Agronomy
રહેંટ
રહેંટ : ખેત-સિંચાઈ માટેનું અત્યંત ઉપયોગી એક સાધન. આદિકાળથી વપરાતી આ રહેંટ અગર ‘વૉટર વ્હીલ’નો સૌપ્રથમ ઉલ્લેખ ઈ. પૂ. 400 વર્ષ પહેલાં ઍન્ટિપેટર નામના ગ્રીક કવિની કાવ્યરચનામાં જોવા મળે છે. તેની કાવ્યરચનામાં કુસુમવત્ નાજુક નમણી કુમારિકા, જે ગામનાં દળણાં દળી આપે છે, ગામને પાણી પૂરું પાડવામાં તેમજ લુહારીકામમાં રાતદિવસ કાળી…
વધુ વાંચો >રંધાવા, એન. એસ.
રંધાવા, એન. એસ. (જ. 13 માર્ચ 1927, નવશેરા પાનું, જિ. અમૃતસર; અ. 25 નવેમ્બર 1996) : રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવતા કૃષિવિજ્ઞાની અને સંશોધક. તેમણે બી.એસસી.- (ઍગ્રિકલ્ચર)ની પદવી 1947માં પંજાબ ઍગ્રિકલ્ચરલ યુનિવર્સિટી, લયાલપુર(જે હાલ પાકિસ્તાનમાં છે)માંથી; એમ.એસસી.- (ઍગ્રિકલ્ચર)ની 1956માં પંજાબ ઍગ્રિકલ્ચરલ યુનિવર્સિટીમાંથી અને પીએચ.ડી.ની પદવી જમીનવિજ્ઞાન વિષય સાથે કૅલિફૉર્નિયા યુનિવર્સિટી,…
વધુ વાંચો >રાઇસબ્રૅન (ચોખાની કુશકી)
રાઇસબ્રૅન (ચોખાની કુશકી) : ડાંગર-પિલાણ(rice milling)ઉદ્યોગની એક સૌથી મહત્વની ઉપપેદાશ. રાઇસ-મિલમાં ડાંગરનું પિલાણ કરતાં 70 %થી 72 % ચોખા અને ઉપપેદાશોમાં 20 %થી 22 % ફોતરી, 4 % કુશકી અને 2 % ભૂસું મળે છે. ડાંગરના દાણાના સૌથી બહારના રેસામય પડને ફોતરી કહે છે. આ ફોતરીની નીચે રહેલા કથ્થાઈ રંગના…
વધુ વાંચો >રૉયલ કમિશન ઑન ઍગ્રિકલ્ચર
રૉયલ કમિશન ઑન ઍગ્રિકલ્ચર : અંગ્રેજોના શાસન નીચેના ભારતીય વિસ્તારોમાં ખેતી અને ગ્રામીણ અર્થતંત્રની પ્રવર્તમાન સ્થિતિ તપાસી તે અંગેનો હેવાલ આપવા 1926માં નીમવામાં આવેલું પંચ. ભારતમાં સરકારની કૃષિનીતિના વિકાસમાં સીમાચિહનરૂપ આ કમિશનના અધ્યક્ષપદે માર્કવિસ ઑવ્ લિનલિથગો હતા. તેમાં અન્ય નવ સભ્યો હતા. કૃષિસુધારણા, ગ્રામીણ પ્રજાની સુખાકારી ને સમૃદ્ધિ માટે યોગ્ય…
વધુ વાંચો >લાયસેન્કો, ટ્રોફીમ ડેનિસોવિશ
લાયસેન્કો, ટ્રોફીમ ડેનિસોવિશ (જ. 29 સપ્ટેમ્બર 1898, કાર્લોવા, રશિયન યૂક્રેન; અ. 20 નવેમ્બર 1976, કીએવ, યૂક્રેનિયન એસ.એસ.આર.) : જાણીતા રશિયન દેહધર્મવિજ્ઞાની અને શિક્ષણશાસ્ત્રી. તેમણે 1921માં ઉમાન સ્કૂલ ઑવ્ હૉર્ટિકલ્ચરમાં સ્નાતકની ઉપાધિ મેળવી અને બેલાયા ત્સેર્કોવ સિલેક્શન સ્ટેશનમાં જોડાયા. ત્યારપછી તેમણે ‘કીએવ ઍગ્રિકલ્ચરલ ઇન્સ્ટિટ્યૂટ’માંથી કૃષિ-વિજ્ઞાનમાં ડૉક્ટરેટની ઉપાધિ પ્રાપ્ત કરી અને 192529…
