Allopathy

શ્વેતશલ્કતા (leukoplakia)

શ્વેતશલ્કતા (leukoplakia) : મોંઢાની અંદરની દીવાલમાં સફેદ ચકતી જેવો દોષવિસ્તાર. તે શૃંગિન (keratin) નામના દ્રવ્યનું વધુ ઉત્પાદન થાય તેવો મોંની અંદરની દીવાલના આવરણરૂપ અધિચ્છદ(epithelium)નો રોગ છે. સૂક્ષ્મદર્શક વડે તપાસતાં શૃંગી સ્તરમાં વિકાર ઉદ્ભવેલો હોય છે. તેને દુ:શૃંગસ્તરતા (dyskeratosis) કહે છે. લાદીસમ અધિચ્છદ એક રીતે સ્તરીકૃત (stratified) આવરણ બનાવે છે, જેમાં…

વધુ વાંચો >

સક્સેના, રાજન

સક્સેના, રાજન (ડૉ.) (જ. 1 માર્ચ 1959) : વિખ્યાત ગૅસ્ટ્રોઍન્ટેરોલૉજિસ્ટ. તેઓએ 1980માં રાજકીય મેડિકલ કૉલેજ, પટિયાલાથી એમ.બી.બી.એસ. અને 1984માં પી. જી. આઈ. ચંડીગઢથી એમ.એસ.ની પદવી મેળવી. ત્યારબાદ 1988માં તેઓ સંજય ગાંધી સ્નાતકોત્તર આયુર્વિજ્ઞાન સંસ્થાન (એસ.જી.પી.જી.આઈ.એમ.એસ.) લખનઉ ગયા અને સર્જિકલ ગૅસ્ટ્રોઍન્ટેરોલૉજી વિભાગની સ્થાપના કરી. તેઓએ 1993 અને 1998 દરમિયાન એડનબ્રૂક્સ હૉસ્પિટલ,…

વધુ વાંચો >

સગર્ભતા, અતિજોખમી

સગર્ભતા, અતિજોખમી (high risk pregnancy) : માતા, ગર્ભશિશુ (foetus) કે નવજાત શિશુ(neonate)ને જન્મ પહેલાં કે પછી માંદગી કે મૃત્યુનો ભય હોય અથવા તેવું જોખમ થવાની સંભાવના હોય તેવી સગર્ભતા (pregnancy). દરેક સગર્ભતા તથા પ્રસવ સમયે જોખમ રહેલું હોય છે; પરંતુ કેટલીક સ્થિતિઓમાં તેની સંભાવના વધે છે. આવું આશરે 20 %થી…

વધુ વાંચો >

સગર્ભતા, અન્યત્રી (ectopic pregnancy)

સગર્ભતા, અન્યત્રી (ectopic pregnancy) : ગર્ભાશયના પોલાણને બદલે અન્ય સ્થળે ફલિત અંડકોષનું અંત:સ્થાપન થવું અને ગર્ભશિશુ રૂપે વિકસવું તે. ફલિત થયેલો અંડકોષ ભ્રૂણ તરીકે વિકસે માટે કોઈ યોગ્ય સપાટી પર સ્થાપિત થાય તેને અંત:સ્થાપન (implantation) કહે છે. સામાન્ય રીતે ફલિત અંડકોષ ગર્ભાશયના ઘુમ્મટ(fundus)ની પાસે આગળ કે પાછળની દીવાલ પરની ગર્ભાશયાંત:કલા(endometrium)માં…

વધુ વાંચો >

સગર્ભતા, પ્રસૂતિ અને સૂતિકાકાલ

સગર્ભતા, પ્રસૂતિ અને સૂતિકાકાલ અનુક્રમે ગર્ભધારણ, શિશુજન્મ (પ્રસવ) અને તે પછીનો સમય. સ્ત્રીઓનો ગર્ભધારણશીલતાનો સમયગાળો (reproductive period) સ્ત્રીયૌવનારંભ-(menarche)થી ઋતુસ્રાવનિવૃત્તિ (menopause) સુધીનો ગણાય છે. સામાન્ય રીતે તે 13થી 45 વર્ષ સુધીનો સમયગાળો છે. સ્ત્રીનો અંડકોષ પુરુષના શુક્રકોષ દ્વારા ફલિત થાય અને તે ફલિતાંડનું સ્ત્રીના જનનમાર્ગમાં અંત:સ્થાપન (implantation) થાય ત્યારથી ગર્ભધારણનો કાળ…

