Allopathy

સંપર્કનિષેધ (quarantine)

સંપર્કનિષેધ (quarantine) : ચેપી રોગના સંપર્કમાં આવેલાં માણસો કે પ્રાણીઓને તે રોગના લાંબામાં લાંબા ઉષ્મનકાલ (incubation period) સુધી સ્વતંત્ર રીતે હરવાફરવા પર નિયંત્રણ મૂકવું તે. ચેપ લાગ્યા પછી શરીરમાં સૂક્ષ્મજીવોની પૂરતી સંખ્યાવૃદ્ધિ કરીને નિદાન કરી શકાય તેવા રોગનું પ્રથમ લક્ષણ કે ચિહ્ન ઉત્પન્ન કરે તે સમયગાળાને ઉષ્મનકાલ કહે છે. સાદી…

વધુ વાંચો >

સંભોગ, જાતીય (sexual intercourse)

સંભોગ, જાતીય (sexual intercourse) : નર અને નારી વચ્ચે જનનાંગો વડે થતો લૈંગિક સંબંધ. તેને સંભોગ (coitus) અથવા લૈંગિક સમાગમ (sexual intercourse) પણ કહે છે. તેના 5 તબક્કા છે  લૈંગિક ઇચ્છાને કાર્યાન્વિત કરવી (sexual drive), લૈંગિક ઉત્તેજના (sexual arousal), જનનાંગી જોડાણ (genital union), લૈંગિક પરાકાષ્ઠા (orgasm) અને પુરુષોમાં તેની સાથે…

વધુ વાંચો >

સંભોગ-સંક્રામક રોગો (sexually transmitted diseases, STDs)

સંભોગ–સંક્રામક રોગો (sexually transmitted diseases, STDs) : લૈંગિક (જાતીય) સમાગમ અથવા સંભોગ દ્વારા ફેલાતા ચેપી રોગો. તેમને લૈંગિક સંક્રામક રોગો પણ કહે છે. તેમનું પ્રમાણ વધતું રહ્યું છે. તેમાં મુખ્ય રોગો છે  ઉપદંશ (syphilis), પરમિયો (gonorrhoea), માનવપ્રતિરક્ષા-ઊણપકારી વિષાણુ(human immuno deficiency virus, HIV)નો ચેપ, જનનાંગી હર્પિસ સિમ્પ્લેક્સ વિષાણુ(HSV)નો ચેપ, જનનાંગી વિષાણુજ…

વધુ વાંચો >

સંમતિ (consent) (આયુર્વિજ્ઞાન)

સંમતિ (consent) (આયુર્વિજ્ઞાન) : કોઈ ચોક્કસ કાર્ય કે ક્રિયા કરવાની, કરાવવાની, તેમાં ભાગ લેવાની અથવા તેને અનુસરવા(compliance)ની મુક્ત અને સ્વૈચ્છિક સહમતિ, અનુમતિ, સ્વીકૃતિ કે મંજૂરી. આવી સંમતિ તો જ વૈધ અને ઉપયોગક્ષમ (valid) ગણાય છે, જો તે સભાન અવસ્થામાં જે તે કાર્ય કે ક્રિયાના પ્રકાર અને પરિણામને જાણીને અપાઈ હોય…

વધુ વાંચો >

સંલક્ષણ (syndrome)

સંલક્ષણ (syndrome) કોઈ એક માંદગી કરતી પ્રક્રિયામાં ઉદ્ભવતાં નિશ્ચિત લક્ષણો અને ચિહ્નોનો સમૂહ જે સંયુક્ત રીતે જાણે કે એક રોગ રૂપે જોવા મળે તે. પરંતુ શાસ્ત્રીય રીતે કોઈ ચોક્કસ કારણે થતા નિશ્ચિત પ્રકારનાં લક્ષણો અને ચિહ્નોના સમૂહને જ રોગ કહે છે, જ્યારે સંલક્ષણમાં કયાં તો કોઈ નિશ્ચિત કારણ જાણમાં નથી…

વધુ વાંચો >

સંલગ્નીકરણ (agglutination)

