Allopathy

સર્વ વા શૂન્યનો નિયમ (all-or-none-law)

સર્વ વા શૂન્યનો નિયમ (all-or-none-law) : હૃદયના સ્નાયુને કોઈ પણ અધિતીવ્રતા(intensity)વાળી ઉત્તેજના (stimulus) આપવામાં આવે ત્યારે તે ક્યાંક પૂર્ણ કક્ષાએ સંકોચાય છે અથવા સહેજ પણ સંકોચાતો નથી, તેને સર્વ વા શૂન્યનો નિયમ કહે છે. તેને બોવ્ડિચ(Bowditch)નો નિયમ પણ કહે છે. તે દર્શાવે છે કે સક્ષમ પણ દુર્બલતમ (સૌથી ઓછા બળવાળી)…

વધુ વાંચો >

સલ્ફોનેમાઇડો (આયુર્વિજ્ઞાન)

સલ્ફોનેમાઇડો (આયુર્વિજ્ઞાન) : સલ્ફોનેમિડો (SO2NH2) જૂથ ધરાવતા સૂક્ષ્મજીવો સામે સક્રિય રસાયણો. કેટલાક સૂક્ષ્મજીવો સામે સક્રિય ન હોય તેવાં રસાયણોમાં પણ આ સલ્ફોનેમિડો જૂથ આવેલું છે; દા.ત., સલ્ફોનાયલયુરિયાઝ (પ્રતિ-મધુપ્રમેહ ઔષધો), બેન્ઝોથાયાઝિડ અને તેના સંજનિતો (congeners) જેવા કે ફ્યુરોસેમાઇડ અને એસેટાઝોલેમાઇડ (મૂત્રવર્ધકો, diuretics) અને સલ્થિયેમ (આંચકીરોધક અથવા પ્રતિ-અપસ્માર, anticonvulsant અથવા antiepileptic). આમ…

વધુ વાંચો >

સવાતવક્ષ (pneumothorax)

સવાતવક્ષ (pneumothorax) : ફેફસાંની આસપાસના આવરણનાં 2 પડની વચ્ચે હવા ભરાવી તે. ફેફસાંની આસપાસના આવરણને પરિફેફસીકલા (pleura) કહે છે અને તેનાં 2 પડ વચ્ચેના સંભવશીલ પોલાણ(potential space)ને પરિફેફસી ગુહા (pleural cavity) કહે છે. તેમાં હવા ભરાય ત્યારે તેને સવાતવક્ષ કહે છે. તેમાં છાતીની દીવાલમાંથી, મધ્યવક્ષ(mediastinum)માંથી, ઉરોદરપટલ-(diaphragm)માંથી કે ફેફસાંમાંથી જે તે…

વધુ વાંચો >

સંકરાર્બુદ (Hybridoma)

સંકરાર્બુદ (Hybridoma) : બે જુદા જુદા પ્રકારના કોષોને એકસાથે ઉછેરી એકબીજાના ગુણો ઉમેરવા તે. શાસ્ત્રીય રીતે સંકરાર્બુદ અર્થાત્ બે જુદા જુદા કોષોનું સંકરણ. સંકરાર્બુદ કોષોને એક જ પટલમાં સંકરણ પદ્ધતિથી બનાવવામાં આવે છે અને તે દ્વારા ઇચ્છિત એકકોષગોત્રી પ્રતિદ્રવ્ય (monoclonal antibody) બનાવી શકાય છે. સંકરની પ્રક્રિયામાં બે જુદા પ્રકારના કોષોને…

વધુ વાંચો >

સંક્રામક રોગની વસ્તીરોગવિદ્યા (epidemiology of communicable diseases)

સંક્રામક રોગની વસ્તીરોગવિદ્યા (epidemiology of communicable diseases) : માનવવસ્તીમાં થતો રોગચાળો અને તેને અટકાવવા માટેનું વૈદ્યકીય શાખાનું પાયાનું વિજ્ઞાન. તેના દ્વારા રોગોનો ફેલાવો, તેનું નિયંત્રણ તેમજ માનવસ્વાસ્થ્ય અને જાહેર આરોગ્ય વિશેની જાણકારી મેળવવામાં આવે છે અને તેની મારફત સાવચેતીનાં પગલાં લેવામાં આવે છે. આ વિદ્યાશાખાને અંગ્રેજીમાં epidemiology કહે છે, જેનો…

