Allopathy
સ્નાયુવીજાલેખન (electromyography EMG)
સ્નાયુવીજાલેખન (electromyography, EMG) : સ્નાયુમાં સ્થિરસ્થિતિ અને સંકોચન સમયે થતા વીજફેરફારોને નોંધીને નિદાન કરવું તે. તેમાં સ્નાયુનું સંકોચન કરાવતા વીજસંકેતની આલેખના રૂપમાં નોંધ અને ચકાસણીની ક્રિયા કરાય છે. તે માટે વપરાતા સાધનને સ્નાયુવીજાલેખક (electromyograph) કહે છે અને તેના આલેખને સ્નાયુવીજાલેખ (electromyogram) કહે છે. આ પદ્ધતિમાં સ્થિર-સ્થિતિ તથા સંકોચન સમયે સ્નાયુતંતુમાં…
વધુ વાંચો >સ્નાયુશિથિલકો (muscle relaxants)
સ્નાયુશિથિલકો (muscle relaxants) : સ્નાયુઓના સતત-સંકોચન (spasm), પીડાકારક સ્નાયુસંકોચનો (muscle cramps), ચેતાપરાવર્તી ક્રિયાઓની અતિશયતા (hyperreflexia) વગેરે ઘટાડવા માટે વપરાતાં ઔષધો. તેના મુખ્ય 2 પ્રકારો છે – ચેતાસ્નાયુરોધકો (neuromuscular blockers) અને કેન્દ્રીય ચેતાતંત્ર પર સક્રિય એવા પ્રતિસતત-સંકોચન ઔષધો (spasmolytic drugs). પ્રથમ પ્રકારના ઔષધો ચેતાતંતુ (nerve fibre) અને સ્નાયુતંતુના સંગમ સ્થાને (neuromuscular…
વધુ વાંચો >સ્નાયુસજ્જતા
સ્નાયુસજ્જતા : જુઓ સ્નાયુતંત્ર (આયુર્વિજ્ઞાન).
વધુ વાંચો >સ્નાયુસંકોચન
સ્નાયુસંકોચન : જુઓ સ્નાયુતંત્ર (આયુર્વિજ્ઞાન).
વધુ વાંચો >સ્નેલ જ્યૉર્જ
સ્નેલ, જ્યૉર્જ (જ. ડિસેમ્બર 1903, બ્રેડફૉર્ડ, મૅસેચૂસેટ્સ, યુ.એસ.; અ. 6 જૂન 1996) : સન 1980ના તબીબી વિદ્યા અને દેહધર્મવિદ્યા(physiology)ના નોબેલ પુરસ્કારના ત્રીજા ભાગના વિજેતા. તેમની સાથે બરુજ બેનાસરાફ અને જીન ડોસેટને પણ આ સન્માન મળ્યું હતું. રોગો સામે વિશિષ્ટ અને ચોક્કસ રીતે અપાતા રક્ષણની પ્રક્રિયાને પ્રતિરક્ષા (immunity) કહે છે. તેને…
વધુ વાંચો >સ્પર્શવેદના (tenderness)
સ્પર્શવેદના (tenderness) : અડવાથી કે દબાવવાથી થતો દુખાવો. સ્પર્શવેદના 2 પ્રકારની હોય છે : (1) ક્ષેત્રીય અને (2) પ્રતિદાબ અથવા પ્રતિપ્રદમ (rebound). જ્યારે કોઈ ચોક્કસ નાના ક્ષેત્રમાં સ્પર્શ કરવાથી કે દબાવવાથી દુખાવો થાય તો તેને ક્ષેત્રીય સ્પર્શવેદનાં (pencil tenderness) કહે છે. આવું કોઈ સ્થળે ચેપ લાગ્યો હોય કે અન્ય સંક્ષોભન…
વધુ વાંચો >સ્પેમન હાન્સ (Spemann Hans)
સ્પેમન, હાન્સ (Spemann, Hans) (જ. 27 જૂન 1869, સ્ટુટગાર્ટ, જર્મની; અ. 9 સપ્ટેમ્બર 1941, ફ્રેબર્ગ, જર્મની) : સન 1935ના તબીબીવિદ્યા અને દેહધર્મવિદ્યા(physiology)ના નોબેલ પુરસ્કાર-વિજેતા. તેમને આ સન્માન તેમના ભ્રૂણ(પ્રાગર્ભ, embryo)ના વિકાસમાં વ્યવસ્થાકારક (organising) અસર નામની પ્રક્રિયા કાર્ય કરે છે તે દર્શાવવા માટે મળ્યું હતું. તેમના પિતા પુસ્તક-પ્રકાશક હતા. તેમના તેઓ…
વધુ વાંચો >સ્પેરી રોજર ડબ્લ્યૂ.
સ્પેરી, રોજર ડબ્લ્યૂ. (જ. 20 ઑગસ્ટ 1913, હાર્ટફર્ડ, કનેક્ટિકટ, યુ.એસ.; અ. 1994, કૅલિફૉર્નિયા, યુ.એસ.) : તેઓ સન 1981ના તબીબીવિદ્યા તથા દેહધર્મવિદ્યા(physiology)ના અર્ધા ભાગના નોબેલ પુરસ્કારના વિજેતા હતા. બાકીનો પુરસ્કાર ડૅવિડ હ્યૂબલ અને ટોર્સ્ટેન વિસેલ વચ્ચે ચતુર્થાંશ ભાગ રૂપે વહેંચાયો હતો. તેમણે મગજના બે અર્ધગોળને જોડતી મસ્તિષ્કની સેતુકાય(corpus callosum)ને કાપીને અલગ…
વધુ વાંચો >સ્પ્લીહા (બરોળ spleen)
સ્પ્લીહા (બરોળ, spleen) : રોગપ્રતિકાર ક્ષમતા ધરાવતા પ્રતિરક્ષાતંત્ર(immune system)નો અવયવ. તેમાંની લસિકાભ પેશી(lymphoid tissue)ને કારણે તેને પ્રતિરક્ષાતંત્રનો ભાગ ગણવામાં આવે છે. તેને તનુતાન્ત્વિક-અંતશ્ચદીય તંત્ર(reticulo-endothelium system)નો ભાગ પણ ગણવામાં આવે છે. તે પેટના ડાબા ઉપલા ભાગમાં અને ઉરોદરપટલ(thoracoabdominal diaphragm)ની નીચે આવેલો અવયવ છે. તે 12 સેમી. લાંબો, 7 સેમી. પહોળો અને…
વધુ વાંચો >સ્મિથ હૅમિલ્ટન
સ્મિથ, હૅમિલ્ટન (જ. 23 ઑગસ્ટ 1931, યુ.એસ.) : સન 1978નું તબીબીવિદ્યા અને દેહધર્મવિદ્યા(physiology)ના ત્રીજા ભાગના નોબેલ પુરસ્કાર વિજેતા. તેમની સાથે તે સમયે સ્વિટ્ઝર્લૅન્ડના વેર્નર અને અમેરિકાના ડેનિયલ નાથન્સને પણ આ સન્માન પ્રાપ્ત થયું હતું. તેમને આ સન્માન ડી.એન.એ. પર કાર્ય કરતા પ્રતિરોધ-ઉત્સેચકો(restriction enzyme)ની શોધ માટે પ્રાપ્ત થયું હતું. હિમોફિલસ ઇન્ફ્લુએન્ઝી…
વધુ વાંચો >