનું મુખ્ય કારણ ચેપ છે. ક્યારેક કોઈ…
વધુ વાંચો >ન્યૂક્લીઇક ઍસિડ
ન્યૂક્લીઇક ઍસિડ સજીવોમાં આનુવંશિક લક્ષણોની જાળવણી, અભિવ્યક્તિ (expression) અને સંચારણ સાથે સંકળાયેલાં એક પ્રકારનાં સંકીર્ણ સંયોજનો. તેઓ સામાન્ય રીતે પ્રોટીન સાથે પરિબદ્ધ થઈ ન્યૂક્લિયોપ્રોટીન બનાવે છે. 1869માં યુવાન સ્વિસ કાયચિકિત્સક (physician) ફ્રિડિશ માયશરે પરુમાં રહેલા શ્વેતકણોમાંથી કોષકેન્દ્રો પ્રાપ્ત કરવા તેમને હાઇડ્રોક્લોરિક ઍસિડની ચિકિત્સા આપતાં પ્રાપ્ત થયેલા અવક્ષેપોમાં કાર્બન, હાઇડ્રોજન, ઑક્સિજન,…
વધુ વાંચો >ન્યૂનતાજન્ય રોગો (deficiency diseases)
ન્યૂનતાજન્ય રોગો (deficiency diseases) આહાર અને પોષણના અગત્યના ઘટકોની ઊણપથી થતા રોગો. પોષક દ્રવ્યો(nutrients)ને બે મુખ્ય જૂથમાં વિભાજિત કરાય છે : (અ) અસૂક્ષ્મ પોષક દ્રવ્યો (macronutrients); જેવા કે, કાર્બોહાઇડ્રેટ્સ, ચરબી; પ્રોટીન તથા અસૂક્ષ્મ ખનીજ ક્ષારો (macrominerals); જેવાં કે, કૅલ્શિયમ, મૅગ્નેશિયમ અને ફૉસ્ફરસ તથા (આ) સૂક્ષ્મપોષક દ્રવ્યો (micronutrients); જેવાં કે, પ્રજીવકો…
વધુ વાંચો >પથરી, પિત્તજ (gall stones)
પથરી, પિત્તજ (gall stones) પિત્તમાર્ગમાં ખાસ કરીને પિત્તાશય(gall bladder)માં બનતી પથરીઓનો રોગ. ખોરાકમાંના ઘી, તેલ અને ચરબીને પચાવવાનું કાર્ય પિત્ત કરે છે. તે યકૃત(liver)માં બને છે અને પિત્તમાર્ગની નળીઓ દ્વારા પિત્તાશયમાં સંગ્રહાય છે તથા સાંદ્રિત (concentrated) થાય છે. જો પિત્તાશયમાંનું પિત્ત (bile) કૉલેસ્ટીરોલ અને કૅલ્શિયમથી અતિસંતૃપ્ત (supersaturated) થાય તો તેઓ…
વધુ વાંચો >પથરી, મૂત્રમાર્ગીય
પથરી, મૂત્રમાર્ગીય : મૂત્રપિંડ, મૂત્રપિંડનલિકા, મૂત્રાશય વગેરેમાં પથરી થવી તે. શરીરમાં બનતી પથરીને શાસ્ત્રીય રીતે અશ્મરી (calculus) કહે છે અને તેનાથી થતા વિકારને અશ્મરિતા (lithiasis) કહે છે. મૂત્રમાર્ગમાં પથરી થવાના વિકારને મૂત્રપિંડી અશ્મરિતા (nephrolithiasis) કહે છે. તેનું ઘણું વ્યાપક પ્રમાણ જોવા મળે છે. યુ.એસ.માં 12 % વસ્તી તેનાથી કોક ને…
વધુ વાંચો >પયધારણ (lactation)
પયધારણ (lactation) : નવા જન્મેલા શિશુના આહાર માટે માતામાં થતી દૂધ-ઉત્પત્તિની પ્રક્રિયા. યૌવનારંભ(puberty)ના સમયે સ્ત્રીના સ્તનનો વિકાસ થાય છે. ત્યારબાદ દરેક ઋતુસ્રાવચક્રમાં ઇસ્ટ્રોજન નામના સ્ત્રીઓના એક અંત:સ્રાવ(hormone)ની અસરમાં તેની પયજનક ગ્રંથિઓ (mammary glands) વૃદ્ધિ પામે છે. તે સાથે સ્તનમાં ચરબી પણ જમા થાય છે; પરંતુ તેમની ખરી વૃદ્ધિ અને વિકાસ…
વધુ વાંચો >પરાગલગ્રંથિ (parathyroid gland)
પરાગલગ્રંથિ (parathyroid gland) : શરીરમાં કૅલ્શિયમનું નિયમન કરતી અંત:સ્રાવી (endocrine) ગ્રંથિઓ. કુલ 120 ગ્રામની 4 પરાગલગ્રંથિઓ ડોકમાં ગલગ્રંથિ(thyroid gland)ની પાછળ આવેલી છે. 5 % વ્યક્તિઓમાં 4થી વધુ ગ્રંથિઓ હોય છે. બે બાજુ બે બે એમ 4 ગ્રંથિઓમાંથી ઉપલી ગ્રંથિઓ ગર્ભની ચોથી ચૂઈલક્ષી પુટલિકા(branchial pouch)માંથી ઉદ્ભવે છે અને તે ગલગ્રંથિના ખંડની…
વધુ વાંચો >