વધુ વાંચો >

સગર્ભતા, બહુગર્ભી (multiple pregnancy)

સગર્ભતા, બહુગર્ભી (multiple pregnancy) : એક ગર્ભાશયમાં એકસાથે એકથી વધુ ગર્ભનો વિકાસ થવો તે. જો 2 ગર્ભશિશુઓ વિકસે તો તેને જોડકાં (twins) કહે છે. જો 3 ગર્ભશિશુઓ હોય તો તેને ત્રિજોડ (triplets), 4 ગર્ભશિશુઓ હોય તો ચતુર્જોડ (quadruplets), 5 ગર્ભશિશુઓ હોય તો તેને પંચજોડ (quintupets) અથવા 6 ગર્ભશિશુઓ હોય તો…

વધુ વાંચો >

સગર્ભાવસ્થાનું અતિવમન (hyperemesis gravidarum)

સગર્ભાવસ્થાનું અતિવમન (hyperemesis gravidarum) : સગર્ભા સ્ત્રીને અતિશય ઊલટીઓ થવી તે. ઊલટી થવાનાં સગર્ભાવસ્થા સિવાય પણ અનેક કારણો હોય છે. સગર્ભાવસ્થામાં જોવા મળતી ઊલટીના વિકારનાં કારણો સારણીમાં દર્શાવ્યાં છે : સારણી : સગર્ભા સ્ત્રીને થતી ઊલટીનાં કેટલાંક મહત્વનાં કારણો વિભાગ અને જૂથ ઉદાહરણો (અ) શરૂઆતની સગર્ભતા (1) સગર્ભતા સંબંધિત કારણો…

વધુ વાંચો >

સગોત્રતા (consanguinity)

સગોત્રતા (consanguinity) : લોહીની સગાઈ અથવા સમાન પૂર્વજોને કારણે ઉદ્ભવતું સગપણ. માતા કે પિતાની સગાઈથી ઉદ્ભવતી સગોત્રતાને અનુક્રમે માતૃપક્ષી સગોત્રતા અને પિતૃપક્ષી સગોત્રતા કહે છે. તેનો સંબંધ વ્યક્તિગત સંબંધો, સામાજિક સંબંધો, કૌટુંબિક તથા આનુવંશિક રોગો અને વિકારો, કાયદાને સંબંધે લગ્ન તથા વારસાઈ હકના મુદ્દાઓ તથા ધાર્મિક અને નૈતિક વિચારણાઓ અને…

વધુ વાંચો >

સપૂયગડ (ગૂમડું, abscess)

સપૂયગડ (ગૂમડું, abscess) : એક સ્થળે પરુ ભરાવું તે. સાદી ભાષામાં તેને પાકી જવું કે પાકવું કહે છે. શાસ્ત્રીય રીતે તેને પૂયન(suppuration)ની ક્રિયા કહે છે. ચામડીની નીચેની પેશીમાં જ્યારે જીવાણુજન્ય (bacterial) ચેપ (infection) લાગે છે ત્યારે ત્યાંની પેશીને નુકસાન થાય છે અને તેમાં પેશીનાશ (necrosis) થાય છે. તેને કારણે પ્રતિક્રિયા…

વધુ વાંચો >

સમસ્થિતિ (homeostasis)

સમસ્થિતિ (homeostasis) : શરીરનાં વિવિધ પ્રવાહીઓ અને પેશીઓની વિવિધ ક્રિયાઓમાં પરસ્પર વિરોધી દબાણો તથા રસાયણો વચ્ચે સંતુલન જાળવવાની સ્થિતિ તથા તે માટેની પ્રક્રિયાઓ. ડબ્લ્યૂ. બી. કેનન શરીરના દરેક સમયે સમાન રહેતા અંદરના વાતાવરણની જાળવણીને સમસ્થિતિ કહે છે. કોષોની આસપાસ પ્રવાહી હોય છે. તેને બહિર્કોષી જલ (extracellular fluid) પણ કહે છે.…

વધુ વાંચો >