વધુ વાંચો >

સંગ્રહણી (sprue)

સંગ્રહણી (sprue) : પચ્યા અને અવશોષાયા વગરના તૈલી પદાર્થોના ઝાડાવાળો કુશોષણ કરતો આંતરડાંનો વિકાર. તેના મુખ્ય 2 પ્રકાર છે : ઉષ્ણકટિબંધ (tropical) અને અનુષ્ણકટિબંધીય (non-tropical). અનુષ્ણકટિબંધીય સંગ્રહણીને ઉદરરોગ (coeliac disease) પણ કહે છે. નાના આંતરડાનું મુખ્ય કામ ખોરાકને પચાવીને પચેલાં પોષક દ્રવ્યોનું અવશોષણ કરવાનું છે, જ્યારે તે વિકારગ્રસ્ત થાય ત્યારે…

વધુ વાંચો >

સંતુલન-ઉપકરણ (vestibular apparatus)

સંતુલન–ઉપકરણ (vestibular apparatus) : શરીરનું સંતુલન જાળવતું, કાનની અંદર આવેલું ઉપકરણ. કાનના 3 ભાગ છે : બાહ્યકર્ણ, મધ્યકર્ણ અને અંત:કર્ણ. અંત:કર્ણને સંકુલિકા (labyrinth) પણ કહે છે; કેમ કે, તેમાં નલિકાઓની એક સંકુલિત રચના છે. તેના 2 ભાગ છે  અસ્થીય સંકુલિકા (bony labyrinth) અને કલામય સંકુલિકા (membranous labyrinth). ખોપરીના ગંડકાસ્થિ(temporal bone)ના…

વધુ વાંચો >

સંધાનપેશી (connective tissue)

સંધાનપેશી (connective tissue) : શરીરની આધારદાયી પેશી. તેને અંતરાલીય (interstitial) પેશી પણ કહે છે. તેમાં તંતુઓ, દલદાર દ્રવ્ય (ground substance) અને વિવિધ પ્રકારના કોષો હોય છે. તે જે તે અવયવના મુખ્યકોષોને બરાબર બાંધીને રાખે છે. તેમાં સામાન્ય રીતે ઘણી નસો હોય છે અને તેથી તેમાં પુષ્કળ લોહીનું વહન થાય છે.…

વધુ વાંચો >

સંધિશોથ (arthritis)

સંધિશોથ (arthritis) : હાડકાંના સાંધામાં પીડાકારક સોજા(શોથ)નો વિકાર. ચેપ, ઈજા કે અન્ય કારણે પેશીને નુકસાન થાય ત્યારે પ્રતિક્રિયા રૂપે ત્યાં સોજો આવે છે, તે ભાગ ગરમ થાય છે, ત્યાં દુખાવો થાય છે. આવી પ્રતિક્રિયાને શોથ (inflammation) કહે છે. જ્યારે તે હાડકાંના સાંધાને અસરગ્રસ્ત કરે ત્યારે તેને સંધિશોથ કહે છે. તેનાં…

વધુ વાંચો >

સંધિશોથ, આમવાતાભ (rheumatoid arthritis)

સંધિશોથ, આમવાતાભ (rheumatoid arthritis) : સાંધાઓને લાંબા સમયના પીડાકારક સોજા (શોથ) કરતો સૌથી વધુ જોવા મળતો વિકાર. તે મુખ્યત્વે નાના અને મોટા સંધિકલા (synovium) ધરાવતા એકસાથે એકથી વધુ સાંધાને અસર કરે છે અને તેના દર્દીના લોહીમાં પ્રતિગ્લોબ્યુલિન પ્રતિદ્રવ્ય (antiglobulin antibody) હોય છે. આ પ્રતિગ્લોબ્યુલિન પ્રતિદ્રવ્યને આમવાતાભ ઘટક (rheumatoid factor) કહે…

વધુ વાંચો >