સંલગ્નીકરણ (agglutination) : વિવિધ રોગોના નિદાન માટે વપરાતી કસોટી. આ કસોટીમાં કણમય પ્રતિજન અને પ્રતિદ્રવ્ય વચ્ચે પ્રક્રિયા થાય છે. પ્રતિજન પર બે કરતાં વધારે પ્રતિજન-નિર્ણાયક (antigenic determinant) હોય છે, જેના દ્વારા તે પ્રતિદ્રવ્ય સાથે બંધાય છે અને પ્રતિદ્રવ્ય પર પણ ઓછામાં ઓછાં બે સ્થાન (site) હોય છે, જેનાથી તે પ્રતિજન…

વધુ વાંચો >

સંવર્ધન-અને-દૃશ્યતા-કસોટી (culture and sensitivity test)

સંવર્ધન અને દૃશ્યતા–કસોટી (culture and sensitivity test) : જીવાણુઓને સંવર્ધન-માધ્યમ પર ઉછેરીને તેમની ઍન્ટિબાયૉટિક પરત્વેની ઔષધવશ્યતા (drug sensitivity) તપાસવી તે. જીવાણુઓના અભ્યાસ તથા તેમના દ્વારા થતા ચેપના નિદાન માટે આ ઉપયોગી પદ્ધતિ છે. તેની મદદથી જે તે ચેપ કરતા જીવાણુને ઓળખી શકાય છે તથા તેના પર કયું ઔષધ કારગત નીવડશે…

વધુ વાંચો >

સંવાતકો અને શ્વસનકો (respirators and ventilators)

સંવાતકો અને શ્વસનકો (respirators and ventilators) : કૃત્રિમ શ્વસન તથા શ્વસનસહાય માટે વપરાતાં સાધનો. શ્વસનકો (ventilators) અને સંવાતકો (respirators) માનવજાતની લાંબા સમયથી ચાલી આવતી મૃત્યુ સામેની લડત માટેના પ્રયત્નોનો એક આધુનિક વિકલ્પ છે. જ્યારે જીવન અને મૃત્યુ વચ્ચે માત્ર એક શ્વાસનું અંતર હોય છે ત્યારે, વેન્ટિલેટરો અને રેસ્પિરેટરો સાચા સમયે…

વધુ વાંચો >

સામાજિક તબીબી સુરક્ષા

સામાજિક તબીબી સુરક્ષા : રોગો અને બીમારીઓ સામે આર્થિક રક્ષણની સામાજિક વ્યવસ્થા. સામાજિક સુરક્ષા એટલે યોગ્ય સંસ્થા દ્વારા સમાજ તેના સભ્યને કેટલાંક ચોક્કસ જોખમો સામે રક્ષણ આપે તેવી વ્યવસ્થા. સામાન્ય રીતે આ જોખમો સામે સામાન્ય માણસ તેનાં ટાંચાં સાધનો અને અલ્પ આર્થિક સધ્ધરતાને કારણે ટકી શકે તેમ હોતો નથી. આવી…

વધુ વાંચો >

સામા, સુરેન્દ્ર કુમાર

સામા, સુરેન્દ્ર કુમાર (ડૉ.) (જ. 31 મે 1934; અ. 2017) : પ્રખ્યાત ગૅસ્ટ્રોઍન્ટેરોલૉજિસ્ટ. તેઓ સર ગંગારામ હૉસ્પિટલના પ્રબંધન મંડળ(management)ના અધ્યક્ષ હતા. તેમણે અમૃતસરથી મેડિસિનમાં સ્નાતક અને અખિલ ભારતીય આયુર્વિજ્ઞાન સંસ્થાન(એઇમ્સ)માંથી 1961માં ડૉક્ટરેટની પદવી પ્રાપ્ત કરી હતી. તેમણે જી.બી.પી. હૉસ્પિટલ અને એઇમ્સની ફૅકલ્ટીમાં 1974 સુધી કામ કરેલું. તેમણે યકૃતની બીમારીઓ પર…

વધુ વાંચો >