વધુ વાંચો >વાવણીયંત્ર
વાવણીયંત્ર : વાવણી કરવા માટે ઉપયોગમાં લેવાતું યંત્ર. ખેતરમાં વાવણીયંત્ર દ્વારા બીજની થતી વાવણી એ એક કૌશલ્યનો વિષય છે. વ્યવસ્થિત વાવણી કરવાથી એકમ વિસ્તારમાં બીજની સંખ્યા જળવાય છે અને તેમની જરૂરી ઊંડાઈએ વાવણી થાય છે. પાસે-પાસેની હાર વચ્ચેનું અંતર અને પ્રત્યેક હારમાં બે છોડ વચ્ચેનું અંતર જળવાય છે. બીજની વાવણી…
વધુ વાંચો >વિદારી કંદ (ભોંયકોળું)
વિદારી કંદ (ભોંયકોળું) : દ્વિદળી વર્ગમાં આવેલા કૉન્વૉલ્વ્યુલેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Ipomea digitata Linn. (સં. ક્ષીરવિદારી; હિં. બિલાઈ કંદ, વિદારી કંદ; મ. ભુયકોહોળા, હળદ્યાકાંદા; ક. નેલકુંબલ; મલ. મુતાલકાંતા; ત. ફલમોગડ્ડીર; તે. ભૂચક્રડી) છે. I. Paniculata, I. mauritiana અને Pueraria tuberosa(કુળ : ફેબેસી)ને પણ વિદારી કંદ કહેવામાં આવે…
વધુ વાંચો >વેસ્ટ આફ્રિકા રાઇસ ડેવલપમેંટ ઍસોસિયેશન (વર્દા – WARDA)
વેસ્ટ આફ્રિકા રાઇસ ડેવલપમેંટ ઍસોસિયેશન (વર્દા – WARDA) : મધ્ય પશ્ચિમ આફ્રિકાનું ડાંગરનાં સંશોધનો સાથે સંકળાયેલું એક સંગઠન. સંયુક્ત રાષ્ટ્ર વિકાસ કાર્યક્રમ, સંયુક્ત રાષ્ટ્ર ખોરાક અને કૃષિ સંગઠન તથા આફ્રિકાના આર્થિક પંચના સહયોગથી 11 દેશ દ્વારા 1971માં વદર્નિી સ્થાપના થઈ હતી. આ સંસ્થામાં હાલમાં 17 રાજ્યો સભ્ય તરીકે સંયુક્ત કામગીરી…
વધુ વાંચો >સજીવ ખેતી
સજીવ ખેતી : સજીવો (સચેતનો, સેન્દ્રિયો) દ્વારા થતી ખેતી. અપ્રાકૃતિક, પરાવલંબી રાસાયણિક ખેતીથી જુદી આ સ્વાવલંબી પ્રાકૃતિક પદ્ધતિ છે – તેમ તે ચીંધે છે. આને ‘પ્રાકૃતિક’, ‘પર્યાવરણ-મિત્ર’ કે ‘બિન-રાસાયણિક’ ખેતી પણ કહે છે. ચિરંતન પરંપરાગત ખેતી પાછળનું તત્વદર્શન અને સૃદૃષ્ટિવિજ્ઞાન પારખીને, પ્રસંગવશાત્ સુધારાતી રહેતી આ પદ્ધતિ વીસમી સદીની છેલ્લી વીશીથી…
વધુ વાંચો >સિંચાઈ-ઇજનેરી
સિંચાઈ–ઇજનેરી પાક ઉગાડવા માટે ખેતરમાં કૃત્રિમ રીતે પાણી આપવાનું આયોજન તથા તે માટે જરૂરી સવલતોને લગતી ઇજનેરી. તેમાં સિંચાઈની સગવડો માટેનાં બાંધકામો, જેવાં કે બંધ, બૅરેજ (barrage), વિયર (weir), નહેરો અને તેને લગતાં આનુષંગિક કામોનો અભ્યાસ કરવામાં આવે છે. ભારત જેવા દેશોના મોટાભાગના વિસ્તારોમાં ખેતી વરસાદ ઉપર આધારિત છે. આવા…
વધુ વાંચો >